પંચાયતોની મધ્યસત્ર ચૂંટણીમાં કોઈની સામે પલગાં ન ભરાયા

અઢી વર્ષનુ શાસન પૂર્ણ થતાં 20 જૂન 2018ના રોજ રાજ્યની ૩૧ જીલ્લા અને ૨૦૦ તાલુકા પંચાયતોમાં ફરી એક વાર પ્રમુખ સહિતના હોદ્દા માટે મધ્યસત્ર ચૂંટણી યોજાઇ હતી. ચૂંટાયેલા સભ્યો વચ્ચે મારામારી થઇ હતી. મહિલા સભ્યનુ વસ્ત્રાહરણ થયુ હતું. હોર્સટ્રેડિંગ થતાં કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયતોમાં એવી બાજી પલટાઇ હતીકે,સત્તા પરિવર્તન થયુ હતું. તેમ છતાં તેમાં આજ સુધી સરકાર કે રાજકીય પક્ષો કોંગ્રેસ, ભાજપ, એનસીપીએ કોઈ પગલાં લીધા નથી. ગંભીર ઘટનાઓને દોઢ વર્ષ 17 ફેબ્રુઆરી 2019માં થઈ ગયું છે.

શું બની હતી જૂન 208માં એ ઘટનાઓ  ?

રાજ્યમાં ૩૧ જીલ્લા પંચાયતો,૨૦૦ તાલુકા પંચાયતોમાં બુધવારે પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઇ હતી. પંચાયતોમાં સત્તા કબજે કરવા તડજોડની રાજનીતિ ખેલાઇ હતી જેના લીધે ચૂંટાયેલાં સભ્યોની ભારે ડિમાન્ડ બોલાઇ હતી. ખાસ કરીને જીલ્લા પંચાયતોમાં સત્તા મેળવવા ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખૂબ જ કશ્મકશ જામી હતી. ભાજપની રાજકીય લોભલાલચને પગલે કોંગ્રેસે પાંચ જીલ્લા પંચાયતો ગુમાવવી પડી હતી જયારે બળવો થતાં ભાજપે પણ ૨૦થી વધુ તાલુકા પંચાયતો ગુમાવવાનો વારો આવ્યો હતો. ભાજપ-કોંગ્રેસે સામસામે આક્ષેપો કરીને જીતના દાવા કર્યા હતાં.વડોદરા જીલ્લા પંચાયતમાં સભ્યોને બાઉન્સરો વચ્ચે લાવવા પડયા હતાં.

પંચાયતોની ચૂંટણીને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડયો હતો.બોડેલીમાં સભાગૃહમાં કોંગ્રેસની મહિલા સભ્ય ભાજપમાં જવા માંગતા હતા તે વખતે ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે ખેંચતાણ જામતાં મહિલા સભ્યની વસ્ત્રો ફાટયા હતા.ડાંગ જીલ્લા પંચાયતમાં ચૂંટણી દરમિયાન ભાજપ-કોંગ્રેસના સભ્યો સામસામે આવી જતાં માહોલ ગરમાયો હતો. જામજોધપુરમાં તાલુકા પંચાયતની ચૂંટણી વખતે ભાજપ-કોંગ્રેસની મહિલા સભ્યો વચ્ચે મારામારી થઇ હતી.ડાંગ જીલ્લા પંચાયતમાં બબાલ થતાં અધિકારીએ આખીય ચૂંટણી જ રદ કરી દીધી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતોકે,જીતના ભયથી સરકારના ઇશારે ચૂંટણી રદ કરાઇ છે. આ ઉપરાંત ફતેપુરા તાલુકા પંચાયતની ચૂંટણી પણ મોકુફ રાખવામાં આવી છે.

જીલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે બળવાની સ્થિતીનો સામનો કરવો પડયો હતો. કેટલીંય પંચાયતોમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા હતાં. કેટલીંક પંચાયતોમાં સભ્યો પક્ષના આદેશનો અનાદર કરીને પ્રમુખ,ઉપપ્રમુખને ટેકો કર્યો હતો. આમ,દિવસભર પંચાયતોની ચૂંટણીનો રાજકીય માહોલ જામ્યો હતો.

