નિરમા યુનિવર્સિટીમાં રીવરફ્રંટ – નદી કિનારા બાંધવા સામે વિરોધ, ગુજરાતમાં સાબરમતી સહિત 24 નદીઓમાં કિનારા બંધ

નિરમા યુનિવર્સિટીમાં લૉ ઇન્સ્ટિટયૂટ અને સેન્ટર ફોર એનવાયર્મેન્ટ લૉના સંયુક્ત ઉપક્રમે ‘રીવાઇવલ ઓફ ઇન્ડિયન રિવર’ પર સેમિનારનું આયોજન કરાયુ હતું. જેમાં અમદાવાદની સાબરમતી નદી અને ગુજરાતના 24 શહેરોની નદીઓના કિનારા સિમેંટથી બાંધીને રિવરફ્રંટ બનાવવામાં આવી રહ્યાં છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત, વડોદરા, રાજકોટ, દાહોદ જેવા 24 શહેરોમાં નદીઓના કિનારા બાંધીને રિવરફ્રંટ બનાવવામાં આવી રહ્યાં છે. આ કામગારી ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ રીવરફ્રંટથી શરૂ કરવામાં આવી હતી.

શું કહ્યું નિરમા યુનિવર્સિટીના કેમ્પસમાં

નદીના કિનારાઓને સિમેન્ટથી બાંધવા જોઇએ નહીં
નદીઓનો બચાવ કરવા માટે તેમા થઇ રહેલા પ્રદૂષણને દૂર કરવું જોઇએ. ત્યારબાદ નદીઓના કિનારાને સિમેન્ટથી બાંધવા જોઇએ નહીં. કિનારા બાંધવાથી પાણીને શુદ્ધ કરતી કિનારાની માટી નદીને મળશે નહીં, જેથી પાણી શુદ્ધ શકશે નહીં. ઉપરાંત નદી કુદરતી વળાંકોને આધારિત હોય છે, કિનારાને સિમેન્ટથી બાંધવાથી નદીના વહેણને પણ નુકસાન થાય છે.

સેમિનારમાં મુખ્ય સ્પીકર તરીકે રેમન મેગ્સેસ એવોર્ડી રાજેન્દ્ર સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્ર સિંઘને ૨૦૦૧માં વોટર કનઝર્વેશન અને એનવાયર્મેન્ટ માટે રેમન મેગ્સેસ એવોર્ડ મળ્યો હતો. તેમણે સ્ટુડન્ટસને સંબોધિને કહ્યું કે, પર્યાવરણ બચાવવા માટે સૌથી પહેલા નદીઓનો બચાવ કરવો પડશે. નદીના આધારે પર જ સજીવ સૃષ્ટીનો આધાર છે. નદીઓનો બચાવ કરવા માટે માત્ર વાતો કરવાથી થઇ શકશે નહીં. તેના માટે નવી ટેકનલોજી અને ટેકનિકનો ઉપયોગ કરવો પડશે. નદીઓમાં વધતા પ્રદૂષણથી ભારતના ભૂગર્ભ જળમાં ૭૨ ટાકાની ઘટ જોવા મળી છે.
પર્યાવરણ બચાવવા માટે નદીઓ બચાવવી જરૂરી
પર્યાવરણ અને સજીવ સૃષ્ટીનો આધાર નદી પર છે. દક્ષીણ એશિયા આબોહવા મુજબ ભારતમાં એક સિઝનનો વરસાદ પડે છે, જે દરમિયાન નદીમાં પાણી હોય છે. પરંતુ બીજી તરફ ઔદ્યોગિક સફળતા મેળવવા માટે આપણે નદીઓને પ્રદૂષિત કરીએ છીએ. જેના કારણે પાણીનો બગાડ થાય છે, જે પાણી ઉપયોગમાં લઇ શકાતુ નથી. તેથી પર્યાવરણનો બચાવ કરવા માટે નદીઓને બચાવવી ખૂબ જરૃરી છે. જેના માટે કચરાનો યોગ્ય નિકાલ કરવો અને વૃક્ષો વધારે વાવવા જોઇએ.

રીવરફ્રંટ કેવો છે 

સંપૂર્ણ કાર્યક્રમ
સ્થળ પર 2005માં બાંધકામના આરંભના સમયથી જ પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટનો બાંધકામ ક્રમ શ્રેણીબદ્ધ રીતે ઓનલાઇન અહીં જોઈ શકાય છે અત્યાર સુધી તેનું મોટાભાગનું ભારે ઈજનેરીકામ અને જમીનમાં પુરાણ કરવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. લગભગ બધી જ ઇન્ટરસેપ્ટર સૂએજ લાઇન્સ અને સૂએજ પમ્પિંગ સ્ટેશનો કાર્યરતથઈ ગયા છે.

