નપાણીયા રૂપાણી પશ્ચિમ રેલવેનું વડું મથક લાવી શકતા નથી

સંપુર્ણ બહુમતિ વાળી નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર હોવાથી ગુજરાતને રેલવેનું વડુ મથક મળી શકે તેમ હોવા છતાં રૂપાણી સરકાર પોતાના નેતાને દબાણ કરી શકતા નથી. કેન્દ્રમાં વડાપ્રધાન, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા, પંચાયત રાજ કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા અને લોકસભાના 26 સાંસદો ભાજપના છે. આવી સ્પષ્ટ બહુમતી અગાઉ ક્યારેય ન હતી. આ પ્રધાનો મોદી સામે બોલી શકતા નથી. 32 સાંસદો મોદી સામે જોઈ નથી શકતા. તેઓ ગુજરાતના હીતની વાત કરી શકતા નથી. છતાં ત્યા ગુજરાતની છ કરોડ જનતાનું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

બ્રોડ ગેજ 4805.50, મીટર ગેજ 1154.96, નેરો ગેજ 558.90 કિ.મી., કુલ 6519.36 કિ,મી, છે. જેમાં 80 ટકા રેલવે રૂટ ગુજરાતમાં આવેલો છે. ગુજરાતમાં 5656 કિ.મીના રેલવે માર્ગો છે. જેની સામે 72,165 કિ.મી. સડક માર્ગ છે. પશ્ચિમ રેલવે વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં બીજા ક્રમે આવે છે. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ ક્રમ ઉપર નોર્ધન (ઉત્તર) રેલવે આવે છે.