[:gj]સુરતમાં કોંગ્રેસ તૂટી પંજાથી કમળને પકડશે આ નેતા [:en]Fall of Congress in Surat, these leaders will hold lotus with their claws[:hn]सूरत में कांग्रेस का पतन, पंजे से कमल पकड़ेंगे ये नेता[:]

[:gj]26 Jul, 2021

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પક્ષ પલટાનો દોર પણ શરૂ થઇ ગયો છે. સુરતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાશે. સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રતાપ દરબાર, સુરત કોંગ્રેસના મહામંત્રી રાઈસંગ મોરી, સુરત કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ અમિતા અગ્રાવત અને સુરત કોંગ્રેસના મંત્રી જમન ઠેસિયા પોતાના હોદ્દા અને પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.

મહત્ત્વની વાત છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયથી જ સુરતમાં કોંગ્રેસની સ્થિતિ દયનીય બની છે. સુરત મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. એક સમયે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે કોંગ્રેસના 36 કોર્પોરેટરો હતા અને હવે કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. સુરતમાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને સ્થાન મળ્યું છે.

મહત્ત્વની વાત છે કે, આજે સુરત ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના નેતા ધીરુ ગજેરા પણ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, પેટા ચૂંટણી હોય અથવા તો લોકસભાની ચૂંટણી હોય કોંગ્રેસના નેતા, ધારાસભ્યો અને હોદ્દેદારો ભાજપ સાથે મોટી સંખ્યામાં જોડાયા છે. જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે-ત્યારે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ અને વિખવાદ ચરમસીમા પર પહોંચે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા ધીરુ ગજેરા ચાર વખત કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. ધીરુ ગજેરા પહેલા ભાજપના નેતા હતા અને ત્યારબાદ પક્ષ પલટો કરીને કોંગ્રેસની સાથે જોડાયા હતા. પણ હવે ફરીથી ધીરુ ગજેરાએ ઘર વાપસી કરવાનો નિર્ણય કરી લીધો છે. એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે, ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના કારણે ભાજપ દ્વારા કોંગ્રેસમાં ગયેલા ધીરુ ગજેરાને ભાજપમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા.[:en]26 July 2021

Assembly elections are about to come in the state of Gujarat. The coup of the party has also started. Surat Congress leaders will join BJP. Surat Congress Vice President Pratap Darbar, Surat Congress General Secretary Raisang Mori, Surat Congress Women Vice President Amita Agarwal and Surat Congress Minister Zaman Thesia will resign from their posts and party and will wear saffron dupatta of BJP.

Importantly, the condition of Congress in Surat has been pathetic since the time of local body elections. Congress has not got a single seat in Surat Municipal Corporation. Surat Municipal Corporation once had 36 Congress councilors as opposition and now Congress Supada has been wiped out. In Surat, 27 councilors of the Aam Aadmi Party have got a place as the opposition.

Importantly, Congress leader Dhiru Gajera will also formally wear the dupatta of BJP at the BJP office in Surat today. Be it local body elections, assembly elections, by-elections or Lok Sabha elections, a large number of Congress leaders, MLAs and office bearers have joined the BJP. Whenever elections come, the internal factionalism and division of the Congress reaches its peak. Dhiru Gajera, who left Congress and joined BJP, has contested from Congress four times. Dhiru Gajera was first a leader of BJP and then joined Congress in a coup. But now Dhiru Gajera has decided to return home. There were also rumors that the BJP was trying to bring in Dhiru Gajera, who had joined the Congress as businessman Mahesh Savani had joined the Aam Aadmi Party.[:hn]26 जुलाई 2021

गुजरात राज्य में विधानसभा चुनाव आने वाले हैं. पार्टी का तख्तापलट भी शुरू हो गया है। सूरत कांग्रेस के नेता भाजपा में शामिल होंगे। सूरत कांग्रेस उपाध्यक्ष प्रताप दरबार, सूरत कांग्रेस महासचिव रायसांग मोरी, सूरत कांग्रेस महिला उपाध्यक्ष अमिता अग्रवाल और सूरत कांग्रेस के मंत्री जमान थेसिया अपने पदों और पार्टी से इस्तीफा देंगे और भाजपा का भगवा दुपट्टा पहनेंगे।

महत्वपूर्ण बात यह है कि सूरत में कांग्रेस की स्थिति स्थानीय निकाय चुनाव के समय से ही दयनीय रही है। सूरत नगर निगम में कांग्रेस को एक भी सीट नहीं मिली है. सूरत नगर निगम में एक समय विपक्ष के तौर पर 36 कांग्रेस पार्षद थे और अब कांग्रेस सुपाड़ा का सफाया हो गया है। सूरत में आम आदमी पार्टी के 27 पार्षदों को विपक्ष के तौर पर जगह मिली है.

महत्वपूर्ण बात यह है कि कांग्रेस नेता धीरू गजेरा भी आज सूरत में भाजपा कार्यालय में औपचारिक रूप से भाजपा का दुपट्टा धारण करेंगे। स्थानीय निकाय चुनाव हों, विधानसभा चुनाव हों, उपचुनाव हों या लोकसभा चुनाव, बड़ी संख्या में कांग्रेस के नेता, विधायक और पदाधिकारी भाजपा में शामिल हुए हैं. जब भी चुनाव आते हैं, कांग्रेस की आंतरिक गुटबाजी और विभाजन चरम पर पहुंच जाता है। कांग्रेस छोड़कर भाजपा में शामिल हुए धीरू गजेरा चार बार कांग्रेस से चुनाव लड़ चुके हैं। धीरू गजेरा पहले भाजपा के नेता थे और फिर तख्तापलट में कांग्रेस में शामिल हो गए। लेकिन अब धीरू गजेरा ने घर लौटने का फैसला किया है। ऐसी भी अफवाहें थीं कि बीजेपी धीरू गजेरा को लाने की कोशिश कर रही थी, जो कांग्रेस में शामिल हो गए थे क्योंकि व्यवसायी महेश सवानी आम आदमी पार्टी में शामिल हो गए थे।[:]