ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી.
જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન, સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી, પારૂલ પટેલ, કુમુદ ભટ્ટ, શર્મિષ્ઠા સરકાર, શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભાજપે કોઈ સ્થાન આજે આપ્યું ન હતું.
ગુજરાતમાં ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯માં તબીબો, વકિલો, ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ, કલા-સંગીત-ફિલ્મ સહિત વિવિધ ક્ષેત્રોના લોકો સત્તા માટે ભાજપા સાથે જોડાઇ રહ્યા છે.
ભારતીય કલાને પ્રસિધ્ધ બનાવનાર કલાગુરુઓ ભાજપા જોડાયા છેઆ પ્રસંગે કલાગુરુ મતી શિતલ બારોટે જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ રાષ્ટ્રીય સ્તરે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનમાં વૃધ્ધિ આવી છે તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની ભાજપાની રાજ્ય સરકારે કલાક્ષેત્રે નવોદીત કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે, કલાકુંજ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે તે બદલ સૌ કલાગુરુઓ તરફથી ભાજપાની કેન્દ્ર તથા રાજ્ય સરકારને અભિનંદન પાઠવું છું.