લોઅર લેવલ પ્રોમનાડ પર નદીના વોક વે કે જેનાથી બાવીસ કિલોમીટર લાંબો, પાણીની પાસે રાહદારીઓનો ચાલવાનો રસ્તો તૈયાર થઇ ગયો છે. આ વોક વેનો કેટલોક હિસ્સો 2012 થી જાહેર જનતા માટે ખુલ્લો છે. ત્રણ બોટિંગ સ્ટેશન જાહેર ઉપયોગ માટે ખુલ્લાં છે. લૉન્ડ્રી કેમ્પસ (ધોબીઘાટ) અને પ્રાયોજિત પાર્કમાંના બે પાર્કનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જાન્યુઆરી 2014 થી જાહેર જનતાના લાભાર્થે ખુલ્લા મૂકવામાં આવેલ છે. રિવરફ્રન્ટ માર્કેટનું કામ પણ પૂર્ણ થઇ ગયુ છે અને ફેબ્રુઆરી 2014થી કાર્યરત થઈ ચૂક્યું છે.

નદીના અપર પ્રોમનાડના વોક વે, લિફ્ટ, વોક વે પર જાહેર શૌચાલયો, ઇવેન્ટ સેંટર અને ફ્લાવર ગાર્ડનનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયુ છે.

માસ્ટર પ્લાન
રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બાજુએ નદીનો સાર્વજનિક કિનારાનું સર્જન કરવાની ખૂબ મોટી તક પૂરી પાડે છે. નદીને સતત 263 મીટરની પહોળાઈ સુધી પ્રવાહિત કરીને, નદીના પટની જમીનમાં પુરાંત કરીને બંને કાંઠે 11.25 કિમીનો સાર્વજનિક રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેના ફળ સ્વરૂપે આશરે 204.91 હેક્ટર ઉપયોગી જમીન ઉપલબ્ધ કરવામાં આવી છે.

પુનઃપ્રાપ્ત કરેલ વિસ્તારમાં જમીનને વપરાશ માટે ફાળવતી વખતે ધ્યાનમાં લેવામાં આવેલ મુખ્ય બાબતો: નદીની આસપાસ વર્તમાન જમીનનો ઉપયોગ; પુનઃપ્રાપ્ત કરેલ ઉપલબ્ધ જમીનનું પરિમાણ, સ્થળ અને સાપેક્ષ સ્થિતિ; વિકાસ માટેની સંભાવના; બંધારણીય રોડ નેટવર્ક અને શહેરની ગોઠવણ; અમદાવાદ વિકાસ યોજનામાં પ્રસ્તાવિત પુલો, અને જરૂર પૂરતી સુવિધાઓ પૂરી પાડવાની સંભાવના.

સાબરમતીના કિનારા આ રીતે બંધાયા

સાબરમતી નદીનું સ્‍ત્રાવક્ષેત્ર ૨૧,૬૭૪ ચો.કિ.મી.

સાબરમતી નદી અરવલ્‍લી હીલ રાજસ્‍થાનમાંથી નીકળે છે. અને અરેબિયન સમુદ્રમાં ખંભાતના અખાતને મળે છે. તેની કૂલ લંબાઇ ૩૭૧ કી.મી. છે. અને કૂલ સ્‍ત્રાવક્ષેત્ર ૨૧,૬૭૪ ચો.કિ.મી. છે. સેઇ,સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે. વાકલ, હરણાવ, હાથમતી, ખારી, વાત્રક, ડાબા કાંઠાની શાખાઓ છે.
હરણાવ નદી પર હરણાવ ૧ અને હરણાવ ૨ ડેમ અનુક્રમે ૧૯ કિ.મી.અને ૧૦ કિ.મી.ના અંતરે આવેલ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૪૦૧ ચો.કિ.મી. અને ૧૧૬ ચો.કી.મી. છે
હાથમતી નદી પર ૪૦ કી.મી.ના અંતરે હાથમતી ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૫૯૫ ચો.કિ.મી. છે.હાથમતી નદીની પ્રશાખા ગુહાઇ નદી પર ૩૦ કી.મી.ના અંતરે ગુહાઇ ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૪૨૨ ચો.કિ.મી. છે.
વાત્રક નદીની પ્રશાખાઓ મેશ્ર્વો, માઝમ અને શેઢી નદી છે. વાત્રક નદી પર ૧૧૬ કિ.મી.ના અંતરે વાત્રક ડેમ છે.જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૧૧૪ ચો.કિ.મી. છે. માઝમ પ્રશાખા પર ૧૫૯ કિ.મી.ના અંતરે માઝમ ડેમ જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૪૦૮ ચો.કિ.મી. છે. શેઢી નદીની પ્રશાખાઓ વારાસી અને મહોર નદી છે.
સાબરમતી નદી પર ૮૦ કિ.મી.ના અંતરે ધરોઇ ડેમ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૫૪૭૫ ચો.કિ.મી. છે. અને ૨૦૨ કિ.મી.ના અંતરે વાસણા બેરેજ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૦,૬૧૯ ચો.કિ.મી. છે.

