બનાસકાંઠાના કાંકરેજના રાણકપુર નહેરમાંથી અજાણ્યા 30 વર્ષના યુવકની તરતી લાશ મળી આવી હતી. સાયફન જોડે અટકી ગઇ હતી. જેને નગરપાલિકાની કચરા પેટીની ગાડીમાં રેફરલ હોસ્પિટલમાં શબ પરિક્ષમ માટે લાવવામાં આવી હતી. લાશ કચરાગાડીમાં મૂકીને માનવતા ચૂકેલી પોલીસની લોકોમાં ટીકા થવા લાગી હતી. થરા પોલીસ અને થરા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે થરા પોલીસ પહોંચીને ચાંગાના તરવૈયા દિનેશભાઇ પટેલને બોલાવી લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. ગુજરાતની મનવતાવાદી પ્રજાના મોતનો મલાજો પોલીસ જાળવી શકી નથી. જેની ચારેબાજુ ટીકા થઈ રહી છે.