રાજ્યમાં 19 IAS અધિકારીઓની બદલી કરીને 5 જિલ્લા કલેક્ટર તરીકે મૂકાયા છે. જેમાં નર્મદા જિલ્લામાં આદિવાસીઓને સમજાવવામાં નિષ્ફળ રહેલાં કલેક્ટરને બદલી કાઢવામાં હોવાનું બહાર આવ્યું છે.
લોસકભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારે 19 IAS અધિકારીઓની બદલીનાં આદેશ કર્યા છે, જેમાં તાપી, નર્મદા, દ્વારકા, ડાંગ અને મહીસાગર જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યાં છે, 5 કલેક્ટર, 2 મ્યુનિસિપલ કરમિશનર તથા 5 ડીડીઓની બદલી કરવામાં આવી છે, જેમાં જામનગર તથા જૂનાગઢ મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના ટ્રાન્સફર થયા છે.
કયા અધિકારીની ક્યાં બદલી થઇ
જામનગરના મ્યુ. કમિશનર આર.બી.બારડની બદલી કરીને તેમને મહીસાગરના કલેક્ટર બનાવાયા
દેવભુમિ દ્વારકાના ડીડીઓ આર.આર.રાવલને ગાંધીનગરમાં ડીડીઓનો ચાર્જ સંભાળશે
વન વિભાગના સીસીએફ ડો.મહેશસિંઘની ટ્રાન્સફર મહેસાણાના યુવીસીએલના એમડી તરીકે
આદિજાતિ વિકાસના સચિવ આર.સી.મીણા હવે યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ બન્યા
મહેસાણા યુજીવીસીએલના એમડી પી.સ્વરૂપની બદલી આદિજાતિ વિકાસ, ગાંધીનગરના સચિવ તરીકે થઈ
એસ.એ.પટેલ જામનગરના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર
દેવભુમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર જે. આર. ડોડીયાની પણ બદલી, હવે તેઓ આદિજાતિ વિકાસના ડો.સેક્રેટરીનો ચાર્જ સંભાળશે
નરેન્દ્ર કુમાર મીણા દેવભુમિ દ્વારકા જિલ્લાના નવનિયુકત કલેકટર મનીષ કુમાર દેવભુમિ દ્વારકા જિલ્લાના નવનિયુકત ડીડીઓ બન્યાં
તાપી વ્યારાના કલેકટર N.K ડામોરની ડાંગ-આહવાના કલેકટર તરીકે બદલી
નર્મદાના કલેક્ટર R.S નીનામાની તાપી કલેક્ટર તરીકે બદલી
C.E.O & રિહેબિલિટેશન કમિશનર, સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી, વડોદરા & ચીફ એડમિનિસ્ટ્રેટર- સ્ટેચ્યુ ઓફ યુનિટી I.K પટેલની બદલી નર્મદાના કલેકટર તરીકે કરવામાં આવી