સાબરમતી નદી પર નીચેના મુખ્ય બંધો આવેલા છે:

ધરોઈ બંધ
વાસણા બેરેજ
સેઇ બંધ
હરણાવ બંધ
હાથમતી બંધ
ગુહાઇ બંધ
વર્તક બંધ (પ્રોજેક્ટ)
કલ્પસર બંધ (પ્રોજેક્ટ)

સાબરમતી નદી સૌથી વધૂ પ્રદૂષિત, 20 નદીઓમાં આવી તેનું કારણ રીવરફ્રંટ 

અમદાવાદની સાબરમતી નદીની વાત આવે ત્યારે ઉડીને આંખે વળગે એવા રિવરફ્રન્ટથી આ નદી દેશ દુનિયામાં પ્રખ્યાત બની છે. જોકે, તાજેતરમાં કેન્દ્ર સરકારના રિપોર્ટમાં સાબરમતી નદી વિશે ચોંકાવનારો ખુલાશો થયો છે. જેને જાણેને તમને પણ આંચકો લાગશે. રિપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યમાં આવેલી નદીઓમાં સૌથી વધારે પ્રદૂષિત નદીમાં સૌથી વધુ પ્રદૂષિત છે.

મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે પ્રદૂષિત નદીઓ અંગે રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં ગુજરાતમાં સાબરમતી નદી સૌથી વધારે પ્રદૂષત ગણવામાં આવી છે. આ ઉપરાંત પ્રદૂષિત 20 નદીઓ સાથે ગુજરાત રાજ્યમાં દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા નદીઓના પ્રદૂષણને ઘટાડવા માટે રૂ.200 કરોડ ફાળવ્યા છે. ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ.200 કરોડ વાપર્યા છતાં પરિણામ શૂન્ય હોય એવું લાગી રહ્યું છે.

પ્રદૂષણના પાપીઓના કારણે અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીની પ્રદૂષણથી કફોડી હાલત થઈ ગઈ છે. ગટરનું ગંડુ પાણી, ફેક્ટરીઓ અને મીલોનું કેમિકલ યુક્ત પાણી સાબરમતી નદીમાં ઠલવાય છે જેના કારણે સાબરમતી નદી સૌથી પ્રદૂષિત નદીની યાદીમાં આવી ગઇ છે.

કેન્દ્ર સરકાર દ્વારા ફાળવામાં આવેલું ફંડ

વર્ષવાર ફંડ
2014-15 રૂ.44 કરોડ
2015-16 રૂ.24.12 કરોડ
2016-17 રૂ.71.40 કરોડ
2017-18 રૂ.62 કરોડ

સાબરમતી નદી  સ્વિમીંગ પૂલ

અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ન પાણી થઈ ગઈ છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટના 7 કિ.મી. લાંબો સ્વિમીંગ પૂલ હોય એ રીતે તેમાં પાણી ભરવામાં આવે છે. બાકીની નીચેના વિસ્તારની 120 કિલોમીટર નદીમાં પાણી નહીં પણ કેમીકલ વહે છે. જે અરબી સમુદ્રમાં ઠલવાય છે. આમ સાબરમતી નદીને હવે “મૃત” જાહેર કરીને કેમીકલની ગટર જાહેર કરવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નદીની સફાઈ શરૂ કરી છે તે સ્વીમીંગ પુલ સાફ કરવા જેવું લાગે છે.

