સમાજજીવનની કડવી સચ્ચાઈ દર્શાવતા આ એલઈડી સાઈનબોર્ડના શબ્દો અમદાવાદ જેવા મહાનગરની ઝાકમઝમાળ પાછળનું કાળુ અંધારુ બતાવી આપે છે. મોડી રાત્રીએ એકાદ વાગ્યાના સુમારે લેવાયેલી આ તસવીર શહેરના રાયપુર દરવાજા નજીક મુખ્ય માર્ગ પાસે આવેલા મહીપતરામ રુપરામ આશ્રમની છે. જ્યા એલઇડી સાઈન બોર્ડ દ્વારા નવજાત બાળકને ફેંકી ન દેતા તેને અહીં મુકાયેલા ઘોડિયામાં મૂકી જવાની વિનંતી કરવામાં આવી છે. સમાજમાં નવજાત બાળકને ત્યજી-ફેંકી દેવાની ઘટનાઓ અવારનવાર પોલીસ દફતરે નોંધાઈ રહી છે. ત્યારે મહીપતરામ રુપરામ જેવી અનાથ સંસ્થા આ રીતે ઘોડિયું મૂકી કોઈક માનવ જીવન શરુ થતાંજ આથમી જાય નહિ તેવી ભાવના સાથે જીવન બચાવવાની માનવીય ફરજ અદા કરી રહી છે. ફોટો:કલ્પિત ભચેચ