રાજકોટ,તા.૦૭ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ફરતો અને ચાલીને જતા મજુર જેવા દેખાતા રાહદારીઓને રોકીને નોકરી અપાવવાની લાલચ આપીને તથા પોતાના વાહનમાં લિફ્ટ આપીને પોતાના મોબાઈલથી ફોન કરીને છેતરનારા પોલીસના સકંજામાં આવી ગયા છે.મોબાઇલ ફોન લગાડીને ફોન નહિ લાગતો હોવાનું કહીં ફોન કરવા રાહદારીનો મોબાઈલ ફોન માંગી બાદમાં રાહદારીને પૈસા આપીને પાન કે ફાકી લેવા નજીકની દુકાને મોકલી રાહદારીનો મોબાઈલ લઇને ફરાર થઇ જતા બે ગઠીયાઓને પોલીસ ઝડપી પાડ્યા છે.ગાંધીગ્રામ પોલીસે આરોપી મુકુંદ ઉર્ફે મુકેશ મનસુખભાઇ લાધાભાઇ મારુ અને નાસિર ભટ્ટીને ઝડપી અલગ અલગ કંપનીના 14 મોબાઈલ ફોન અને હોન્ડા સાઈન બાઈક મળીને 1,10 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે