નર્મદા બંધ: કોની હતી ભૂંડી સરકાર અને કઈ સરકાર હતી કૃપાળુ?

56 વર્ષ પછી નર્મદા બંધનું કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂરું કર્યું છે. તે સમય દરમિયાન ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓએ નર્મદા બંધ પૂરો થાય એ માટે મરણીયા પ્રયાસ કર્યા હતા. પણ નર્મદા યોજના પૂરી ન થાય તે માટે દેશના અનેક લોકોએ વિરોધ કર્યો હતો. મધ્યપ્રદેશ સરકારોએ નર્મદા યોજના સામે સૌથી વધારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ 40 હજાર લોકોના પુનઃવસન અને પર્યાવરણના મુદ્દે મેધા પાટકરએ આંદોલનો કર્યા હતા. અનેક વખત બંધનું કામ તેમણે અટકાવી દીધું હતું.

સુપ્રિમ કોર્ટે પણ લોકોને વસાવવાના મુદ્દે બંધનું કામ અટકાવી દીધું હતું. બીજા રાજ્યો અને ગુજરાતે પણ લોકોને વસાવવા માટે કાળજી રાખી ન હોવાથી યોજનાનો વિલંબ વધી છે. છેલ્લે નરેન્દ્ર મોદીની સરકારે પણ નર્મદા માટે યોગ્ય કાળજી લીધી ન હોવાથી આજે નહેર બની ન હોવાથી પૂરી સીંચાઈ થઈ શક્તિ નથી. જો સીંચાઈ થતી હોત તો યોજનાનું ખર્ચ 10 વર્ષમાં નિકળી ગયું હોત. રાજનેતાઓ ગંભીર હોત તો 15 વર્ષ પહેલાં સિંચાઈ શરૂ થઈ ગઈ હોત. નર્મદા યોજના શરૂ કરવામાં ભાઈકાકા અને સરદાર પટેલનો સૌથી વધારે ફાળો હતો. ત્યાર બાદ કોંગ્રેસના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે કેન્દ્ર સરકાર, પર્યાવરણ વાદીઓ, વર્ડબેન્ક અને કોર્ટ સામે ભારે લડત આપી હતી. તેમણે તેમના પત્ની ઉર્મીલાબેન પટેલને આંદોલનના મોરચે ઉતાર્યા હતા. ત્યાર બાદ કેશુભાઈ પટેલે પણ સારી એવી જીંક જીલી હતી. ત્યાર બાદની મોટાભાગની સરકારો બોદી સરકાર હતી. જેથી તેનો લાભ 10 વર્ષ મોળો મળ્યો છે.

05-04-1961માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા બંધનો શિલાન્યાસ કર્યો હતો.

1/5/196૦ થી 18/9/1963 દરમિયાન મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા હતા. તેમના સમયમાં નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત કરાયુ તથા નવાગામ બંધમાંથી મહત્તમ લાભ મળે તે માટે સંશોધન હાથ ધરાયું હતું

18/9/1963 થી 2૦/9/1965 દરમિયાન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના કાર્યકાળ દરમિયાન બંધની ઊંચાઇ માટે ભોપાલ કરાર થયા તથા તેના અસ્વીકારને કારણે ભારત સરકારે ખોસલા સમિતિની રચના કરી, જેણે માસ્ટર પ્લાન રજુ કર્યો.

2૦/9/1965 થી 12/5/1971 દરમિયાન મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇના શાસન દરમિયાન ખોસલા સમિતિના અહેવાલનો અન્ય રાજ્યોએ અસ્વીકાર કરતા, ગુજરાત રાજ્યની રજુઆતને કારણે ભારત
સરકારે નર્મદા જળ વિવાદ પંચની રચના કરી હતી.

