જો કે સમાજના શ્રેષ્ઠીઓના આગ્રહને કારણે હાર્દિક પટેલે ઉપવાસના ૧૯ માં દિવસે પારણાં કરી લીધા હતાં. પારણાં કર્યા બાદ પણ હાર્દિક પટેલ સેન્ટરમાં દેશભરના વી.આઈ.પી. લોકો ટ્રીટમેન્ટ તેમજ ડીટોક્સ માટે જતાં હોય છે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ ત્યાં સતત સારવાર લેતા રહે છે
જો કે તેના સ્વાસ્થ્ય પર પડેલી અસરો સામે હવે હાર્દિકે સારવાર લેવી અનિવાર્ય બની છે, ઘણી અસરો અત્યંત ગંભીર રીતે થઇ છે કે જેના કારણે હાર્દિકને આખી જિંદગી હેરાન થવું પડે તેમ છે. જેના કારણે હવે તે આગામી કાર્યક્રમો કરતાં પહેલા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ જશે. ભાજપ સરકાર સામે લડવા તે શારીરિક રીતે મજબૂત થઈ રહ્યો છે.
આ માટે તે બેંગાલુરુ ખાતે આવેલા જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટીટ્યુટમાં ગયો છે. જ્યાં સંપૂર્ણ સારવાર મેળવીને તે ફરીથી ગુજરાત આવીને તેની સરકાર સામેની લડત શરુ કરી દેશે.
હાર્દિકે બેંગાલુરુ પહોંચીને કર્યું ટ્વીટ
Hardik Patel
✔
@HardikPatel_
हमारे कृषक महाराजा केम्पा गौडा जी की पवित्र भूमि कर्नाटक की आइ.टी सिटी बेंगलुरु पहुँचा.अनशन के बाद स्वास्थ्य को ठीक और मज़बूत करने के लिए जिंदाल नेचरो केर में इलाज कराऊँगा.प्राकृतिक चिकिस्ता पद्धति से तन-मन मजबूत कर समाज के संघर्ष के लिए पुनः मज़बूत होने इलाज करवाने आया हूँ।
કેવી રીતે કરવામાં આવે છે સારવાર
જિંદાલ નેચરોક્યોરમાં કોઈ દવાઓ કે ઔષધો નહીં આપવામાં આવે પરંતુ શારીરિક કસરતો કરાવવામાં આવશે. આ સેન્ટરમાં દિવસના રૂ.800 થી રૂ.12,000 સુધીના ભાડા ધરાવતા રૂમ છે. આ સેન્ટરમાં સૌથી પહેલા શારીરિક સ્વાસ્થ્ય તપાસવામાં આવે છે. આ સેન્ટરમાં યોગા, આસન, લાફીંગ થેરપી, પ્રાણાયામ, જિમ, ફીઝીયોથેરાપી, એક્યુપંચર તેમજ સ્પેશિયલ ડાયટ દ્વારા નિદાન કરવામાં આવે છે.
આ ઉપરાંત નેચર ક્યોરમાં
અલગ અલગ પ્રકારના જેટ્સ, જેકુઝી, અન્ડરવોટર ટ્રીટમેન્ટ, કોલોનીક્સ, અક્વાટિક કસરતો, સ્વિમિંગ જેવી પાણીમાં પણ સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત માટીના લેપથી મડ થેરાપી, અલગ અલગ પેક્સ, ફોમેન્ટેશંસ દ્વારા સારવાર આપવામાં આવે છે. માટીનો લેપ કુદરતના મૂળ પાંચ તત્વોમાંથી એક છે કે જે શરીરના સ્વાસ્થ્ય તેમજ તકલીફોમાં ઘણું અસરકાર નીવડે છે. આ ઉપરાંત સ્ટોન થેરાપી જેવી અલગ અલગ થેરાપી આપવામાં આવે છે.
આ ઉપરાંત જમવામાં આ સ્થળે કહેવાય છે કે, તમે તમારા ખોરાક પર આધારિત છો. બેંગલુરુના આ સેન્ટરમાં એક ખાસ ખોરાક માટેનો ડાયેટ નક્કી કરવામાં આવ્યો છે. ત્યાં ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યા અનુસારનો તેમજ તેટલા પ્રમાણમાં જ ખોરાક આપવામાં આવે છે.
બાફેલું, ઉકાળેલું ભોજન આપવામાં આવે છે જે ત્યાંના ડાયટીશિયનની દેખરેખ હેઠળ જ તૈયાર કરવામાં આવે છે. તેમજ ત્યાં શાકભાજી તેમજ ફળો તેમના ફાર્મમાં ઓર્ગેનિક પદ્ધતિથી પકવવામાં આવેલા હોય છે.
બપોરે જમ્યા બાદ સારવારનો બીજો રાઉન્ડ શરુ થઇ જાય છે. તો આ સેન્ટરમાં વહેલી સાંજે જ ડીનર આપવામાં આવે છે, આ ઉપરાંત પપૈયા, તરબૂચ, ટોમાટો સૂપ જેવા હળવા ખોરાક પણ આપવામાં આવે છે. નેચરોપથી એટલે પ્રાકૃતિક પદ્ધતિથી શરીરની સારવાર આપવી. શરીરમાં પ્રાકૃતિક સંતુલન જાળવી રાખવાનું કાર્ય નેચરોપથી સેન્ટરમાં કરવામાં આવે છે.
આ સેન્ટરના સ્થાપક ડૉ. સીતારામ જિંદાલ (એસ.આર. જિન્દાલ) છે કે તેઓ જુના કોંગ્રેસી જિંદાલ પરિવારની કંપનીઓ સાથે પણ સંકળાયેલા છે. નવીન જિંદાલ તેમજ સાવિત્રી જિંદાલ કોંગ્રેસમાંથી સાંસદ પણ રહી ચુક્યા છે.