નર્મદા બંધથી કંપનીઓને ફાયદો સાથી રાજ્યોને નહીં

સરદાર સરોવર ડેમ પર સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં “જૂઠાણું” છે, જે સૂચવે છે કે, સરદાર સરોવર બંધનો અર્થ ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી આપવા માટે હતો, ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સૂકા વિસ્તારો માટે, પણ ખરેખર એવું બન્યુ નથી. તેમ નર્મદા બચાવો આંદોલન (એનબીએ) એ કહ્યું હતું.

સરદાર સરોવર ડેમના નિર્માણમાં વિલંબ માટે કૉંગ્રેસને દોષ આપતા મોદીએ કહ્યું હતું કે, સરદાર સરોવર ડેમ સરદાર પટેલનો વિચાર હતો. પરંતુ, આ ડેમ પર કામ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, મને આ પ્રોજેક્ટ માટે ભૂખ હડતાળ પર બેસવું પડ્યું. એનડીએ સત્તામાં આવ્યા પછી, કાર્યની ગતિમાં નોંધપાત્ર વધારો થયો અને તેનાથી ઘણા લોકોને ફાયદો થયો. ”

મોદીની વાતનું ખંડન કરતાં એનબીએએ જણાવ્યું હતું કે, ખેડૂતોને બદલે, 481 કંપનીઓને પાણી પૂરું પાડવામાં આવે છે. હજું પણ આવી કંપનીઓ ભવિષ્યના લાભાર્થી બનશે. ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકાર ડેમને 139 મીટર સુધી ભરવા માંગે છે.

એનબીએ ઉમેર્યું હતું કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને બંધથી કોઈ ફાયદો થયો નથી. જ્યારે ડેમ પર ઉત્પાદિત 57 ટકા પાવર મધ્યપ્રદેશને અને 27 ટકા મહારાષ્ટ્રને આપવામાં આવે એવા કરારો છે. પણ ખરેખર તો તેમને કોઈ પણ વિજળી આપવામાં આવી નથી.
વર્ષ 2019 માં, જાન્યુઆરીથી મે દરમિયાન માત્ર 223 મિલિયન એકમો વીજળી પેદા થઈ હતી, જ્યારે મધ્યપ્રદેશ વીજળીની તીવ્ર તંગીનો સામનો કરતી વખતે 15 વર્ષમાં સૌથી નીચી છે. 2014માં, 2,019 મિલિયન એકમ વીજળી પેદા થઈ હતી. 2016 માં તે 3,200 મિલિયન એકમ વીજળી પેદા થઈ હતી.

આમ સાથી રાજ્યોનો કોઈ જાજો ફાયદો થયો નથી.
એનબીએ ઉમેર્યું છે કે, 12 મીટરથી ડેમની ઊંચાઈ 139 મીટર પર લઈ જવાથી દરવાજા બંધ કર્યા પછી પણ પાવર ઉત્પાદનમાં ઘટાડો કેમ થાય છે તે સમજવું મુશ્કેલ છે.