સાબરમતી નદીનું નામ હવે રિવરફ્રન્ટ પ્રોજેકટ વિસ્તારોમાં ‘સાબરમતી રિવરફ્રન્ટ’ અથવા ‘સ્વીમીંગ પૂલ’ તરીકે કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ દ્વારા ગુજરાત સરકાર અને અમપા દેખીતી રીતે નદીને મારી નાખવાનો પ્રયાસ કરે છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથેની અમારી સંયુક્ત તપાસ અહેવાલો આઘાતજનક છે. સાબરમતી રિવરફ્રન્ટ માત્ર પ્રદૂષિત સ્થિર પાણીનો પૂલ બની ગયો છે જ્યારે નદી, નદીના કાંઠે નીચાણવાળા પ્રવાહને અમદાવાદ શહેરમાંથી નારોડા, ઓઢવ, વટવા, નારોલના ઉદ્યોગોના પ્રદુષિત નદી બની ગઈ છે. નદીમાં કાયમી દુષ્કાળ હોય તેમ પાણી આવતું નથી કે પૂર આવતું નથી. તેથી ભૂગર્ભજળ રિચાર્જ થતું નથી થાય છે તો તે કેમિકલથી જ થાય છે.

સાબરમતી નદી હવે સાબરમતી રહી નથી. પણ 7 કિ.મી. માટે નર્મદા નદી પર આધારિત છે. અમદાવાદના કરાઈથી નદીમાં પાણી નાંખવામાં આવે છે.

નદીની હત્યા માટે જવાબદાર ગુજરાત સરકાર, અમપા, ઉદ્યોગો જવાબદાર છે. આ ગંભીર ગુનો છે કે એક નદીએ આત્મહત્યા કરી લેવી પડે.

માંગણી

પારવરણ સુરક્ષા સમિતિએ આ માંગણી કરી છે.

સર્વોચ્ચ અદાલતના આદેશનો અમલ કરીને અમદાવાદ તમામ ડિફોલ્ટિંગ ઉદ્યોગોને જીપીસીબી તરત જ બંધ કરાવે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અમપાને તમામ પાણી શુદ્ધીકરણ કરવા માટે આદેશ આપે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તેના જવાબદાર અધિકારી, અમપા, પ્રદુષિત પાણી શુદ્ધ કરતાં પ્લાંટના મેનેજરો તથા ઉદ્યોગો સામે તુરંત ફોજદારી ગુના નોંધવામાં આવે.

નદીમાં ગટરનું પાણી નાંખવાની ક્યાંય પણ મંજૂરી આપવી ન જોઈએ. ઔદ્યોગિક એકમોને પ્રદુષણ ન કરે એવા સાધનો વસાવવાની ફરજ પાડવી જોઈએ. અમપા પોતે નદીને ગટર બનાવી રહ્યું છે અને નદીમાં કચરો ડંપ કરી રહી છે. તે તુરંત અટકાવવું જોઈએ.

જી.પી.સી.બી. દૂષિત જમીન, ખેતરનું અનાજ, શાકભાજી અને ચારામાં આવતાં પ્રદુષિત અવશેષોની વૈજ્ઞાનિક તપાસ કરાવીને પ્રજાને તેની જાણ કરે કે તેઓ કેવા પ્રકારનું અનાજ ખાઈ રહ્યાં છે.

જમીન અને ભૂગર્ભ જળના પ્રદૂષણથી પીડાતા ખેડૂતો અને ગ્રામજનોને તબીબી સારવાર અને વળતર આપે. તે માટે નિષ્ણાંતોની સમિતિ બનાવવામાં આવે.

ઔદ્યોગિક ધોવાણ અને ગટર માટે સાબરમતી નદીને ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવી છે. અમદાવાદના તમામ ઉદ્યોગો પાસેથી નદીને ખરાબ કરવા માટે દંડ કરીને નાણાં વસૂલીને ખેડૂતોને આપવા જોઈએ. નદી સાફ કરવાનું સંપૂર્ણ ખર્ચ ઉદ્યોગો પાસેથી લેવું જોઈએ. પર્યાવરણીય પુનઃસ્થાપન વિજ્ઞાન અને તકનીકોનો ઉપયોગ કરીને સાબરમતી નદીને સાચી રીતે પુનઃજીવીત કરવી જોઈએ.

