[:gj]નર્મદાના નામે ફરી એક વખત ભાજપનું રાજકારણ[:]

[:gj]

નાયબ મુખ્ય પ્રધાન અને નર્મદા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, ચારે ભાગીદાર રાજ્યોને કોર્ટ દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે ૩૧ જૂલાઈ ૨૦૧૭ સુધીમાં નર્મદા વિસ્થાપીતોને ખસેડી દેવા જેથી કરીને ચોમાસામાં વરસાદ થતાં સંપૂર્ણ ડેમ ભરી શકાય. મધ્યપ્રદેશના વિસ્થાપીતોને ખસેડવા માટે ગુજરાત સરકારે રૂ.૪૦૦ કરોડ જે તે સમયે મધ્યપ્રદેશ સરકારને ચુક્વી દીધા છે. મધ્ય પ્રદેશનું નિવેદન તદ્દન ગેરવ્યાજબી છે. તેઓને જો કોઈ પ્રશ્ન હોય તો ગુજરાત સરકારનું લેખીતમાં કે ટેલીફોનીક ધ્યાન દોરવું જોઈએ જાહેરમાં આવા નિવેદનો કરવા જોઈએ નહી. તેમ તેમણે ઉમેર્યું હતું.

ફરી એક વખત નર્મદાના નામે રાજાકણ રમાય છે પણ ગુજરાતમાં સ્થિતી અત્યંત ખરાબ છે. નર્મદે સર્વ દે હવે રહ્યું નથી. ગુજરાતની ભાજપ સરકારે અને મધ્ય પ્રદેશની ભાજપ સરકારે જે કરવું જોઈએ તે કર્યું નથી.

નર્મદા નદીમાં વરસાદી પાણી 50 એકર ફૂટ ઘટી ગયું, બંધ સામે પ્રશ્નાર્થ

નર્મદા ઘાટી પરિયોજનાને મંજૂરી મળ્યે 40 વરસ થયા છે. ત્યારથી લઈને આજ સુધી નર્મદાનો પ્રવાહ પાતળો પડ્યો, તેમાં પાણી ઓછુ થયું અને નર્મદાના નામે પ્રચાર ઝાઝો થયો છે. પણ તેના પાણીથી ખરેખર વિકાસ થાયો નથી. માત્ર નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને આપવાના પાણીની યોજના જ બની ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસથી આવતાં પાણીનો પ્રવાહ 50 એટક ફીટ ઘટી જતાં બંધ ખાલી રહે છે. ત્રણ વર્ષથી બંધનું કામ પૂરું થયું છે, પણ તે ભરાયો. જ્યારથી વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ બંધને રાષ્ટ્રને અર્પણ કર્યો છે ત્યારથી તે ભરાયો નથી. તેથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરાયું છે. વીજળી પેદા કરવાનું પણ બંધ કરાયું છે. બંધથી નીચેની નર્મદા નદીમાં પાણી ન આવતાં દરિયાના પાણી 80 કિમી સુધી આવી ગયા છે અને નદીનું પાણી કાળું પડી ગયું છે. વિશ્વની પ્રથમ 8 નદી પૈકીની નર્મદા નદી હવે સુકાઈ ગઈ છે.