17/7/1973 થી 9/2/1974 દરમિયાન મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના સમયમાં વડાપ્રધાન સમક્ષ નર્મદા યોજનાનો નિર્ણય કરવા ભારે દબાણ લાવ્યા. જેમાં રાષ્ટ્રનું હિત સર્વોપરી ગણીને રાજ્યોના હક્ક રક્ષણ આપવું, વીજ ઉત્પાદન કરતા સિંચાઇને પ્રાધાન્ય આપવુ. કચ્છના સરહદ પર વધારે સિંચાઈ કરવા અંગે વિવાદ પંચ સમક્ષ રજૂઆત કરી અને બંધ 138.68 મીટર બનાવવા દેવા અંગેનો પંચનો આખરી ચૂકાદો

7/12/1979નાં રોજ આવ્યો હતો. જે મુજબ, નવાગામ બંધની પૂર્ણ જળાશય સપાટી 138.68 મીટર અને પાણીની વહેંચણી રાજ્યોવાર કારઈ હતી.

11/4/1977 થી 17/2/198૦માં મુખ્યમંત્રી બાબુભાઇ પટેલ પહેલાં વિવાદ વધારે ઉગ્ર બનતો હતો. ચાર રાજ્યો સહમત થતાં ન હતા. તેથી નર્મદા જળ વિવાદ પંચનો વિવાદ સતત રહેતો હતો. પણ

બાબુભાઈના સમયમાં પંચનો ચુકાદો પ્રાપ્ત થયો તથા બંધના બાંધકામની પ્રારંભિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં અને વિશ્વમાં બંધ બનાવવા સામે આંદોલનો થયા મેઘા પાટકરે તેની સામે ભારે વિરોધ કર્યો હતો. બંધના કારણે 40,000 લોકોને ખસેડવાનો ભારે વિરોધ થયો હતો.

7/6/198૦ થી 6/7/1985માં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા. પર્યાવરણ અંગેની મંજૂરી માટે રજુઆતો કરવામાં આવી. વિશ્વ બેંક તરફથી નાણાંકિય સહાય આપવાનો નિર્ણય થયો તથા મુખ્ય નહેરના શરૂઆતના 21 કિલોમીટર લંબાઇના કામો હાથ ધરવામાં આવ્યા હતા.

6/7/1985 થી 1૦/12/1989માં અમરસિંહ ચૌધરીની સરકાર હતી. ભારત સરકારના પર્યાવરણ વિભાગની આ યોજનાને મંજુરી મળતા, બંધ બનાવવાનું કામ શરૂં કરાયું અને બંધની ઉંચાઈ 21.5 મીટર સુધી પૂર્ણ કરી અને પાવર હાઉસની કામગીરી શરૂ કરી હતી. મુખ્ય નહેરની 8 કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા. ગુજરાત સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડની જાહેર સાહસ તરીકે રચના કરી, તેમજ ભારત સરકારના આયોજન પંચે આ યોજનાને મંજુરી આપી હતી. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજ્યોએ યોજવાનો ભારે વિરોધ કર્યો હતો.

1૦/12/1989 થી 4/3/199૦માં માધવસિંહ સોલંકીની સરકાર પાવર હાઉસના ટર્બાઇન સેટ પુરા પાડવાના કરાર થયા. બંધની ઉંચાઇ 24.5 મીટર સુધી લઈ જવામાં આવી હતી.

4/3/199૦ થી 17/2/1994માં ચીમનભાઇ પટેલની સરકારમાં પુનઃવસન એજન્સીની રચના કરવામાં આવી. બંધની ઊંચાઇ 69 મીટર લઈ જવામાં તેમને ઐતિહાસીક સપળતાં મલી હતી.

પર્યાવરણવાદીઓએ ભારે વિરોધ કરતાં બંધનું કામ અટકાવી દેવું પડ્યું હતું. ચીમનભાઈએ પોતે પર્યાવણવાદીઓ સામે આંદોલન કરીને યોજનાને આગળ ધપાવી હતી. તેઓ મુખ્ય નહેરનું કામ 89 કિલોમીટર, શાખા નહેરનું કામ 143 કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ 442 કિલોમીટર લંબાઇમાં પૂર્ણ કરવામાં સફળ રહ્યાં હતા.

