નવું સંશોધન – ડોડી ખવડાવવાથી બકરીના દૂધમાં 22 ટકાનો વધારો થયો

અમદાવાદ : આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના પશુપોષણ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો કરીને બકરીનું દૂધ 22 ટકા વધારવાની નવી પદ્ધતિ શોધી છે. શેઢો કે પાળા પર થતી વનસ્પતિ ડોડીના પાન ખોરાક તરીકે આપવાના પ્રયોગ કર્યા બાદ વિજ્ઞાનીઓએ સાબિત કર્યું કે બકરીને કૂલ આહારમાં 1 ટકો ડોડી આપવાથી દૂધ ઉત્પાદન 22 ટકા વધે છે તેની સાથે દૂધના ફેટમાં 10 ટકાનો વધારો થાય છે.
આણંદના પશુ વિજ્ઞાનીઓની આ શોધ બકરી પાલનમાં ક્રાંતિ લાવી શકે તેમ છે. કારણ કે બકરી પાલન બીજા બધા પશુ કરતાં સરળતાથી થઈ શકે છે. રોજ 1.5થી 2 કિલો ગ્રામ દૂધ આપે છે. ગુજરાતમાં સૌથી વધું દૂધ આપતી બકરી સુરતી જાતની છે.

ડોડી 40 હજાર ટન દૂધ વધારી શકે
ગુજરાતમાં 130 લાખ ટન કૂલ દૂધ પેદા થાય છે જેમાં બકરીનું દૂધ 2.60થી 3.14 લાખ ટન બકરીનું દૂધ વર્ષે મળતું હોવાનો અંદાજ પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. ગુજરાતમાં 49.59 લાખ બકરી છે. એક વખત 460 ગ્રામ દૂધ એક બકરી આપે છે. જો નિયમિત રીતે ડોડી ખવડાવવામાં આવે તો દૂધના ઉત્પાદનમાં સરેરાશ 11 ટકાનો વધારો થતાં બકરીનું દૂધ 3.14 લાખ ટન વધીને 3.50 લાખ ટન સુધી થઈ શકે. જે ભેંસના દૂધની સાથે મેળવીને શ્રેષ્ઠ અને સ્વાદીષ્ઠ પનીર બનાવવામાં વાપરી શકાય તેમ છે.

માંગ વધશે
બકરીનું દૂધ બધા કરતાં શ્રેષ્ઠ છે. તે પચવામાં સરળ છે. આજે સ્ત્રીઓ પોતાના બાળકને સ્તન પાન કરાવતી નથી ત્યારે બકરીના દૂધની માંગ વધવાની છે.

આણંદ કૃષિ યુનિવર્સિટી 
આણંદ કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરી છે કે, બકરીને ડોડીના પાન ખવડાવો. દૂધાળ સુરતી બકરીઓ માટે કુલ મિશ્રિત આહારમાં જીવંતી – ડોડી 1 ટકો અને બાયપાસ ફેટ 2 ટકા આપવાથી દૂધનું ઉત્પાદન 22 ટકા અને દૂધના

ફેટમાં 10 ટકાનો વધારો થાય છે. 
ડોડી મેળવવી સરળ છે. તેની ખેતી થઈ રહી છે. ત્રણ કાપણી પછી હેક્ટર દીઠ 5થી 6 હજાર કિલો ઉત્પાદન મળે છે.
ડોડીથી ગેલેક્ટગ્રોઅર મળે છે, જે દૂધ વધારનારું તત્વ છે. તેથી દૂધ વધારે આવે છે એમ આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના પશુપોષણ સંશોધન કેન્દ્રના વડા પી. આર. પંડ્યાએ જણાવ્યું હતું.