કામ ન થયા બંધ ઊંચો કરી દીધો

પર્યાવરણ સુરક્ષાના અને પુનાર્વાસના કામો પુરા ન થયા છતાં 138 મીટર ઊંચો બંધ બાંધી દેવાયો. નર્મદા નદીનું જંગલ કાપવાના કારણે કુદરતી ચક્ર વેરવિખેર થયું છે. ચોમાસામાં અતિવર્ષા અને પુરનો પ્રકોપ – ઉનાળામાં પાણી ઘટી જાય છે. મધ્ય પ્રદેશની ભાજપ સરકારે 2016માં નર્મદા સેવા યાત્રા કાઢી. નવા વૃક્ષો વાવી જંગલ વિસ્તાર વધારવાની વાત કરી હતી. જંગલોનું રક્ષણ કરતાં તે તો હવે નર્મદાની ખીણ છોડી વસાહતોમાં રહેવા મજબૂર થયા છે. નદીના પાણીના જળગ્રહણ ક્ષેત્રોમાં મોટા મોટા બંધોને કારણે પશ્ચિમી મધ્ય પ્રદેશના 43000 હેક્ટર વિસ્તારમાં જંગલો ડૂબી ગયા હતા. વૃક્ષોથી ઉજ્જડ થયેલા વિસ્તારનો કાંપ હવે બંધમાં ઠલવાવા લાગ્યો છે. બંધમાં અગાઉ કરતાં વધું માટી ભરાઈ રહી છે.

પાણીનો કાયમી પ્રવાહ ઘટી ગયો

નર્મદાનો 280 લાખ એકર ફિટનો પ્રવાહ ઘટીને હવે 230 એકરફીટ થઈ ગયો છે. 50 એકર ફીટ પાણી ઘટી ગયું છે. તેથી હવે નર્મદા બંધ છલકાતો નથી કે પાણી ભરાતું નથી. જે આ છેલ્લાં ત્રણ વર્ષથી નર્મદા બંધમાં પાણી ન રહેતાં, પાવર હાઉસ બંધ રહેતા અને નર્મદા નદી સુકાઈને ખારી તથા પ્રદુષિત થતાં નર્મદાનાં પાણી માટે વિવાદ કરતાં ચાર રાજ્યોને એ વાત સમજાણી છે. નદીમાં એટલું પાણી નથી બચ્યું જેટલાંના ભરોસે આખી યોજના બનાવી હતી. નદીઓનો પાણીનો પ્રવાહ ઘટવાના કારણે ઊંચા બંધ ભરાતા નથી.

ભાજપની સરકાર જવાબદાર

નર્મદા નદી માટે ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્ય પ્રદેશ – એકેય રાજ્યની સરકારે પર્યાવરણ સુરક્ષા ના પગલા ભરવાની દરકાર કરી નથી. સ્રાવ ક્ષેત્ર વિકાસના કામ ગુજરાતે જેવા તેવા પુરા કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારે તેના ભાગે આવતું કામ 68% પૂર્ણ કર્યું હતું. મધ્ય પ્રદેશની ભાજપની શિવરાજ સરકારે 4.29 લાખ હેક્ટરમાંથી માત્ર 1.61 લાખ હેક્ટર જે માત્ર 38 ટકા જ કામ કર્યું છે. આના કારણે નદીનો પાણીનો પ્રવાહ ઘટવા લાગ્યો છે.

રસાદ ઘટી ગયો

10 જાન્યુઆરી 2018માં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ જાહેર કર્યું કે નર્મદા નદીમાં ચોમાસાના પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. તેથી ગુજરાતના ખેડૂતોને પિયત માટે નર્મદાનું પાણી નથી મળતું. 138 મીટર ઊંચાઈએ પૂરા થયેલાં બંધના કામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકર્પણ કર્યું તેના પહેલા જ વર્ષથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવું પડ્યું છે. મોદીએ બંધને રાષ્ટ્રને સમર્પિત કર્યો તેના પહેલા વરસથી જ ખેડૂતોની અવદશા શરૂ થઇ છે.

1993ની વાત હવે સાચી પડી

1993માં જયંત પાટીલ સમિતિએ પોતાના અહેવાલમાં જાહેર કર્યું હતું કે વાસ્તવમાં પાણીનું વહેંણ 280 લાખ એકર ફૂટ થી ઘટીને 230 લાખ એકર ફૂટ રહી ગયું છે. ત્યારે મધ્ય પ્રદેશ સરકારે ડેમની ઉંચાઈ ઘટાડવાની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. કેમકે વિસ્થાપિતોને ખેતીલાયક જમીનો ફાળવી શકે તેમ નથી. 40 વરસ પહેલા યોજના બની ત્યારે નર્મદામાં પાણીની જે આવક હતી તે તો 20 વર્ષમાં જ ઘટી ગઈ હતી. પણ ગુજરાતની ભાજપની નરેન્દ્ર મોદી સરકારે એ વાત 13 વર્ષ છૂપાવી છે.

