2019-20માં રાજ્ય સરકાર 35 હજાર કર્મચારીઓની ખાલી જગ્યા ભરવા માટે જાહેરનામું બહાર પાડશે. જેમાં 50 ટકાથી વધું શિક્ષકો અને પોલીસની હશે. મહેસૂલ અને આરોગ્ય વિભાગ ઉપરાંત જાહેર સાહસના કર્માચારીઓ અને અનુદાન મેળવતી સંસ્થાઓની જગ્યાઓ ભરવા આદેશો કરાયા છે. 2018માં માત્ર 15 હજાર જેટલી જગ્યાઓ ભરી સકાઈ હતી.
લોકસભા ચૂંટણી દરમિયાન બેરોજગારીના મુદ્દે કોંગ્રેસે સત્તાધારી પાર્ટી પર હુમલો કર્યો હતો. જો કે હવે આચાર સંહિતા ઉઠતાની સાથે જ રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરવા એજન્સીઓને સૂચના આપી છે. રાજ્યમાં સરકારી આંકડા મુજબ, હાલ 4.16 લાખ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે અને દિવસેને દિવસે સ્થિત વધુ વિકટ બની રહી છે.
ઉલ્લેખનીય છે કે 2014માં 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું હતું અને 2.53 લાખ જગ્યા ભરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં 1.18 લાખ જગ્યાઓ ભરવામાં આવી છે. ડિસેમ્બર 2018સુધીમાં 50 ટકા જગ્યાઓ પણ હજી ભરાઇ નથી.
ગુજરાતમાં પોલીસની જગ્યા 96000 છે. 71000 જગ્યાઓ ભરેલી છે. 6 વર્ષમાં ગુજરાત સરકારે 32000 જવાનોની જગ્યા ભરી છે, એટલાં જ નિવૃત્ત થઈ ગયા છે. 25000 પોલીસ જવાનોની ઘટ છે.
ઘણી સરકારી કચેરીઓ એવી છે કે જેમાં 40થી 50 ટકા જગ્યાઓ ખાલી છે જેના કારણે પારાવાર મુશ્કેલીઓ ઊભી થઈ છે. ગુજરાતમાં દર વર્ષે 4.50 લાખ વિદ્યાર્થીઓ સ્નાતક બની જાય છે. 22 વર્ષથી સત્તામાં રહેલી ભાજપની સરકાર બેરોજગારીના અજગર ભરડાને નાથવામાં નિષ્ફળ નિવડી છે.
2014માં 10 વર્ષમાં 2.53 લાખ ખાલી જગ્યામાં કયા વર્ષે કેટલાં કર્મચારીઓની ભરતી કરવી જે નક્કી કર્યું હોવા છતાં સરકાર તે જગ્યા ભરી શકતી નથી. છેલ્લા 5 વર્ષમાં માંડ 50 ટકા એટલે કે 1.18 લાખ જગ્યાઓ રૂપાણી સરકારે ભરી છે. 2014થી 2024 સુધીમાં 3 લાખ કર્મચારીઓ નિવૃત્ત થવાના હતા.
સરકારી આંકડા પ્રમાણે હજુ 4.16 લાખ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જો કે ખરે આંકતો 50 લાખ બેકાર છે. સરકારની નોકરી માટે 12 લાખ અરજીઓ એક જ પરીક્ષા માટે થઈ હોવાની ઘટના નોંધવામાં આવી છે.
બેકારી કરતાં સૌથી મોટો પ્રશ્ન અર્ધ બેકારી છે. રાજ્ય સરકાર જ્યારથી ફિક્સ વેતન આપવાનું શરૂ કર્યું છે ત્યારથી ખાનગી કંપનીઓએ તેનાથી અડધું વેતન આપીને બહુ ઓછો પગાર આપે છે. એન્જીનીયર થયેલા બાળકો મહિને રૂ.7 હજારમાં ખાનગી નોકરી કરે છે. આવા એક કરોડ યુવાનો ઓછા પગારે હાલ નોકરી કરતાં હોવાનું કર્મચારી સંગઠનોનું માનવું છે.
ફેબ્રુઆરી 2012થી ગુજરાત સરકારના 14 વિભાગોની કુલ 62 હજાર અટલે કે 33.49 ટકા જગ્યા ખાલી હતી. હવે 2019માં 50 ટકા જગ્યા ખાલી છે. ગુજરાત સરકારના મહેસૂલ, અન્ન અને નાગરિક પુરવઠો, ગૃહ અને નાણાં સહિતના વિભાગોમાં 1.87 લાખ કર્મચારીઓની મંજૂર થયેલી જગ્યા સામે 62 હજાર જગ્યા ખાલી 2012માં ખાલી હતી. તેમાં વધારો થયો છે પણ ઘટાલો થયો નથી.