નફો કરવો તે સરકારનું કામ નથી, ST બસના રૂ.84 કરોડના કામો મંજૂર 

એસ.ટી.ની ઇલેક્ટ્રિક બસ સેવાઓ શરૂ કરાશે.

એસ.ટી.નફાનું નહીં, સેવાનું સાધન છે, નફો કરવો તે સરકારનું કામ નથી. સત્તા એ સેવાનું સાધન બને તે માટે અમે બદલાતી ટેક્નોલોજી હોવી જોઈએ. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, નફો કરવો હોત, તો આજથી જ થઈ શકે, સરકાર ખોટ કરતાં રૂટ બંધ કરી, નફો કરતાં રૂટ પર બસ દોડાવી શકે, પરંતુ અમારે એ કરવું નથી. અમારે છેવાડાના ગામ સુધી પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવી છે. તેથી જ રાજ્યના દરેક ગામમાં એસ.ટી. બસની ઓછામાં ઓછી એક ટ્રીપ ઉપલબ્ધ બને, તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે.

ભાવનગરમાં 50 કરોડના ખર્ચે નવનિર્મિત 20 બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ રૂ.32.09 કરોડના ખર્ચે 3 બસ સ્ટેશન અને 2 સ્ટાફ કોલોનીનું ઈ-તકતી દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું તથા નવીન મીડી બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જરનગરી સહિત કુલ 131 જેટલી બસ અને ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઇલ (TEAM) વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું.

નવી બસો, આધુનિક બસો અને વોલ્વો જેવી અત્યાધુનિક બસો નાગરિકોની સેવા માટે મૂકી છે. આવનારા દિવસોમાં રાજ્યમાં પર્યાવરણપ્રિય જાહેર પરિવહન સેવા માટે ઇલેક્ટ્રિક બસનો પ્રયોગ કરવામાં આવશે. બહેતર વાહનવ્યવહારની સુવિધાઓ  સૌને સરળતા એ ઉપલબ્ધ બને, તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. દર વર્ષે એસ.ટી. નિગમમાં નવી બસો ઉમેરતા જવા સાથે આઈ.એસ.ઓ સ્ટાન્ડર્ડ પ્રમાણેની બસો ઇનહાઉસ પણ એસ.ટી.ના કર્મયોગીઓ વર્કશોપમાં તૈયાર કરે છે.

લોકોને બસની વધુ સારી સુવિધા મળે તે માટે બસમાં જી.પી.એસ. ટ્રેકર લગાવ્યાં છે, જેથી નાગરિકોને બસ ક્યાં છે અને ક્યારે પહોંચશે તેની રીઅલ ટાઇમ જાણકારી મળે તે પ્રકારની જી.પી.એસ. ટેક્નોલોજીનો વિનિયોગ કર્યો છે. બસોનું રીઅલ ટાઇમ મોનિટરિંગ હવે થાય છે.

એસ.ટી.માં દરરોજ 25 લાખ લોકો મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝન્સ, દિવ્યાંગો અને સ્વાતંત્ર્ય સૈનિકોને કન્સેશનની સુવિધા આપી છે. લગ્નપ્રસંગે રૂ.1200 જેટલા ઓછા ભાડામાં બસ આપવામાં આવે છે.

એસ.ટી. ન માત્ર સારી સેવા, પરંતુ સલામત સેવા પણ પૂરી પાડે છે. આટલાં વર્ષોમાં મુસાફરી કરતી બહેનો કે વિદ્યાર્થિનીઓની એક પણ ફરિયાદ આવી નથી. તે એસ.ટી.ની સલામત સવારીનું ઉત્તમ ઉદાહરણ છે.

શરૂં થયેલા તેમજ ખાતમુહૂર્ત થયેલા બસ સ્ટેશનમાં સુરત જિલ્લાના માંડવી, બારડોલી(હાઈવે), કડોદરા, ખેડા જિલ્લાના સોજીત્રા, ઠાસરા, ડાકોર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર, આણંદ, અમદાવાદના વિરમગામ, મોરબી(જૂનુ), સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, ભાવનગર જિલ્લાના ગઢડા, મહેસાણા, જામનગર જિલ્લાના જામજોધપુર, અમરેલી જિલ્લાના દામનગર, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુર તથા સાબરકાંઠા જિલ્લાના માલપુર ખાતે મળીને રૂપિયા બાવન કરોડના ખર્ચે તૈયાર થયેલા કુલ 21
નવીન બસ સ્ટેશન છે.

સ્ટાફ કોલોનીમાં રૂ.32.09 કરોડના ખર્ચે ભાવનગર, ભરૂચ અને સુરેન્દ્રનગર ખાતે તૈયાર થયેલ બસ સ્ટેશન તથા ભુજ-અમરેલી સ્ટાફ કોલોનીનો સમાવેશ થાય છે.

માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજ્યની જનતાની પરિવહન સેવામાં અહર્નિશ સેવારત છે. સમાજજીવનની સમસ્યાઓને ધ્યાનમાં રાખે આધુનિક સેવાઓને આમેજ કરીને એસ.ટી.ની નવી-નવી સેવાઓ જાહેર જનતા માટે ઉપલબ્ધ બનાવે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.