આસપાસ વિનાશ

માટી અને કાંપને વીજ ઉત્પાદન ઉપર થઈ છે, નજરે ન ચડે એવી સૌથી મોટી અને ગંભીર સમસ્યા પુરના કારણે ઊંચા જતા જળસ્તર( બેકવોટર)ની બની છે. નર્મદામાં ભળતી નાની નદીઓ પોતાનો કિનારો તોડી આસપાસના ખેતરો, રહેઠાણો અને રસ્તાઓ પર વિનાશ વેરી રહ્યા છે. કારણ કે નર્મદાની ખીણ બંને તરફથી પહાડોથી ઘેરાએલી છે અને સાંકડી છે. એમાં ઠેર ઠેર ભળતી સહાયક નદીઓના પાણીના સ્તરમાં થતો વધારો ડરાવનારો છે.

વૃક્ષો ન ઉગાડ્યા

બંધનું આયુષ્ય વધારવું હોય તો બંધ બાંધતા પહેલા ડૂબતાં વિસ્તારને હરિયાળો બનાવવો પડે તેમ હતો અને તેની પાછળનું ખર્ચ રૂ.1400 કરોડ આવતું હતું. પરંતુ ગુજરાત સરકારે તે સમયે માત્ર રૂ.20 કરોડ ફાળવેલા હતા. નર્મદા યોજનાની મંજૂરી માટે એ શરત હતી. પણ ચારેય રાજ્યોએ તેનો અમલ જ ન કર્યો તેથી વરસાદ ઘટી ગયો અને કાંપ વધી ગયો. ગુજરાત સરકારે તો મંજૂરી મળતા વેંત જ બંધ બાંધવાનું બારોબાર કામ શરુ કરી દીધું હતું. જેના માઠા પરિણામ હવે આવી રહ્યા છે. સરદાર સરોવર ડેમ ની ઉપરવાસની દુરસ્તી અને વિકાસનો ઘટના ક્રમ તપાસવા જેવો છે. તેમ નવી દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના પર્યાવરણ કક્ષમાં જણાવાયું હતું. તેમ ભરતસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

ખેતી અને નદી ખતમ

નર્મદા નદી બે કાંઠે વહેતી હતી તેના કાંઠા ક્યાં છે એ હવે શોધવું પડે એમ છે. નર્મદા નદીમાં ‘સરદાર સરોવર ડેમ’ બન્યા પછી અને વિશેષ તો દરવાજા લગાવ્યા પછી નર્મદામાં નદીના પાણીની જગ્યાએ દરિયાના પાણી આવે અને જાય છે. નર્મદા નદી “સરદાર સરોવર ડેમ” પછીની નદીખતમ થઇ રહી છે અને પ્રકૃતિ સાથે સરકાર રમત રહી છે. નદી કાંઠાના ખેતરોમાં ગુલાબની ખેતી થતી હતી જે હવે ખતમ થઈ રહી છે. અહીં હવે ગુલાબ થવાના બંધ થઈ રહ્યાં છે. વળી માછલી પકડવાનો વ્યવસાય અને માછલી ખાઈને જીવતાં પરિવાર ઉપર આફત આવી પડી છે. તેમ પર્યાવરણ સુરક્ષા સમિતિએ જણાવ્યું હતું. નર્મદા નદી ભરૂચ-નર્મદા જીલ્લાની જીવાદોરી હતી, માછીમારો અને ખેડૂતો આ નદી પર નિર્ભર છે. હવે જયારે દરિયાના ખારા પાણીનાઆવવાથી પાણીના બોર ખારા થયા છે, માછીમારી બંધ થઇ રહી છે, ખેડૂતોના સિંચાઈના પાણીના પ્રશ્નો ઉભા થયા છે.

