નીલ ગાયની વસતી વધી અને માણસોના અકસ્માતથી મોત વધ્યા

નીલગાયની સંખ્યા 1 લાખથી વધી ગઈ છે. બિહાર સહિત, ગુજરાત,મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં નીલ ગાયની મોટી સંખ્યામાં વસ્તી છે. વન અને પર્યાવરણ મંત્રાલયે નીલ ગાય પર અંકુશ મેળવવા તેને મારી નાખવાની છૂટ આપી છે. ગુજરાતમાં તો વર્ષોથી નીલ ગાયને બંદૂકથી મારવાના પરવાના આપવામાં આવે છે. નીલ ગાય જંગલી પ્રાણી છે તે જંગલમાં રહેવાના બદલે ખેતરો અને ખરાબાની જમીન પર રહે છે અને ખેડૂતોનો કરોડો રૂપિયાનો પાક બરબાદ કરીને વસતી વધારે છે. હવે તે વાહન અકસ્માતમાં પણ મોટું કારણ બની જતાં વર્ષે 700 લોકોના મોત માટે નીલ ગાય જવાબદાર બની છે.

26 મે 2019માં ધાનેરા તાલુકાના સમરવાડા ગામ પાસે વાહન વચ્ચે નીલગાય વચ્ચે આવી જતા કાર ફંગોળાઈ પલટી ખાતા અકસ્માતમાં એક બાળક સહિત બે વ્યક્તિઓ રાહુલભાઈ રાણાભાઈ રબારી અને રાજુભાઈ ઈશ્વરભાઈ રબારીના મોત થયા હતા. સતીશ ગોવાભાઈ રબારી અને નિકુલ ઈશ્વરભાઈ રબારીને ગંભીર ઈજા થઈ હતી. જેમને પાલનપુર હોસ્પિટલ ખાતે તેમને દાખળ કરવામાં આવ્યા છે.

ચોરા ગામના પશુપાલક રોજની જેમ ડેરીએ દૂધ ભરાવ્યાં બાદ સાથે રહેલા પરિવારના બાળકોને લઈને સામરવાડા ગામ તરફ આવી રહ્યા હતા. ગાડી આગળ અચાનક જ રોજ આવી જતા ચાલકે ગાડી પરનો કાબૂ ગુમાવતા ગાડી ફંગોઈને પલટી ખાઈ ઝાડીઓમાં ઘુસી ગઈ હતી. આજુબાજુના લોકો દ્વારા 108 ને જાણ કરતા તાત્કાલિક 108 ચારેય વ્યક્તિઓને ધાનેરા સિવિલમાં લાવવામા આવ્યા હતા.