નિવૃત્ત પોલીસ અધિકારી જે .એમ. ઠાકર પાસેથી હરણના શિંગડા અને ખોપડી મળી

રાજુલામાં રહેતાં નિવૃત્ત પોલીસ અધિકારી જે.એમ. ઠાકરને વન વિભાગે દંડ ફટકાર્યો રૂપિયા રપ હજારનો દંડ 31 ડિસેમ્મબર 2019માં  વસુલ કર્યો હતો. તેમને ત્યાંથી હરણની ખોપડી અને ચાર શીંગડા મળી આવ્‍યા હતા. તે અંગે વન વિભાગ વૈજ્ઞાનિક તપાસ માટે નમુના મોકલેલા તે આવે પછી તપાસ આગળ વધશે.

રાજુલા નજીક બે શંકાસ્‍પદ શખ્‍સો બાઈક પર જતા હતા અને વન વિભાગના ટ્રેકર્સ સંજયભાઈએ સઘનપૂછપરછ કરી તપાસ કરતા હરણના શીંગડા મળી આવ્‍યા હતા. અને વધુ પૂછપરછ કરતા તેઓએ કહયું કે નિવૃત અધિકારીને ત્‍યાં કામ કરીએ છીએ અને તેમના કહેવાથી કલરકામ માટે લઈ જઈએ છીએ અને વન વિભાગને હરણની ખોપડી અને ચાર શીંગડા મળી આવ્‍યા હતા. અમરેલી ડી.સી.એફ. પ્રિયંકા ગેહલોતના માર્ગદર્શન હેઠળ રાજુલા વન વિભાગના જાંબાઝ આર.એફ.ઓ. રાજલ પાઠક અને વન વિભાગની ટીમ દ્વારા રાજુલા શહેરમાં રહેતા નિવૃત ડીવાયએસપીના મકાનમાંથી વન્‍ય પ્રાણી હરણની ખોપડી અને 4 શીંગડા મળી આવતા વન વિભાગ દ્વારા સમગ્ર મુદામાલ કબ્‍જે કર્યો હતો. અને નિવૃત ડીવાયએસપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. અને વધુ જાણવા પ્રમાણે આ હરણની ખોપડી અને શીંગડા તેમના ઘરમાં શો-પીસ તરીકે રાખવામાં આવતા હતા અને ત્‍યારે વન્‍ય પ્રાણીના ઓરીજનલ અંગ રાખવા તે ગેરકાયદેસર કહેવાય તેને લઈને વન વિભાગ દ્વારા નિવૃત ડીવાયએસપી પાસેથી રૂા. રપ,000નો દંડ વસુલ કરવામાં આવ્‍યો અને આવી પ્રથમ ઘટના સામે આવતા રાજુલા પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.