પાલનપુર, તા.૧૦
થરાદ નર્મદાની મુખ્ય નહેરમાં બુધવારે બપોરે કોઠીગામના યુવાન પડી જતાં તેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતુ. જેની જાણ તરવૈયાઓને કરાતાં તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આશાસ્પદ યુવાનના મોતને લઈ ગમગીની છવાઈ છે.
થરાદની મુખ્ય કેનાલ બુધવારે બપોરે થરાદ તાલુકાના કોઠી ગામના પ્રદિપભાઇ નરસેગભાઇ આસલે અચાનક પડી જતાં ડૂબી જતાં મોત નીપજ્યું હતુ. જેને લોકોએ જોઇ જતાં તરવૈયા સુલતાનભાઇને જાણ કરાતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અન્ય તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બે-ત્રણ કલાકની શોધખોળ બાદ યુવકની લાશ મળી આવી હતી. જેની લાશને સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી હતી. આ ઘટનાને પગલે પ્રદિપભાઇના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટનાને લઇ કેનાલ ઉપર લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.