નારણ લ્લુએ માથું ઉંચકી ટિકિટ લીધી તેથી તેમને ખતમ કરાયા

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાજપે તેના 50 ટકા ધારાસભ્યોને ટિકિટ ન આપવાનું કર્યુ હતું. જેમાં નબળી કામગીરી કરનારા ધારાસભ્યો, લોકપ્રિયતા ગુમાવી ચુકેલા ધારાસભ્યો અને વયોવૃધ્ધ ધારાસભ્યોનો સમાવેશ કરવાની નીતિ બનાવી હતી. તેમ છતાં આવા ધારાસભ્યોને ટિકિટ આપવી પડી હતી. તેમાં અડધા હાર્યા હતા. હવે પક્ષે એવા ધારાસભ્યોનું પ્રભુત્વ ઓછું કરવા માટે દરેક વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યા છે. જેમાં ઊંઝા એક છે.

દરેક ધારાસભ્યએ પોતાના મત વિસ્તારમાં કેટલુ  કામ કર્યુ છે તેનો અભ્યાસ કરવા માટે એક ટૂકડી બનાવી હતી. જેમાં બીન કાર્યક્ષમ અને વૃધ્ધ થઇ ગયેલા ધારાસભ્યોને મેદાનમાં નહી ઉતારવાનો નિર્ણય લીધો હતો. જે ધારાસભ્યો 65  વર્ષથી ઉપરના છે અને તેઓ પોતાના વિસ્તારમાં લોકપ્રિય બની શકયા નથી અથવા તો કોઇ વિવાદમાં ફસાયા છે.

વિધાનસભાના સ્પીકર રમણલાલ વોરા, પૂર્વ ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, ઉંઝાના ધારાસભ્ય નારણ પટેલ, દસકોઇના ધારાસભ્ય બાબુ પટેલ, જામજોધપુરના ધારાસભ્ય ચીમન શાપરીયા તેઓની ઉંમર થઇ ગઇ છે અને વિજેતા બની શકે તેવી સ્થિતિમાં ન હતા તેમ છતાં પક્ષ પાસેથી તેઓ એનકેન પ્રકારે ટિકિટ લાવ્યા હતા. જેમાં કેટલાંક હાર્યા પણ હતા.

રાજયના સિંચાઇ અને શિક્ષણમંત્રી નાનુ વનાણી અને ટ્રાન્સપોર્ટ મંત્રી વલ્લભ કાકડીયા પણ આ યાદીમાં હતા. જામનગરના ધારાસભ્ય વસુબેન ત્રિવેદી વગેરે હતા. જેઓ પક્ષનું નાક દબાવીને ટિકિટ લાવ્યા હતા તેમને એક પછી એક ભોંયભેગા કરવામા ંઆવી રહ્યા છે. જેમાં ઊંઝાના નારણ પટેલ એક છે. તેઓ પક્ષ સામે માથું ઊંચક્યું હતું અને પાટિદાર અનામત આંદોલનને પાછલા બારણેથી ટેકો આપ્યો હતો. તેથી તેમના સ્થાને કોંગ્રેસથી આયાત કરીને આશા પટેલને આગળ કરવામાં આવી રહ્યાં છે.