નવ વર્ષમાં નવ કરોડ રૂપિયાનો ખર્ચ છતાં ૪.૨૨ લાખ લોકોને કૂતરા કરડયા

અમદાવાદ શહેરમાં એક સમયે કૂતરા પકડવા માટે ગાડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીયાદને આધારે પહોંચતી અને કૂતરા પકડતી હતી.નવ વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે. હવે અમપાએ એનિમલ વેલ્ફેર બોર્ડના આદેશ મુજબ આ કામગીરી વિવિધ એજન્સીઓને સોંપી છે.શહેરમાં છેલ્લા નવ વર્ષમાં કૂતરા કરડવાના બનાવોમાં ૭૭ ટકા જેટલો વધારો નોંધાવા પામ્યો છે.આ પરિસ્થતિની વચ્ચે માણસે માણસને બચકા ભર્યા હોય એવા પણ બનાવો અમપાના ચોપડે નોંધાવા પામ્યા છે.

શહેરમાં કુતરા કરડવાના બનાવો વધી રહ્યા છે

અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૧માં કૂતરાઓની વસ્તી ગણતરી એક એનજીઓ દ્વારા કરાઈ હતી.જે મુજબ,શહેરમાં ૨.૧૫ લાખ કૂતરાઓની વસ્તી હતી.એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ અમપા દ્વારા કૂતરા પકડવા વિવિધ એજન્સીઓને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો.એક એજન્સીને એક દિવસના ૧૨૦ થી ૧૫૦ કૂતરા પકડીને તેનુ ખસીકરણ કરવા માટે શરૂઆતમાં રૂપિયા ૪૦૦ ચુકવવામાં આવતા હતા.જે આજે એક કૂતરા દીઠ રૂપિયા ૯૦૦ કરવામાં આવ્યા છે.વર્ષ-૨૦૧૯ના માર્ચ અંત સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ મળીને ૧.૨૯ લાખ કૂતરાઓને પકડીને તેનુ ખસીકરણ કરવામાં આવ્યુ છે.છતાં આંકડા ગવાહી આપે છે કે,કૂતરા કરડવાના બનાવો સતતઅમદાવાદ શહેરમાં વધી રહ્યા છે.

નવ વર્ષમાં જાનવરોના કરડવાના બનાવોના કેસ

વર્ષ કૂતરા બિલાડી વાંદરા અન્ય
૨૦૧૦ ૩૦૧૩૬ ૩૯૩ ૮૯ ૧૦૫
૨૦૧૧ ૩૮૬૨૨ ૨૭૫ ૪૫ ૪૧
૨૦૧૨ ૪૦૬૫૪ ૩૨૧ ૭૯ ૮૭
૨૦૧૩ ૪૦૭૩૭ ૪૧૮ ૯૬ ૯૪
૨૦૧૪ ૪૬૧૦૨ ૭૮૨ ૨૧૪ ૨૫૬
૨૦૧૫ ૫૦૦૩૦ ૫૬૭ ૧૩૦ ૧૩૪
૨૦૧૬ ૫૨૩૬૯ ૫૯૪ ૧૯૨ ૧૪૯
૨૦૧૭ ૫૭૪૦૨ ૪૫૩ ૧૬૪ ૧૩૭
૨૦૧૮ ૫૯૬૨૧ ૪૨૧ ૧૪૬ ૧૧૭

(નોંધ.વર્ષ-૨૦૧૯ માર્ચ અંત સુધીમાં આ સંખ્યા ૪.૨૨ લાખ સુધી પહોંચી છે,માહીતી સૌજન્ય અમપા)

અન્ય કરડવાના બનાવો..

ઉંદર 352
ઉંટ 07
ઘોડા 03
માણસ 17
ઘેટા 05
ભૂંડ 02

અમદાવાદ શહેરમાં મળેલી ફરીયાદો અને  કૂતરાનું ખસીકરણ

વર્ષ ખસીકરણ ફરીયાદો
૨૦૧૨-૧૩ ૨૫,૭૪૨ ૧૦,૮૨૩
૨૦૧૩-૧૪ ૨૬,૩૫૮ ૧૯,૩૩૧
૨૦૧૪-૧૫ ૩૦,૫૭૩ ૧૦,૩૭૨
૨૦૧૫-૧૬ ૩૯,૩૩૩ ૫,૪૭૪
૨૦૧૬-૧૭ ૩૩,૨૬૫ ૪,૯૩૨
૨૦૧૭-૧૮ ૩૧,૩૮૧ ૬,૧૯૦
૨૦૧૮-૧૯ ૧૪,૦૫૮ ૪,૨૪૩

હાલ કઈ એજન્સી કાર્યરત

એનિમલ રાઈટ ફાઉન્ડેશન(૭૩૫૯૧૧૨૨૦૦) દક્ષિણ,પશ્ચિમ,મધ્ય,પૂર્વ અને ઉત્તરઝોનના વિસ્તારો

ગોલ ફાઉન્ડેશન(૭૩૫૯૩૧૨૨૦૦) નવા પશ્ચિમઝોન

એનિમલ હેલ્પલાઈન ફાઉન્ડેશન(૯૧૦૬૯૧૬૯૬૯)નવા પશ્ચિમઝોન

વર્ષે બે કરોડ રૂપિયાનુ વાર્ષિક બજેટ ફળવાય છે

અમપાના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ,દર વર્ષે રૂપિયા બે કરોડનું બજેટ વિભાગ માટે ફાળવવામાં આવે છે.જેમાં કર્મચારીઓના પગારનો પણ સમાવેશ થઈ જાય છે.જા કે ચોકકસ કેટલો સ્ટાફ વિભાગમાં કાર્યરત છે એ અંગેની માહીતી આપવાનો તંત્ર દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે.