સસ્તા અનાજની દુકાન ધરાવનારાઓએ પડતર પ્રશ્ર્નોને લઈ 2 દિવસીય રાજ્ય વ્યાપી ધરણા અને ઉપવાસ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શરૂં કર્યા હતા. ગુજરાત ફેર પ્રાઈસ એસોશિએશન અને શોપ દ્વારા 21 અને 22 ફેબ્રુઆરી 2019માં બે દિવસ ધરણા અને ઉપવાસ પર ઉતરી ગયા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ પ્રહલાદ મોદી પણ ઉપવાસ પર બેઠા છે. તેઓ સંગઠનના આગેવાન છે. રાજ્યભરમાં 15 હજાર દુકાનો બંધ રહી હતી.
અન્ય રાજયની સરખામણીએ કમિશન મળતું નથી, માત્ર 0.23 ટકા કમિશન આપવામાં આવે છે. સરકાર રજૂઆતોને ધ્યાનમાં નહીં લે તો આવનાર ચૂંટણીમાં માઠા પરિણામ ભોગવવા પડશે એવા ચીમકી આપી દીધી હતી.
ગુજરાત સરકારે ગયા બજેટમાં જાહેરાત કરી કે 25 રૂપિયા કમિશન મળશે. હજુ સુધી આ કમિશન મળતું નથી. ભારત સરકારે 70 પૈસા નકકી કર્યું હતું. કવીન્ટલે રૂ.17 મેન્ટેનન્સ ચાર્જ છે. રજૂઆત પર ધ્યાન દોરવામાં નહીં આવે તો ૧લી માર્ચથી વ્યાજબી ભાવે અનાજની દુકાનો અચોકકસ મુદત સુધી બંધ થઈ જશે.
સૌરાષ્ટ્ર- કચ્છના 5 હજાર સસ્તા અનાજના દુકાનો બંધ રાખી હડતાલ પાડી ગાંધીનગર પહોંચી સરકાર સામે ધરણા કરવા બેસી ગયા છે. કેરોસિન બંધ કરી દેવાતા કમિશનનીઆવક ઘટી જતા દુકાનો ચલાવવી પોષાય તેમ નથી. બંધ કરાયેલી જણસી ફરી શરૂ કરવાની પણ માંગણી કરી હતી.
થોડા દિવસ પહેલા હડતાલ પાડીને રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો બાદ સરકારે ગઈ કાલે રજૂ કરેલા લેખાનુદાનમાં કમિશનરમાં 23 પૈસાનો પ્રતિકિલોએ વધારો જાહેર કર્યો હતો. જે ઓછો હોવાનું તેઓએ જાહેર કર્યું હતું.