નર્મદા બંધમાં 15 મીટર નવું પાણી, ખેડૂતોએ મત ન આપ્યા તો સરકારે પાણી ન આપ્યું

નર્મદા બંધમાં પાણીની સપાટી ગયા વર્ષ કરતાં 15 મીટર વધી છે. ભરપુર પાણી હોવા છતાં ગુજરાત ભાજપની વિજય રૂપાણીની સરકાર 1 લાખ ખેડૂત કુટુંબોને ખેતરમાં કૃષિ સિંચાઈ માટે એક ટીંપું પાણી પણ આપતી નથી. જેના કારણે 5 લાખ લોકોને તેની સીધી અસર થઈ રહી છે. નહેરોમાં પાણી બંધ કરી દેવાયું છે. તેથી ઉનાળું પાક પણ લઈ શકાય તેમ નથી. 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવી જોઈતી હતી પણ રૂપાણી અને મોદી સરકારે માત્ર 2 લાખ હેક્ટરમાં જ સિંચાઈની નહેરો બનાવી છે. બંધ તો બની ગયો પણ ભાજપની સરકારો નહેરો બનાવવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે અબજો રૂપિયાની કૃષિ ઉપજ ગુમાવવી પડે છે.

મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીનો મોટો જથ્થો છોડવામાં આવતા સરદાર સરોવરમાં ડેમની સપાટી 119.21 મીટર પહોંચી ગઈ છે. ગયા વર્ષે 25 એપ્રિલના રોજ સરદાર સરોવર ડેમની સપાટી 104.45 મીટર હતી જેની સરખામણીએ ચાલુ વર્ષે પાણીની આવક 8405 ક્યુસેક રહેતા ડેમની સપાટી 119.21 મીટર પર પહોંચી છે. ગત વર્ષે આ સમયમાં પાણીની આવક 631 ક્યુસેક રહેતા ડેમની સપાટી 104.45 મીટર સુધી જ પહોંચી શકી હતી. ગત વર્ષે લાઇવ સ્ટોકનો જથ્તો 19 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયો હતો.

ઉલ્લેખનીય છે કે 5મી એપ્રિલે સરદાર સરોવર સ્થાપના દિવસે ડેમમાં પાણીના આવકમાં વધારો થવાન શરૂઆત થઇ હતી અને સપાટી 119.38 મીટર સુધી પહોંચી ગઇ હતી. એ સમયે જેમની સપાટીમાં વધારો થતાં 5,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

સરદાર સરોવરના નિયમો મુજબ, 110.64 મીટરનો પાણીનો લાઇવ સ્ટોક રાખવામાં આવે છે અને તેના ઉપરના જથ્થાને વાપરવા માટે છોડવામાં આવે છે. આ વર્ષે ડેમમાં 1105 MCM પાણીનો જથ્થો હાલ ડેમમાં હોવાથી 2018ની સરખામણીમાં આ વર્ષે લગભગ 15 મીટર જેવો જથ્થો વધારે છે જે ગુજરાત માટે રાહતના સમાચાર છે.

ખેડૂતો એવું માની રહ્યાં છે કે તેમની મુશ્કેલી વધી એટલે ભાજપને મત આપવાનું બંધ કરી દીધું તો ભાજપે તેમને પાણી આપવાનું બંધ કરી દીધું.