2017ની ચુંટણી પહેલાં વડોદરાને સ્માર્ટ સીટી રહેવાસીઓની પ્રાઇવેટ મિલકતોને તોડીને બિનજરૂરી રસ્તાઓ નિયમોનો ભંગ કરી પહોળા કર્યા. સમગ્ર ઠરાવ મુજબ લોકોએ જમીનની જંત્રીના નિયમ પ્રમાણે ભાવથી ડબલ કિંમતની માંગણી કરી લોકોને તે જ સ્થળે વધારાની FSI લેવાનો વિકલ્પ આપ્યો.. જેમાં લોકોને જરૂર ન હોવાથી નકારી કાઢ્યો. જેથી કોર્પોરેશન મુંઝવણમાં મૂકાતા નવો વિકલ્પ ટ્રાન્સફરેબલ FSI (TDR) ટ્રાન્સફરેબલ રાઈટ. એટલે કે FSI એ મિલકત સિવાય અન્ય સ્થળે આવેલી મિલકતને વેચી શકાય કે વાપરી શકાય. તેવો સમગ્ર સભામાં કોંગ્રેસ પક્ષ તરફથી વિરોધ પછી પણ બહુમતીએ મંજુરી આપી. ગુજરાત સરકારમાં આવી કોઈ જોગવાઈ ન હોવા છતાં નિયમ વિરુદ્ધ મંજૂર કરવામાં આવી હતી.
ભાજપના નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા છેલ્લા 5 વર્ષમાં રોડ પહોળા કરવા પ્રાઇવેટ મિલકતો તોડેલી છે. જેમાં હાઇકોર્ટના હુકમ મુજબ જમીની કિંમતથી બે ગણુ વળતર આપવું પડશે. તેથી રૂ.450થી 500 કરોડનું વળતર આપવાનું થાય છે. રોડ માટે ટીપી પણ ન હતી છતાં રોડ પહોળા કરવા આડેધડ મિલકતો પણ તોડી હતી. હવે તેને રૂ.500 કરોડનું વળતર આપવું પડે એવી સ્થિતી ઊભી થઈ છે.
મૂર્ખામીભર્યા, બેજવાબદારીપૂર્વક કરેલા કામ સામે પગલાં લેવાવા જોઈએ. આટલી મોટી રકમ કેવી રીતે દેવાદાર, અને ખાલી તીજોરીવાળા કોર્પોરેશન કેવી રીતે ભરાશે. તેવી માંગ કાઉન્સીલર અમી રાવતે કરી છે.
સ્ટેન્ડીંગના ઠરાવને મંજૂર ન કરવો જોઈએ કારણ કે આટલી મોટી રકમ ચૂકવાય તેવી આર્થિક પરિસ્થિતિ વડોદરા મહાનગર પાલિકાની નથી. વિકાસના નામે તેમજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના નામે શહેરની લગભગ રૂ.15 હજાર કરોડથી વધારેની જમીન બિલ્ડરોને મફતમાં આપી દઈને ભ્રષ્ટાચાર કરનાર ભ્રષ્ટ ભાજપના નેતાઓ અને ભ્રષ્ટ કોર્પોરેશનના અધિકારીઓને માફ ન કરી શકાય. તેમ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્ર સ્તરની ઉચ્ચ સ્તરીય વિઝીલન્સ તપાસ કરવાની માંગણી તેમણે કરી છે.