ડોડી જ કેમ ?
ગુજરાતીમાં દોડી, ડોડી, ખરખોડી, ચડારપડી જેવા નામથી ઓળખવામાં આવે છે. માણસની દવા તરીકે તો સદીઓથી તમામ રોગમાં તે વાપરવામાં આવે છે. તે સેક્સ પાવર વધારનારી છે. જીવન આપનારી ડોડીનાં ફળ શાક તરીકે અને પાન ભાજી તરીકે શકાય છે. પાન, ફળ, ફૂલ, વેલો, મૂળ સહિત આખો વેલો ઔષધ તરીકે કામ આવે છે. પિત્તજન્ય વિકારોમાં રામબાણ ઔષધ છે. નિયમિત ખાવાથી શારીરિક શક્તિ વધે છે. દ્રષ્ટિ તેજ થાય છે. ઉનાળાની ગરમીથી થતા ઉનવા, રક્તસ્ત્રાવજન્ય રોગો મટે છે. બેતાળા જલ્દી આવતા નથી. પિત્ત અને વાયુ પ્રકૃતિવાળાને ખૂબ જ માફક આવે છે. જાતીય નબળાઈ વ્યંધ્યત્વ અને પિત્તથી પીડાતા દર્દીઓ સારા થતાં હોય છે.
જે ડોડીનું શાક અને બકરીનું દૂધ પીવે તેને આંખના નંબર આવતાં નથી. રતાંધણું મટે, ઘડપણ મોડું આવે, ત્વચા અને દ્રષ્ટિ યુવાન જેવા રહે છે. જીવંતીઘન, અશ્વગંધા, શુદ્ધ કૌંચા અને શતાવરી સરખે ભાગે મેળવવી લેવાથી જાતીય નબળાઈ દૂર થશે, સ્પર્મ કાઉન્ટ અને મોટેલીટી વધે છે.
બકરીનું દૂધ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. બકરીના દૂધમાં પોટેશિયમનું સ્તર વધારે હોય છે જે બ્લડ પ્રેશરને ઘટાડે છે અને વધવાથી અટકાવે છે.
ડોડીને જીવંતીકા કહે છે.

