નર્મદે-સર્વદે – દિલીપ પટેલ – ખાસ અહેવાલ
નર્મદા ઘાટી પરિયોજનાને મંજુરી મળ્યે 40 વરસ થયા છે. ત્યારથી લઈને આજ સુધી નર્મદાનો પ્રવાહ પાતળો પડ્યો, તેમાં પાણી ઓછુ થયું અને નર્મદાના નામે પ્રચાર ઝાઝો થયો છે. પણ તેના પાણીથી ખરેખર વિકાસ થાયો નથી. માત્ર નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને આપવાના પાણીની યોજના જ બની ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસથી આવતાં પાણીનો પ્રવાહ 50 એટક ફીટ ઘટી જતાં બંધ ખાલી રહે છે. ત્રણ વર્ષથી બંધ પૂરો થઈ ગયો પણ તે ભરાયો નથી અને જ્યારથી વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ બંધને રાષ્ટ્રને અર્પણ કર્યો છે ત્યારથી તે ભરાયો નથી અને તેથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરાયું છે અને વીજળી પેદા કરવાનું પણ બંધ કરાયું છે. હવે બંધથી નીચેની નર્મદા નદીમાં પાણી ન આવતાં દરિયાના પાણી 80 કિમી સુધી આવી ગયા છે અને હવે નદીનું પાણી કાળું પડી ગયું છે. વિશ્વની પ્રથમ 8 નદી પૈકીની નર્મદા નદી હવે સુકાઈ ગઈ છે.
પર્યાવરણ સુરક્ષાના અને પુનાર્વાસના કામો પુરા ન થયા છતાં 138 મીટર ઊંચો બંધ બાંધી દેવાયો. નર્મદા નદીનું જંગલ કાપવાના કારણે કુદરતી ચક્ર વેરવિખેર થયું છે. ચોમાસામાં અતિવર્ષા અને પુરનો પ્રકોપ – ઉનાળામાં પાણી ઘટી જાય છે.
મધ્ય પ્રદેશ સરકારે 2016માં નર્મદા સેવા યાત્રા કાઢી. નવા વૃક્ષો વાવી જંગલ વિસ્તાર વધારવાની વાત કરી હતી. જંગલોનું રક્ષણ કરતાં તે તો હવે નર્મદાની ખીણ છોડી વસાહતોમાં રહેવા મજબૂર થયા છે. નદીના પાણીના જળગ્રહણ ક્ષેત્રોમાં મોટા મોટા બંધોને કારણે પશ્ચિમી મધ્ય પ્રદેશના ૪૩૦૦૦ હે વિસ્તારમાં જંગલો ડૂબી ગયા હતા. વૃક્ષોથી ઉજ્જડ થયેલા વિસ્તારનો કાંપ હવે બંધમાં ઠલવાવા લાગ્યો છે. બંધમાં અગાઉ કરતાં વધું માટી ભરાઈ રહી છે.
નર્મદાનો 280 લાખ એકર ફિટનો પ્રવાહ ઘટીને હવે 230 એકરફીટ થઈ ગયો છે. 50 એકર ફીટ પાણી ઘટી ગયું છે. તેથી હવે નર્મદા બંધ છલકાતો નથી કે પાણી ભરાતું નથી. જે આ છેલ્લાં ત્રણ વર્ષથી નર્મદા બંધમાં પાણી ન રહેતાં, પાવર હાઉસ બંધ રહેતા અને નર્મદા નદી સુકાઈને ખારી તથા પ્રદુષિત થતાં નર્મદાનાં પાણી માટે વિવાદ કરતાં ચાર રાજ્યોને એ વાત સમજાણી છે. નદીમાં એટલું પાણી નથી બચ્યું જેટલાંના ભરોસે આખી યોજના બનાવી હતી. નદીઓનો પાણીનો પ્રવાહ ઘટવાના કારણે ઊંચા બંધ ભરાતા નથી.
નર્મદા નદી માટે ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્ય પ્રદેશ – એકેય રાજ્યની સરકારે પર્યાવરણ સુરક્ષા ના પગલા ભરવાની દરકાર કરી નથી. સ્રાવ ક્ષેત્ર વિકાસના કામ ગુજરાતે જેવા તેવા પુરા કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારે તેના ભાગે આવતું કામ 68% પૂર્ણ કર્યું હતું. મધ્ય પ્રદેશની ભાજપની શિવરાજ સરકારે 4.29 લાખ હેક્ટરમાંથી માત્ર 1.61 લાખ હેક્ટર જે માત્ર 38 ટકા જ કામ કર્યું છે. આના કારણે નદીનો પાણીનો પ્રવાહ ઘટવા લાગ્યો છે.
10 જાન્યુઆરી 2018માં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ જાહેર કર્યું કે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. તેથી ગુજરાતના ખેડૂતોને પિયત માટે નર્મદાનું પાણી નથી મળતું. 138 મીટર ઊંચાએ પૂરા થયેલાં બંધના કામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકર્પણ કર્યું તેના પહેલા જ વર્ષથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવું પડ્યું છે. મોદીએ બંધને રાષ્ટ્રને સમર્પિત કર્યો તેના પહેલા વરસથી જ ખેડૂતોની અવદશા શરૂ થઇ છે.
1993માં જયંત પાટીલ સમિતિએ પોતાના અહેવાલમાં જાહેર કર્યું હતું કે વાસ્તવમાં પાણીનું વહેંણ 280 લાખ એકર ફૂટ થી ઘટીને 230 લાખ એકર ફૂટ રહી ગયું છે. ત્યારે મધ્ય પ્રદેશ સરકારે ડેમની ઉંચાઈ ઘટાડવાની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. કેમકે વિસ્થાપિતોને ખેતીલાયક જમીનો ફાળવી શકે તેમ નથી. 40 વરસ પહેલા યોજના બની ત્યારે નર્મદામાં પાણીની જે આવક હતી તે તો 20 વર્ષમાં જ ઘટી ગઈ હતી. પણ ગુજરાતની ભાજપની નરેન્દ્ર મોદી સરકારે એ વાત 13 વર્ષ છુપાવી છે.
માટી અને કાંપને વીજ ઉત્પાદન ઉપર થઈ છે, નજરે ન ચડે એવી સૌથી મોટી અને ગંભીર સમસ્યા પુરના કારણે ઊંચા જતા જળસ્તર( બેકવોટર)ની બની છે. નર્મદામાં ભળતી નાની નદીઓ પોતાનો કિનારો તોડી આસપાસના ખેતરો, રહેઠાણો અને રસ્તાઓ પર વિનાશ વેરી રહ્યા છે. કારણ કે નર્મદાની ખીણ બંને તરફથી પહાડોથી ઘેરાએલી છે અને સાંકડી છે. એમાં ઠેર ઠેર ભળતી સહાયક નદીઓના પાણીના સ્તરમાં થતો વધારો ડરાવનારો છે.
બંધનું આયુષ્ય વધારવું હોય તો બંધ બાંધતા પહેલા ડૂબતાં વિસ્તારને હરિયાળો બનાવવો પડે તેમ હતો અને તેની પાછળનું ખર્ચ રૂ.1400 કરોડ આવતું હતું. પરંતુ ગુજરાત સરકારે તે સમયે માત્ર રૂ.20 કરોડ ફાળવેલા હતા. નર્મદા યોજનાની મંજૂરી માટે એ શરત હતી. પણ ચારેય રાજ્યોએ તેનો અમલ જ ન કર્યો તેથી વરસાદ ઘટી ગયો અને કાંપ વધી ગયો. ગુજરાત સરકારે તો મંજુરી મળતા વેંત જ બંધ બાંધવાનું બારોબાર કામ શરુ કરી દીધું હતું. જેના માઠા પરિણામ હવે આવી રહ્યાં છે.
