નવા વર્ષ નિમિત્તે વાચ્છડાદાદાના દર્શને ગયેલા અનેક લોકો રણમાં ફસાયા

કચ્છ,તા.31

દિવાળી બેસતા વર્ષ અને ભાઇબીજના દિવસે રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદે વિનાવ વેર્યો તો  છે જ પરંતુ સાથેસાથે લોકોના તહેવારની ઉજવણી ઉપર ગ્રહણ લગાડી દીધું હતું. જ્યારે બહાર ફરવા ગયેલા લોકોની પણ વરસાદે વિલન બનીને મજા બગાડી નાંખી હતી. કેટલાય દર્શનાર્તીઓ પણ યાત્રાધામોમાં ગયાં હતા ત્યાં ફસાઇ ગયાં હતાં. આવું જ ગુજરાતના વાછડાદાદાના મંદિરે દર્શાનાર્થે ગયેલા દર્શનાર્થીઓ સાથે બન્યું હતું.

કચ્છના નાના રણમાં આવેલા પ્રસિધ્ધ વાછડાદાદના મંદિરે દર્શન કરવા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. ધ્રાગંધ્રા પાસે આવેલા અને કચ્છના નાના રણમાં આવેલા આ સુપ્રસિધ્ધ મંદિરે ભક્તજોનોની ભીડ  હતી. પરંતુ તેમને સ્વનેય ખ્યાલ નહીં હોય કે આ વર્ષની વાચ્છડાદાદાના દર્શન  મુશ્કેલ બની જશે. સાંબેલાધાર વરસેલા વરસાદે ઝીંઝીવાડા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાબકાર કરી દીધું હતું. ચારેતરફ પાણી જ પાણી નજરે પડતું હતું. હજારની સંખ્યામાં મંદિરના દર્શન માટે ગયેલા ભકતો રણમાં જ પડેલા વરસાદમાં ફસાઇ ગયાં હતાં. ગાજવીજ અને પવન સાથે પડેલા વરસાદે વિનાશ વર્યો હતો. મોડીસાંજે પડેલા વરસાદને કારણે વીજથાંભલા પણ ધરાશાયી થઇ જતાં અંધારપટ છવાઇ ગયો હતો.

નાના બાળકો, વૃધ્ધો અને યુવાનો અને મહિલાઓ પણ મોટી સંખ્યામા્ં ફસાઇ ગયાં હતાં. તંત્ર પણ તાત્કાલિક લોકોની વ્હારે આવ્યું હતું તેમજ બચાવ અને રાહતની કામગીરી ઝડપથી શરૂ કરી દેવામાં આવી હતી.

કુડાથી 35 કિલોમીટર દૂર એવા આ મંદિરના ચારેકોરથીદર્શને આવેલા લગભગ એક હજારથી વધુ લોકો રણમાં ફસાઇ ગયાં હતાં. આ ઉપરાંત દર્શાનાર્થીઓનો સતત પ્રવાહ ચાલતો જ હતો પરંતુ વધુ લોકો ન ફસાય તે માટે તંત્ર દ્વારા માર્ગો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને યાત્રાળુઓને આગળ ન જવા દેવામાં આવ્યાં હતાં. જોકે ફસાયેલા એક હજારથી વધુ લોકોને હેમખેમ બહાર લાવવાની સૌથી મોટી અને કપરી જવાબદારી તંત્રની સ્થાનિક લોકો અને મંદિરની રહી હતી. આ જવાબદારી સુપેર પાર પાડીને તમામ ફસાયેલા દર્શનાર્થીઓને બહાર લાવવામાં આવ્યાં હતા. જળબંબાકારની સ્થિતિને કારણે  અનેક લોકોના વાહનો પણ ફસાઇ ગયેલા હતાં. પૂર જેવી સ્થિતિમા્ંથી તંત્ર અને સ્થાનિક લોકોએ ટ્રેકટરને કામે લગાડીને 230 જટેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.

વાછડાદાદા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સ્થાનિકો અને તેમના ટ્રેક્ટરો, બાઈક, રીક્ષા, ઇકો જેવા વાહનોની મદદ લેવામાં આવી હતી. કલેક્ટર અને રાજેશ્વરી માતાજી મંદિર દ્વારા ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ફસાયેલાઓને રાજેશ્વરી માતાજી મંદિરમાં રાતવાસો કરાવવામાં આવ્યો હતો. રાહત અને બચાવકામગીરી માટે વાછડાદાદા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સ્થાનિક ગામ લોકો, અને તેના ટ્રેક્ટરો , બાઈક, ઇકો જેવા વાહનોની મદદ લેવામાં આવી રાજેશ્વરી માતાજી મંદિર દ્વારા ફસાયેલા તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી.