2014માં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસી પર એમ બે બેઠક પર ચૂંટણી લડ્યા હતા. તે બન્ને બેઠક પરથી ચૂંટાયા બાદ ગુજરાતને પસંદ કરવાના બદલે ઉત્તર પ્રદેશના વારાણસીને પસંદ કરીને વડોદરા બેઠકનો ત્યાગ કર્યો હતો. 2014માં ગુજરાતને છોડી દીધા બાદ હવે 2019માં ગુજરારાતનો રાજકીય રીતે તેમણે ત્યાગ કરી દીધો છે. તેઓ હવે ઉત્તર પ્રદેશના વારણસીથી ચૂંટણી લડી રહ્યાં છે.
ગુજરાતનો ત્યાગ કરવાની સાથે જ તેમની સંપત્તિમાં 50 ટકાનો વધારો થયો છે. વારાસણી લોકસભા બેઠક માટે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું તેમાં બતાલેવી વિગતો પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપત્તિમાં લગભગ 50%નો વધારો થયો છે. કુલ સ્થાયી અને અસ્થાયી રૂ.2,51,36,119 સંપત્તિ જાહેર કરી છે, જ્યારે 2014માં વડોદરામાં આપવામાં આપેલા સૌગંદનામાં તેમની સંપત્તિ રૂ.1,65,91,582 હતી.
PM મોદીએ 2014મા ગાંધીનગર સ્થિત ઘરની કિંમત રૂ.1 કરોડ રૂપિયા દર્શાવી હતી, જે આ વખતે 1.10 કરોડ રૂપિયા દર્શાવી છે. તેમણે પોતાની સંપત્તિમાં 4 સોનાની વીટી, જેની કિંમત 1,13,800 રૂપિયા છે તેમ દર્શાવ્યું હતું. ગાંધીનગર સ્થિત SBI બેંકના ખાતામાં 4143 રૂપિયા છે, જ્યારે FDમા 1,27,81,574 રૂપિયા છે, 7,61,466 રૂપિયાની NSC અને 1,90,347 રૂપિયાની LIC છે. એક કંપનીમાં 20 હજાર રૂપિયાના શેર પણ છે. રોકડ રૂપે તેમની પાસે 38,750 રૂપિયા છે.