રાજકોટ શહેર વધુ અકવખત ગાંજા અને અન્ય નશીલા પદાર્થોની હેરફેરી માટે ચર્ચામાં આવ્યું છે. રાજકોટથી વારંવાર ગાંજા, ચરસ, બ્રાઉન સુગર સહિત અન્ય નશીલા પદાર્થોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે. રાજકોટમાં એસઓજીની ટીમે ફરી એકવાર પૂર્વ બાતમીના આધારે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરીને નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા. પોલીસે થેરાળા પાસેથી ૨૧ કિલો ગાંજા સાથે ૨ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ શહેરમાથી એસઓજીની ટીમે નશાનો કારોબાર કરતી વ્યક્તિઓને પકડી પડ્યા હતા.
રાજકોટથી ગોંડલ હાઇવે પર જતી એક રિક્ષામાં થેલા સાથે બેઠેલા બે શખ્સોની પોલીસે શંકાના આધારે તપસ કરી હતી. જેમાં ૧,૨૪,૬૨૦ રૂ ના ૨૦.૭૭૦ કિલો ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં ગાંજો સુરતથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી॰ પોલીસે વધુ તપસ કરતાં તેમની પાસેથી ગાંજા ઉપરાંત પણ અન્ય નશીલા પદાર્થો મળી આવ્યા હતા. આશખ્સો ૨૫-૨૫ ગ્રામ ની ગાંજા ને ૫૦૦રૂપિયામાં વેચતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પકડેલા આરોપીઓમાં ગની ઉર્ફે હનીફ લિંગડિયા અને અબ્દુલ જનાય પૈકી ગની વિરુધ્ધતો પહેલેથી જ જામનગર, રાજકોટ, ખંભાળિયા, માં વિવિધ ગુના નોધાયા છે.
રાજકોટ થી પકડાયેલા અત્યાર સુધીના ગાંજા તેમજ અન્ય નશીલા પદાર્થોના કાળા વેપારનું પગેરું સુરત થી જ મળ્યું છે. તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. વારંવાર રાજકોટ ના જંગલેશ્વર અને સુરત જ નશીલા પદાર્થોના કાળાબજાર માટે સામે આવે છે તો તંત્ર શ માટે આંખ આડા કાન કરે છે ?
રાજકોટમાં બેફામ રીતે ગાંજા ઉપરાંત ના નશીલા પદાર્થોનો વેપાર થયી રહ્યો છે. આ શહેર ધીમે ધીમે નશાના શહેર તરીકે જાણીતું બનવા લાગ્યું છે ત્યારે તંત્રની નિષ્ક્રિયતા સામે પણ જનતા માં આક્રોશ ઊભો થયો છે. તેમ છતાં પૂર્વ બાતમીના આધારે રાજકોટ પોલીસે ૨૧ કિલો ગાંજા સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી હોવાથી લોકોમાં આ ઘટના ચિંતા નો વિષય બની હતી. એસઓજીની ટિમ ની સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચો.ધરી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડની સુચના હેઠળ પી.આઇ. બી.ટી. વાઢીયા, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, કોન્સ. નરસંગભાઇ ગઢવી, વિજયભાઇ મેતા, સહદેવસિંહ જાડેજા, આશિષભાઇ દવે, રોહિતભાઇ કછોટ, વિક્રમભાઇ ગરચર સહિતની ટીમે આ કામગીરી કરી હતી.