નારાયણ સાંઈ એક દિવસ જેલથી બહાર કઢાયો

નારાયણ સાંઈની માતા લક્ષ્મીને હાર્ટ ઍટેક આવતા તેને પેરોલ પર છોડવામાં આવ્યો છે. અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં પહોંચીને તેણે માતાના હાલ-ચાલ પૂછ્યા હતા અને ત્યાર બાદ તે પાછો આવી ગયો હતો. હવે જોધપુર જેલમાં બંધ આસારામે પણ આ જ કારણોસર પેરોલની માંગ કરી છે.

દુષ્કર્મ કેસમાં જોધપુર જેલમાં ઉંમર કેદની સજા કાપી રહેલા આસારામની પત્ની લક્ષ્મીને હાર્ટ ઍટેક આવ્યું હોવાથી પેરોલ માંગ્યું હતું, જેના પર જોધપુર પોલીસ અમદાવાદ આવીને તપાસ કરીને પાછી ચાલી ગઈ છે.

DCP પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, નારાયણ સાંઈએ સવારથી સાંજ સુધી પેરોલ માંગ્યું હતું. ત્યાર બાદ તે માતાનો હાલ પૂછવા હોસ્પિટલમાં ગયો હતો. આસારામ અમદાવાદ આવશે કે નહીં તે અંગે અમને કોઈ જાણકારી મળી નથી.