નડીયાદ ખાતે સુરીલુ ગુજરાત 2019 નું ગ્રેન્ડ ફીનાલેનું સમાપન

ગામનું સુરીલું ગુજરાત

ગુજરાતના ગામડાઓની ઉગતા ગાયક કલાકારોને આગળ લાવવા માટે સુરીલુ ગુજરાત હરિફાઈ મે મહિનાથી યોજવામાં આવી હતી. જેનો 21 જૂલાઈ 2019મીએ નડીયાદ ખાતે સુરીલુ ગુજરાત 2019નું 65 ગાયક કલાકારોનું ગ્રેન્ડ ફીનાલે યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવનારા તરીકે સૈફ સૈયદ, બીજા નંબર પર અમિષા સોલંકી અને ત્રીજા નંબર પર વ્રજ રાજપૂત હરિફાઈ જીત્યા હતા. જેમને રૂ.21 હજાર, 15 હજાર અને 11 હજાર પુરસ્કાર આપેલો હતો. સાથે સાથે 65 જેટલા ગાયકો ને ટ્રોફી અને પ્રમાણપત્રો આપ્યા હતા. હરીફાઈ 3 મહિના સુધી ચાલી હતી. કુલ 11 સેન્ટરો પર 4 રાઉન્ડ ઓડિશનમાં 9 વર્ષથી 60 વર્ષના 305 લોકોએ ભાગ લીધો હતો. ભાગ લીધો હતો.

સ્પોન્સર વગર નડિયાદના લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણે સરપંચે પોતે ખર્ચ ભોગવેલો હતો. ગયા વર્ષે જિલ્લા કક્ષાએ, આ વર્ષે રાજ્ય કક્ષાએ અને આવતા વર્ષે દેશ કક્ષાએ  હરિફાઈ યોજાશે.

વિજેતાઓ

પ્રથમ – સૈફ સૈયદ
દ્વિતીય – અમિષા સોલંકી
તૃતીય – વ્રજ રાજપૂત

ખૂબ ખૂબ અભિનંદન વિજેતાઓ ને….