કોંગ્રેસનું ડેમેજકંટ્રોલ નિષ્ફળ,યુવા નેતાઓનો પનો ટૂંકો પડયો
કોંગ્રેસે અમદાવાદ સહિત ચાર જિલ્લા પંચાયત ગુમાવી, ૩૨ બળવાખોરોને સસ્પેન્ડ કરાયા
કોંગ્રેસનો દાવો, ૨૧ ભાજપ શાસિત તાલુકા પંચાયતો કોંગ્રેસે આંચકી,પક્ષાંતર ધારા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરાશે

વત વખતે યોજાયેલી જીલ્લા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસે ૩૧ જીલ્લા પંચાયતો પર વિજય મેળવ્યો હતો. આ વખતે કોંગ્રેસના જ બળવાખોરોએ ભાજપને સમર્થન આપતાં કોંગ્રેસ શાસિત પાંચ જિલ્લા પંચાયતો પર ભગવો લહેરાયો છે.પંચાયતો પર સત્તા યથાવત જાળવવા કોંગ્રેસનું ડેમેજકંટ્રોલ મિશન નિષ્ફળ રહ્યુ છે.આ ઉપરાંત કોંગ્રેસની યુવા નેતાગીરીનો ય પનો ટૂંકો પડયો હતો કેમ કે,કોંગ્રેસે ૩૧ તાલુકા પંચાયતો ય ગુમાવી દીધી હતી.

કોંગ્રેસ શાસિત અમદાવાદ જીલ્લા પંચાયતમા છ કોંગ્રેસી સભ્યોએ છેલ્લી ઘડીએ ભાજપને સમર્થન આપતાં ભગવો લહેરાયો હતો.અમદાવાદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોર સભ્યોને સંભાળી ન શકતાં જીલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થયુ હતું. ભાજપે એક સહકારી બેન્કના ચેરમેનને ઓપરેશન પાર પાડવા જવાબદારી સોંપી હતી જેના લીધે અમદાવાદ જીલ્લા પંચાયતમાં કમળ ખિલ્યુ હતું. એજ પ્રમાણે, પાટણ જીલ્લા પંચાયતમાં ૮ સભ્યોએ પક્ષનો અનાદર કરી ભાજપને ટેકો આપ્યો હતો જેના લીધે કોંગ્રેસ સત્તા ગુમાવવી પડી હતી.

ભાવનગર જીલ્લા પંચાયતમાં ત્રણ સભ્યોએ ગેરહાજર રહીને ભાજપને સત્તા હાંસલ કરાવવામાં મદદ કરી હતી. મહિસાગર જિલ્લા પંચાયતમાં પાંચ કોંગ્રેસી સભ્યોએ ભાજપને સમર્થન આપતા સત્તા પરિવર્તન થયુ હતું. દાહોદ જીલ્લા પંચાયત પણ કોંગ્રેસી સભ્યોના બળવાખોરોને લીધે ભાજપને ફાળે ગઇ હતી. કોંગ્રેસે ૩૧ તાલુકા પંચાયતો ગુમાવવી પડી હતી. જોકે,કોંગ્રેસ ૧૮ જીલ્લા પંચાયતો પર સત્તા જાળવી રાખી હતી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવા આક્ષેપ કર્યાં કે,અમિત શાહે ૫૦ ટકા જિલ્લા પંચાયતો તોડવા ફરમાન કર્યુ પણ તે સફળ થઇ શક્યુ નહીં.કોંગ્રેસી સભ્યોને ખરીદવા પ્રયાસો કરાયા હતાં. શામ,દામ દંડભેદની નીતિથી પંચાયતો પર કબજો કરવા પ્રયત્નો થયા,પોલીસની ધાકધમકીનો ઉપયોગ થયો,ગામડામાં જનાધાર ઘટતા ભાજપે હવે પંચાયતો પર કબજો કરવા ત્રાગા રચવા પડયા હતાં. આમ છતાંય કોંગ્રેસ પંચાયતોમાં બહુમતી જાળવી રાખી છે.