17/2/1994 થી 14/3/1995માં છબીલદાસ મહેતા મુખ્યમંત્રીની સરકારમાં બંધની ઉંચાઇ 8૦.3 મીટર સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. મુખ્ય નહેરનું કામ રર કિલોમીટર, શાખા નહેરનું કામ 12૦ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ 3૨4 કિલોમીટર લંબાઇમાં પૂર્ણ થયા હતા.

14/3/1995 થી 21/1૦/1995માં ભાજપની પ્રથમ સરકારના વડા તરીકે કેશુભાઇ પટેલ બન્યા અને બંધનું કામ સુપ્રિમ કોર્ટે પુનઃવસન માટે સરકારે યોગ્ય કામ ન કરતાં અટકાવી દીધું હતું. મુખ્ય નહેરનું કામ 7 કિલોમીટર, શાખા નહેરનું કામ 3૦ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ 169 કિલોમીટરની લંબાઇમાં પૂર્ણ કરાયા.

21/1૦/1995 થી 19/9/1996માં ભાજપના સુરેશભાઇ મહેતા મુખ્યમંત્રી બન્યા સુપ્રિમ કોર્ટના હુકમને કારણે બંધની ઉંચાઇ વધારી શકાયેલ ન હતી. પરંતુ મુખ્ય નહેરનું કામ 8 કિલોમીટર, શાખા નહેરનું કામ 112 કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ 26૦ કિલોમીટરની લંબાઇમાં પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી.

23/1૦/1996 થી 27/1૦/1997માં શંકરસિંહ વાધેલા મુખ્યમંત્રી હતા. બંધ બાંધવા સામે સુપ્રિમ કોર્ટનો મનાઇ હુકમના કારણે ઊંચાઇ વધારી શકાયેલ ન હતી. મુખ્ય નહેરનું કામ ૨૦ કિલોમીટર, શાખા નહેરનું કામ 9૨ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૨4૦ કિલોમીટર લંબાઇમાં પૂર્ણ કરાયું હતું. દિલીપ પરીખની સરકારમાં પણ બંધનું કામ શરૂં થઈ શક્યું ન હતું.

4/3/1998 થી 7/1૦/2૦૦1માં ફરી કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા અને બંધનું કામ શરૂ કરવાની મંજૂરી સુપ્રિમ કોર્ટે આપી હતી. તેઓ બંધની ઊંચાઇ 8૦.3 મીટરથી 9૦ મીટર સુધી લઇ જવામાં સફળ રહ્યાં હતા. વીજ મથકની ટનલ પણ અનેક વાંધાઓ પછી પૂરી કહી હતી. તેમણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં વિશાળ પાઈપલાઈનો નાંખી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવ્યું તથા મુખ્ય નહેરનું કામ 86.5૦ કિલોમીટર, શાખા નહેરનું કામ 119 કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ 528 કિલોમીટરની લંબાઇ વધારી શક્યા હતા. સિંચાઈ થવા લાગી હતી.

7/1૦/2૦૦1થી 2014 સુધી 13 વર્ષ સુધી સળંગ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહ્યાં હતા. બંધની ઉંચાઈ 90મીટરથી 121 મીટર પહોંચી, પાવર હાઉસ શરૂ થયું, 1.94 હેક્ટર સુધી સિંસાઈ લઈ ગયા. મુખ્ય નહેરનું 155 કિ.મી. અને શાખા નહેરનું 809 કિ.મી. પાણી વિતરણ વ્યવસ્થા 9,862 કિ.મી, સુધી લઈ ગયા હતા. બંધના દરવાજા મૂકવા માટે ઓથોરિટીએ મંજૂરી આપી હતી.

આનંદીબેન અને વિજય રૂપાણીની સરકારે દરવાજા મૂકાવી દીધા. જે 134.15 મીટર સુધી પાણી ભરી શકાશે.