નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સામે ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ.

અમદાવાદ,તા:૩૦ નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ન આપી સાથે ઘમકી આપી હતી કે પોતે રાજકીય વર્ગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કાઈ બગાડી નહી શકે. તને અને તારા પરિવારને ગાયબ કરી નાખશે, કોઈને ખબર પણ નહીં પડે. ટ્રસ્ટીની આ ઘમકી બાદ શિક્ષિકાએ આ સમગ્ર બાબતની પોલીસ ફરીયાદ કરી હતી. જેથી નિકોલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.