સરદાર સરોવર ડેમ ની ઉપરવાસની દુરસ્તી અને વિકાસનો ઘટના ક્રમ તપાસવા જેવો છે. તેમ નવી દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના પર્યાવરણ કક્ષમાં જણાવાયું હતું. તેમ ભરતસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
નર્મદા ડેમમાં 2016 કરતા 2017માં પાણીનો વધુ જથ્થો સંગ્રહ થયો હતો તો આખરે પાણી ક્યાં ગયું?
નર્મદા ડેમમાં પાણીની આવક ૨૦૧૬ કરતા ૨૦૧૭ના વર્ષમાં ઓછી થઇ છે તેના કારણે સંગ્રહ ઓછો થયો છે જેથી પાણીની કટોકટી સર્જાઇ છે તેવો દાવો રાજય સરકાર અને વહીવટી તંત્ર કરી રહ્યું છે તે જુઠ્ઠાણું હોય તેવો પર્દાફાશ વિધાનસભામાં નર્મદા વિભાગ દ્વારા જ અપાયેલી માહિતીમાં થવા પામ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં નર્મદા વિભાગ દ્વારા અપાયેલા જવાબમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ૨૦૧૬ના વર્ષમાં ૫૨,૧૮૧ મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો હતો જયારે ૨૦૧૭ના વર્ષમાં ૬૩,૧૭૨ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહ થવા પામ્યો છે.
વિધાનસભામાં કોંગ્રેસના લાખાભાઇ ભરવાડે નર્મદા ડેમમાં છેલ્લા બે વર્ષમાં દરેક મહિના મુજબ કેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો હતો તેવો સવાલ પૂછયો હતો. જેના લેખિત જવાબમાં નર્મદા વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવ્યું હતું કે, નર્મદા ડેમમાં કુલ ૯૪૬૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત કરી શકાય તેમ છે. તેમાં ૨૦૧૬ અને ૨૦૧૭ના વર્ષમાં મળેલા પાણીના જથ્થાની સરખામણી કરાય તો ૧૦,૯૯૧ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો વધુ આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જાન્યુઆરી ૨૦૧૮માં પણ ડેમમાં ૩૯૧૬ એમસીએમ પાણીનો જથ્થો સંગ્રહિત થયો હોવાનું જણાવાયું છે.
સરકાર અને વહીવટી તંત્ર દ્વારા નર્મદા ડેમને ઓછુ પાણી મળ્યું, ઉપરવાસમાં ઓછો વરસાદ અને ઝરણાની પાણીની આવકમાં ૧૦ ટકાનો ઘટાડો વિગેરે કારણો નર્મદા ડેમમાં પાણીનો ઓછો જથ્થો સંગ્રહ હોવાના અગાઉ અપાયા છે. પરંતુ તેની સામે નર્મદા ડેમમાં ગેટ બંધ કરવાના કારણે ૧૨૧.૯૨ મીટર ઉંચાઇથી વધુ ૯ મીટર પાણીનો જથ્થો એકઠો થયો હતો તે ક્યાં ગયો તેનો જવાબ તંત્ર આપી શકયું નથી. સરકાર સામે ચૂંટણી પહેલા સૌની યોજના અને રિવર ફ્રન્ટ વિગેરેમાં આડેધડ પાણી આપી દેવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ થતા રહ્યા છે. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પણ ડેમમાં સંગ્રહિત પાણીનો ક્યાં અને કેટલો વપરાશ કરાયો તેનો હિસાબ આપવા માગણી કરાઇ છે તે પણ નિગમ હજુ સુધી આપી શક્યું નથી.
