સરદાર સરોવરના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી આવક વધી છે અને પાણીની માંગ ઘટતા નર્મદાની મુખ્યનહેરમાં પાણી છોડવાનું ઘટાડવામાં આવ્યું હોવાથી સપાટી વધીને 122.24 થઈ ગઈ છે.
નર્મદા બંધમાંથી 12 હજાર કયુસેક ઘટીને 5554 કયુસકે કરી દેવામાં આવ્યું છે.પાણીની જાવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 24 કલાકમાં 20 સેન્ટિમીટર વધી છે. ઉપવાસ માંથી પાણીની આવક 17927 ક્યુસેક થઇ છે. લાઈવ સ્ટોરેજ પાણી 1587.58 મિલિયન કયબીક મીટર થયું છે. બંધ આગામી ઉનાળા માટે પાણીના વપરાશ માટે સક્ષમ બની રહ્યો છે. ડેમના દરવાજા ન હોત તો નર્મદા ડેમ હાલમાં 32 સે.મીથી ઓવરફ્લો થતો હોત.
નર્મદા જિલ્લામાં સરેરાસ 2883 મિમી વરસાદ
ગરુડેશ્વર તાલુકામાં 31તારીખનો 78 મિમી વરસાદ નોંધાયો તથા સિઝનનો કુલ 583 મિમી વરસાદ, ડેડીયાપાડા તાલુકામાં 31 તારીખનો 40 મિમી વરસાદ નોંધાયો તથા સિઝનનો કુલ 538 મિમી વરસાદ, તિલકવાળા તાલુકામાં 31 તારીખનો 147મિમી વરસાદ નોંધાયો તથા સિઝનનો કુલ 670 મિમી વરસાદ, નાંદોદ તાલુકામાં 31 તારીખનો 69 મિમી વરસાદ નોંધાયો તથા સિઝનનો કુલ 562 મિમી વરસાદ, સાગબારા તાલુકામાં 31 તારીખનો 30 મિમી વરસાદ નોંધાયો તથા સિઝનનો કુલ530 મિમી વરસાદ નોંધતા નર્મદા જિલ્લામાં સરેરાસ 2883 મિમી વરસાદ વરસેલ છે.