40 હજાર પરિવારો નદીમાં ડૂબી જશે

સરદાર સરોવર પ્રોજેક્ટના 40,000હેકટરમાં ફેલાયેલો છે. 214 કિમી લંબાઈ ધરાવતા સરદાર સરોવર ડેમને કારણે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કુલ મળીને 244 ગામો અને એક કસ્બાને અસર થઈ છે. મધ્ય પ્રદેશના 192ગામો અને એક કસબામાંથી ઓછામાં ઓછા 150 ગામો મેદાનીપ્રદેશમાં વસેલા છે. ડૂબક્ષેત્રમાં ઓછામાં ઓછા 40,000 પરિવારો હજુ વસે છે. ડુંગરાળ વિસ્તારમાં વસતા સમુદાયના જંગલ અને જમીન 1990ના દાયકા પછી લુપ્ત થઇ રહ્યા છે. આ વિસ્તારમાં 2013ની ડૂબ વખતે આશરે 1000 ઘરો પાણીની નીચે આવી ગયાહતા. અને અહીં ખેત પેદાશ, ઘરો તેના માલ સમાન અને હોડીઓનું ભારે નુકશાન થયું હતું. મહારાષ્ટ્ર તથા ગુજરાત સરકારે 14,000પરિવારોનું પુનર્વસન જમીન આપીને કર્યું. પણ મધ્ય પ્રદેશએ પોતાને ત્યાં માત્રે 53 પરિવારોને જમીન આપી છે.

વિસ્થાપિતો

નર્મદા ટ્રીબુનલના ચૂક્દા મુજબ ગુજરાતે મધ્ય પ્રદેશના 5500 પરિવારને તથા મહારાષ્ટ્રના 770 પરિવારોને જમીન આપવી પડી. જયારે કે બાકીના લોકોએ પોતાના રાજ્યમાં જ રહેવાનું પસંદ કર્યું. મધ્ય પ્રદેશ સરકારે જમીનને બદલે રોકડ વળતર અસરગ્રસ્તોને આપવાનું નક્કી કર્યું. જે નર્મદા ટ્રીબુનલના અને સુપ્રીમ કોર્ટના 2000 તથા 2005 ના ચુકાદાની વિરુદ્ધે છે. રોકડ વળતર વિગેરેને કારણે ખોટી યાદીઓ બની, કૌભાંડો થયા હતા. પુનર્વસન નીતિ હાસ્યાસ્પદ બની હતી. જેને કારણે હજારો પરિવારો આજે પણ પુનર્વસનના અધિકારથી વંચિત રહી ગયા છે.

9 હજારની સામે 4 હજાર મીલિયન ક્યુબિક પાણી

વિધાનસભામાં કોંગ્રેસના લાખાભાઇ ભરવાડે નર્મદા ડેમમાં છેલ્લા બે વર્ષમાં દરેક મહિના મુજબ કેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો હતો તેવો સવાલ પૂછયો હતો. જેના લેખિત જવાબમાં નર્મદા વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવ્યું હતું કે, નર્મદા ડેમમાં કુલ ૯૪૬૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત કરી શકાય તેમ છે. તેમાં ૨૦૧૬ અને ૨૦૧૭ના વર્ષમાં મળેલા પાણીના જથ્થાની સરખામણી કરાય તો ૧૦,૯૯૧ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો વધુ આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જાન્યુઆરી ૨૦૧૮માં પણ ડેમમાં ૩૯૧૬ એમસીએમ પાણીનો જથ્થો સંગ્રહિત થયો હોવાનું જણાવાયું છે.

[:]