વહીવટી તંત્રએ ૨૨ જાન્યુઆરીએ કહ્યું હતું કે, ‘આ વખતે પાણીની આવક સૌથી ઓછી રહી છે’ સરદાર સરોવર નર્મદા નિગમ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ૨૨ જાન્યુઆરીએ એવી જાહેરાત કરી હતી કે, છેલ્લા ૧૩ વર્ષમાં આ વખતે જ પાણીની સૌથી વધુ ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. નર્મદા ડેમમાં હવે માત્ર ૧૪.૬૬ મિલિયન એકર ફૂટ વાપરવા લાયક પાણીનો જથ્થો બચ્યો છે. છેલ્લા ૧૫ વર્ષમાં નદીના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ ઘણો ઓછો થતા પાણીની સૌથી ઓછી આવક રહી છે. જેને પરિણામે ગુજરાતને મળતા વાર્ષિક ૯ મિલિયન એકર ફૂટ પાણીનાં બદલે ૪૫ ટકા ઓછું એટલે કે ૪.૭૧ મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયું છે. જંગલોમાંથી ઝરણાઓ દ્વારા તથા ભૂગર્ભ પ્રવાહથી ૧૦ ટકા પાણી મળવાનું અંદાજાયું હતું. પણ તેમાં પણ ઘટાડો થયો છે.
માં નર્મદાની પરિક્રમાનો આજથી પ્રારંભ, 21 દિવસની પદયાત્રા
દુનિયામાં માત્ર એક જ નદી એવી પવિત્ર છે જેની પરિક્રમા થાય છે. એવી પુણ્ય સલિલામાં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ આજથી ચૈત્રી નવરાત્રીથી થયો છે. 21 દિવસ ચાલનારી આ પરિક્રમામાં રોજના હજારો ભક્તો આ પરિક્રમા કરે છે. ત્યારે નર્મદાના ગરુડેશ્વર ગામેથી પ્રારંભ થયો છે.
નર્મદામાં ઉત્તર દિશા તરફ વહેતી પુણ્ય સલીલામાં નર્મદાનું અનેરું મહાત્મ્ય છે. નર્મદા દર્શનથી પાપ નાશ થઇ જાય છે. ત્યારે નર્મદા નદીની પરિક્રમાનું પણ વિશેષ મહત્વ છે. ત્યારે આજે નર્મદા સુખી ભટ્ટ બનતા પરિક્રમા વાસીઓની લાગણી દુભાઈ રહી છે.
પુરાણોમાં દર્શાવેલી વાતો પ્રમાણે નર્મદાએ ભગવાન શિવની પુત્રી છે અને તે કુવારી છે. એટલે કે સાગરમાં મલતી નથી અને આખા ભારતમાં આ એક એવી નદી છે કે જેની પરિક્રમા શક્ય છે. આ પરિક્રમા કરી અનેક લોકો મનની શાંતિ પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ પુરાણોમાં છે. ખાસ કરીને પંચકોસી નર્મદા પરિક્રમા 21 દિવસમાં પૂરી કરી શકાય છે. આ પરિક્રમા ચૈત્ર માસ માજ કરવામાં આવે છે.
હાલ ભારત ભરમાંથી માં નર્મદાના ભક્તો ધ્વારા 21 દિવસ માટે પરિક્રમાનો પ્રારંભ નર્મદા જીલ્લાના ગરુડેશ્વરના પવિત્ર તટેથી કરવામાં આવ્યો છે. જેમાં હજારો ભાવિકો જોડાય છે. આ પરિક્રમા રોજ 12 કિલોમીટર ચાલી 300 કિલોમીટર ફરી ગરુડેશ્વર માજ પૂર્ણ કરવામાં આવે છે.