ગાય કે બકરી કોણ ઉત્તમ ? 
માણસ પોતાની માતાનું જ દૂધ પીવું જોઈએ. તે દૂધ બંધ થાય પછી જીવનભર બીજા પ્રાણીનું દૂધ ન પીવું જોઈએ. કારણ કે પ્રાણીનું દૂધ તેના સંતાનો માટે હોય છે, માણસો માટે નહીં. તેમ છતાં જો દૂધ પીવું જ હોય તો ગાય કે બકરીનું તેનો વિવાદ લાંબા સમયથી ચાલતો આવેલો છે. નવજાત બાળકોને ગાયનું દૂધ પીવડાવવાનો આગ્રહ લોકો રાખે છે. પરંતુ તાજેતરમાં રોયલ મેલબર્ન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (RMIT)ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગાય કરતાં બકરીનું દૂધ વધારે ગુણકારી હોય છે.
આ રિસર્ચ અનુસાર બકરીનું દૂધ પ્રીબાયોટિક અને એંટી ઈનફેક્શન ગુણ ધરાવે છે. તે બાળકોને થતા ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ઈનફેકશનથી બચાવ કરી શકે છે. પ્રીબાયોટિક હોય છે, જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને વધારે છે. જોખમી બેક્ટેરિયાથી રક્ષણ કરે છે. શોધ અનુસાર આ દૂધમાં કુદરતી રીતે જ 14 પ્રીબાયોટિક હોય છે જેમાંથી 5 એવા હોય છે જે બાળકના જન્મ બાદ માતાના દૂધમાં જોવા મળે છે.
બકરીના દૂધના ગુણ
બકરીના દૂધમાં એગ્લૂટિનિન નામનું કંપાઉંડ નથી હોતું. તેના કારણે દૂધમાં ચરબી નથી કે પીવાથી ચરબી ઉત્પન્ન થતી નથી. ગાયના દૂધમાં આ તત્વ જોવા મળે છે. બકરીના દૂધમાં ફેટ પાર્ટિકલ હોય છે જેમાં પ્રોટીન નાના બાળકોમાં થતી દૂધની ઉલટી કરવાની સમસ્યા દૂર કરે છે. એલર્જી વધારતું નથી. લેક્ટોસનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. – બકરીના દૂધમાં મગજની ક્ષમતા વધારતા સન્યુગ્મ લિનોલિક એસિડ હોય છે. બકરીના દૂધમાં સેલેનિયમ નામનું મિનરલ હોય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બકરીના દૂધમાં ß-casein ની સામગ્રી સ્તન દૂધ જેવી જ છે. ત્યારથી બકરીના દૂધ પ્રોટીનમાં ઘણા બધા આલ્બુમિન હોય છે, તે સરળતાથી બાળકના શરીરમાં ભાંગી, પાચન અને શોષણ કરી શકાય છે. બકરામાંથી દૂધ સાથેના ઓન્કોલોજીકલ બિમારીઓની સારવાર શક્ય છે.
ગાયના દૂધ કરતાં સુપાચ્ય હોય છે.
દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા જાહેર કરાયું છે કે, બકરીઓ દૂધને પચવામાં 20 મિનિટનો સમય લાગે છે, જ્યારે ગાયનાં દૂધને એક કલાકે પચે છે. બકરીનાં દૂધમાં સ્વાભાવિક રીતે એકરૂપતા હોય છે. ખેતીની કુલ આવકમાં 34 ટકા પશુપાલનની આવક છે જેમાં બકરી પણ છે. બકરી પાલન સસ્તું પડે છે. મહેસાણી, સુરતી, ઝાલાવાડી, કચ્છી બકરી છે. જેમાં સુરતી બકરી દુધાળ છે. જે સુરત આસપાસ જોવા મળે છે. સફેદ રંગ હોય છે, જેનું આઉ મોટું હોય છે. વર્ષમાં બે વખત વિયાય છે. દરેક વખતે બે કે ત્રણ બચ્ચા આપે છે. દૂધાળ ગાળો લાંબો અને વસૂકેલા દિવસો ઓછા હોય છે. 1.5થી 2 કિલો ગ્રામ દૂધ આપે છે. ગુજરાતમાં સૌથી વધું દૂધ આપતી બકરી સુરતી છે.
દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલય
દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા જાહેર કરાયું છે કે, બકરીનુ દૂધ ટી.બી., ઉધરસ, તાવ માટાડે છે. તીખા અને કડવા છોડ ખાય છે. પાણી થોડું પીવે છે. તેનું દૂધ તમામ રોગોને મટાડવા કરવામાં આવે છે. ગાયના દૂધ કરતાં બકરીનું દૂધ જલદી પચી જાય છે. સેક્સ વધારે છે.
બકરીનું દૂધ આલ્કલાઈન છે ગાયનું દૂધ એસેડીક છે. 20 મીનીટમાં પચી જાય છે. ઓછો કોલેસ્ટ્રોલ હોય છે. બકરીના દૂધમાં 20 જેટલા પ્રદુષિત તત્વો નથી હોતા જે બીજા પ્રાણીના દૂધમાં હોય છે. બાળકો માટે ઉત્તમ છે. દૂધમાંથી 25 ટકા ચીઝ બને છે. હ્રદય, આંતરડા, પાચન, પોષણ માટે દૂધ શ્રેષ્ઠ પુરવાર થયું છે.
અન્ય પશુનું દૂધ 
દૂઝણી બકરી પાછળ વર્ષે રૂ.600થી 800 અને દૂધના વેચાણની આવક રૂ.1300-1500 થાય છે. ચરીયાણ, નકામા ઝાડ વેલા ખાય છે. ભારતમાં ગાયની 43, ભેંસની 44 અને બકરીની 15 જાત છે. ગુજરાતમાં 6 જાતની બકરી છે.
ગુજરાત 51 ટકા ભેંસનું અને દેશ 40 ટકા ગાયનું દૂધ પીવે છે.  ગુજરાતમાં બકરી કોઈ પાળતું નથી કૂલ દૂધમાં 2.32થી 3 ટકા બકારીનું અને દેશમાં 3.50 ટકા બકરીનું દૂધ પીવે છે. શુદ્ધ દેશી ગાયનું દૂધ 17 ટકા દૂધ પીવે છે. આમ ગુજરાતમાં દેશી ગાયના દૂધ તરફ જઈ રહ્યાં છે. છતાં ક્રોસ બ્રીડ ગાયનું 24 ટકા દૂધ પીવાય છે.