ઇતિહાસ
શ્વભ્રવતી ગુજરાતને ઈશાન ખૂણે મેવાડના પ્રદેશમાંથી ધસી આવતી ઊંડા કોતરોવાળી અને તેથી ‘શ્વભ્રવતી’ નામથી પ્રસિદ્ધિ થયેલી, આજના સાબરકાંઠાના, રુદ્રદામાના જૂનાગઢના શૈલ લેખ (ઈ.સ. ૧પ૦)માં ‘શ્વભ્ર’ પ્રદેશ તરીકે જાણીતા, પ્રદેશમાંથી જનોઈવાઢ ચાલી અાવતી, અમદાવાદ- જૂના આસાવલ અને કર્ણાવતી પાસેથી પસાર થઇ દક્ષિણમાં આગળ વધતી અને ખંભાતના અખાતમાં પડતી એ આ પદ્મપુરાણની ‘સાભ્રવતી’, આજની ‘સાબરમતી’ છે. મહાભારત, રામાયણ કે અન્ય પુરાણોમાં આના વિષયમાં જાણવા મળતું નથી. ‘ શ્વભ્રવતી નામ નોંધાયું છે એ તો ૯મી -૧૦મી સદીની સંધિમાં થયેેલા રાજશેખરની કાવ્યમીમાંસામાં જ. પદ્મપુરાણમાં ‘સાભ્રવતી માહાત્મય’ મળે છે એ કેટલું જૂનંુ એ કહેવું મુશ્કેલ છે, પરંતુ સં. શ્વભ્ર શબ્દ ઉપરથી લોકભાષામાં ‘સાબર’ નામ વ્યાપક થયા પછી અને એમાં હસ્વિમતી – હાથમતી ભળતાં ‘સાબરમતી’ નામ પ્રચલિત થયું મનાયંું હશે એ પછી રચાયું હશે એમ સહેજે કહી શકાય.
એ નોંધવા જેવું છે કે સ્કંદપુરાણના ‘નાગરખંડ’માં વિશ્વામિત્ર આવતાં વસિષ્ઠે વારુણમંત્રથી વસુધા તરફ જોતાં બે રંધ્રોમાંથી પાણી નીકળ્યું એમાંના એકમાંથી ‘સરસ્વતી’ અને ‘સંભ્રમ’થી જોતા નીકળ્યું તે ‘સાભ્રમતી’ એવું કહ્યું છે. રમણલાલ ના. મહેતાએ ‘નાગરખંડ’ને ૧૬મી- ૧૭મી સદીની રચના કહ્યો છે એ જોતાં ઉક્ત અનુશ્રુતિને કશું બળ નથી. પદ્મપુરાણ ‘નંદિકુંડમાંથી નીકળી અર્બુદ પર્વત (આડાવલી)ને વટાવી દક્ષિણોદધિને મળે છે. એમ કહી સત્યયુગમાં એનું નામ ‘કૃતવતી’, ત્રેતામાં ‘ગિરિકર્ણિકા’, દ્વાપરમાં ‘ચંદના’ અને કલિયુગમાં ‘સાભ્રમતી’ હોવાનું કહે છે. આ અનુશ્રુતિને પણ કશું બળ નથી. પદ્મપુરાણમાં અધ્યાય ૧૩૪થી ૧૭૪ સુધીમાં સાબરમતીના બેઉ કંઠપ્રદેશમાં આવેલાં સેંકડો તીર્થોની યાદી આપી છે, જેમાં ચંદ્રભાગાસંગમ પાસે દધીચિએ તપ કર્યાનું નોંધ્યું છે. એ અમદાવાદના આજના હરિજન-આશ્રમ પાસે ‘દધીચિનો આરો’ કે ‘દૂધેશ્વરનો આરો’ કહેવાય છે એનો સરળતાથી ખ્યાલ આપે છે. આ. હેમચંદેર તો દ્વયાશ્રય કાવ્યમાં ‘શ્વભ્રવતી’ સંજ્ઞાનો જ પ્રયોગ કરે છે. પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે વાળાક દેશની વિકટ ભ‌ૂમિમાં બ્રાહ્મણોનો ‘સિંહપુર’ નામનો અગ્રહાર વસાવ્યો હતો અને એની નીચે ૧૦૬ ગામ મૂક્યા હતાં. સિંહથી બીધેલા બ્રાહ્મણોએ દેશના મધ્યભાગમાં વસવાટ કરાવી આપવાની યાચના કરતાં સિદ્ધરાજે ‘સાભ્રમતી’ના તીરપ્રાંતમાં આવેલું ‘આસાંબિલી’ (અસામલી, તા.માતર, જિ. ખેડા) ગામ એમને દાનમાં આપ્યું, સિંહપુરથી આવનારા બ્રાહ્મણોની જગાત માફ કરી. પુરાતન પ્રબંધસંગ્રહમાં વીરધવલના વૃત્તાંતમાં ‘આશાપલ્લી’ – આસાવલ અને ‘સાભ્રમતી’ની નિકટતા બતાવી છે.