ત્યારે નર્મદા નદીમાં આજે પાણી ન હોવાને કારણે ભક્તો લાગણી દુભાઈ રહી છે. નર્મદા નદી આજે હાડપિંજર બનતા નદીમાં ગંદકી વધી રહી છે. ભક્તોને સ્નાન કરવા માટે પણ આજ ગંદકીમાં સ્નાન કરવું પડે છે. આજથી શરૂ થયેલ પંચકોશી પરિક્રમા હજુ 21 દિવસ એટલે કે આખ્ખો મહિનો ચાલશે ત્યારે પરીકરમાં વાસીઓ પણ નદીમાં પાણી છોડાય જેની માગ કરી રહ્યા છે.
નર્મદા નદીને પુરાણોમાં માનું સ્વરૂપ અપાયું છે. એટલા માટે જ નર્મદા ભક્તો પુણ્ય કમાવવા અને નર્મદાની ભક્તિ કરવા માટે નર્મદા નદીની પરિક્રમા પગપાળા કરે છે. કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું આચમન કરવાથી જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય નર્મદા નદીના દર્શન માત્રથી મળે છે. નર્મદા નદીનું આવું ઘણું ધાર્મિક મહત્વ હોવાના લીધે નર્મદા નદીની નર્મદા પરિક્રમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ કરી રહ્યા છે.
ત્યારે ખડખડ વહેતી નર્મદા નદી હાલ સુખી પડવાને કારણે વહેતી બંધ પડતા કેટલાય પશુપક્ષીને પાણી અને નાવિકોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે સરકારે સૌની યોજના અને ડેમ ભરવામાં સરદાર સરોવરનું પાણી વેરફી નાખ્યુંનો પરિક્રમા વાસીઓનો આક્ષેપ છે. જો આ સરકાર વહેલી તકે ડેમના પાણીની જાળવણી નહિ કરે તો નર્મદા નદી પણ લુપ્ત થાય તેમ હાલ દેખાય રહ્યું છે.
સ્કંદપુરાણમાં જણાવ્યા અનુસાર, નર્મદા નદીની પરિક્રમા સૌ પ્રથમ માર્કેન્ડીય નામ ઋષિમુનીએ કરી હતી અને નર્મદા નદીની પરિક્રમા કરવાથી 21 જન્મોનો મોક્ષ મળે છે. તેમજ જીવનની કોઈ પણ તકલીફ હોય તે દુર થઇ જાય છે. આ નર્મદા જીલ્લામાં વહેતી નર્મદા નદીમાં પરિક્રમા કરવા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના શ્રધ્ધારું ઉમટે છે.
સફેદ અને ભગવાં વસ્ત્ર અને નર્મદે હર ના નારા સાથે દસ પંદરના સમૂહમાં પરિક્રમા નીકળેલા શ્રદ્ધાળુ જ્યાં કોઈ આશ્રમ મળે ત્યાં જમી લેતા હોઈ છે. 300 કિમીની આ પરિક્રમામાં અનેક તકલીફો આવતી હોય છે. જે નર્મદા બારેમાસ વહેતી નદી છે, જે આજે પરિક્રમા વાસીઓ નદીની પરિક્રમા કરે છે. ત્યારે આજ નદી સુખી બનતા જેમાં કાદવ કિચ્ચર અને લિલ બનતા હવે પરીકરમાં કરવામાં પણ વિલંભ થાય છે. સરકાર પાસે આ મહિનામાં વહેલી ટકે નદીમાં પાણી છોડવાની માગ કરે છે.
કહેવાય છે માં નર્મદાના દર્શન માત્રથી પવિત્ર થવાય છે. પરંતુ જો ચૈત્રી માસમાં જે વ્યક્તિ પરિક્રમા કરે છે. તેને 3750કી.મીની આખી નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યાનું પુણ્ય મળે છે. ત્યારે આ નદી હાલ સરકારના અનઆવરત ને કારણે નદી મૃત પાય બની રહી છે. ભક્તોની લાગણી દુભાય રહી છે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં આ નદીની પરિક્રમા કરવા માટે ભક્તો માટે સરકાર પાણી છોડે છે કે પછી નદીની પરિક્રમા બંધ થાય છે.