અમદાવાદ,તા.૧૨
અમપા દ્વારા ૧૪ નેમ્બરથી આઠમા નેશનલ બુક ફેરનો આરંભ થવા જઈ રહ્યો છે.છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળામાં યોજાતો આ ફેર ગતવર્ષથી શિયાળામાં વૈશ્વિક હેરીટેજ વીક સાથે ઉજવવાની શરૂઆત કરાઈ છે.વલ્લભસદન ખાતે દસ દિવસ સુધી ચાલનારા આ બુકફેરમાં ઓનલાઈનના યુગમાં એક પ્રકાશકે ઓફલાઈન અરજી આપતા અમપા વર્તુળોમાં સોંપો પડી ગયો હતો.
આ અંગે મળતી માહીતી મુજબ,ગત વર્ષે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડમાં સાતમા નેશનલ બુક ફેરનુ ઉદ્ઘાટન કર્યુ હતુ.આ ફેરમાં એક પ્રકાશકે બળાત્કારના કેસમાં જેલમાં બંધ એવા આશારામના સાહીત્યનો એક સ્ટોલ નાંખી દેતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.ગત વર્ષના કડવા અનુભવ બાદ આ વખતે અમપા વહીવટીતંત્રે ફુંકી ફુંકીને અરજીઓ લેવાનો નિર્ણય કર્યો છે.શહેરના વલ્લભસદન ખાતે મુલાકાતીઓ માટે બોટીંગ પોઈન્ટની વ્યવસ્થા કરાઈ છે.સાથે જ એસી ડોમ,ચિલ્ડ્રન એકટવીટી વગેરેની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.