કોંગ્રેસે એવો પણ દાવો કર્યો કે,ભાજપ શાસિત ૨૧ તાલુકા પંચાયતો કોંગ્રેસે છિનવી લીધી છે. કોંગ્રેસે પંચાયતોમાં બળવો કરનારાં ભાવનગર જીલ્લા પંચાયતના ત્રણ,અમદાવાદ જીલ્લા પંચાયતના ૬,પાટણ જીલ્લા પંચાયતના આઠ,દાહોદ જીલ્લા પંચાયતના નવ,મહિસાગર જીલ્લા પંચાયતના ૩ અને વડોદરા જીલ્લા પંચાયતના ૩ એમ કુલ મળીને ૩૨ સભ્યોને પક્ષમાં હાંકી કાઢ્યા છે અને પક્ષાંતર ધારા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવા તૈયારી કરી છે. કોંગ્રેસની યુવા નેતાગીરીને સિનીયરોની અવગણના ભારે પડી છે.પંચાયતો જાળવવામાં પ્રદેશના નેતાઓ નિષ્ફળ નિવડયા છે.

ભાજપની દશા,ગઢ આલા,સિંહ ગેલા
ભાજપમાં ઠેર ઠેર બળવો, તાલુકા પંચાયતો ગુમાવવી પડી
પંચાયતોની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બળવાની સ્થિતીનો સામનો કરવો પડયો છે. પાંચેક જિલ્લા પંચાયતો પર તો કબજો મેળવી રાજકીય જીતનો દાવો કરનાર ભાજપે ઘણી તાલુકા પંચાયતો પરથી શાસન ગુમાવવુ પડયુ છે.ભાજપના જ બળવાખોરોએ કોંગ્રેસને સમર્થન આપતાં ખુદ ભાજપની નેતાગીરી ય વિમાસણમાં મૂકાઇ ગઇ છે. શિહોર તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ જ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતાં જેના પગલે બળવાની સ્થિતી સર્જાઇ હતી. પાદરા,સાણંદ,વિરમગામ તાલુકા પંચાયતમાં ય ભાજપમાં અસંતોષની જવાળા ભભૂકતાં પંચાયતો કોંગ્રેસને ફાળે જાય તેવી સ્થિતીનું નિર્માણ થયુ છે.

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણીમાં ય ભાજપના તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતાં.મહુવા તાલુકા પંચાયત પણ કોંગ્રેસે ભાજપના હાથમાં ઝુંટવી લીધી હતી. કુતિયાણા તાલુકા પંચાયતમાં ય ભાજપના સભ્યોએ બળવો કરતાં કોંગ્રસેને ફાયદો થયો હતો. સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.ભાણવડ તાલુકા પંચાયત પણ ભાજપના બળવાખોરોને લીધે કોંગ્રેસના હાથમાં ગઇ હતી. ચોટિલા તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યો ગેરહાજર રહેતાં કોંગ્રેસનું શાસન સ્થપાયુ હતું.રાજુલામાં ય ભાજપના સભ્યોએ બળવો કર્યો હતો. આમ,પ્રથમવાર ભાજપશાસિત પંચાયતોમાં ભાજપના સભ્યોએ બળવો કરતાં કોંગ્રેસને ઘણો રાજકીય લાભ થયો હતો.

શિહોર,કુતિયાણા,રાજુલા,જાફરાબાદ,સાણંદ,વિરમગામ ચોટિલા,મહુવા,પાદરામાં ભાજપના બળવાખોરો મેદાને પડયાં

કઈ જિલ્લા પંચાયતોમાં સત્તા પરિવર્તન
જિલ્લા પંચાયત કોની હતી કોણે આંચકી
અમદાવાદ કોંગ્રેસ ભાજપ
ભાવનગર કોંગ્રેસ ભાજપ
પાટણ કોંગ્રેસ ભાજપ
દાહો કોંગ્રેસ ભાજપ
મહિસાગર કોંગ્રેસ ભાજપ

કઇ જિલ્લા પંચાયતોમાં સત્તા સચવાઇ
કોંગ્રેસ : અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, તાપી, વડોદરા,
ભાજપ : અમદાવાદ, ભાવનગર, દાહોદ, ગીર સોમનાથ, કચ્છ-ભૂજ, મહીસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરત, વલસાડ
જેડીયુ : ભરુચ,નર્મદા,
ચૂંટણી મોકુફ : ડાંગ

પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રસના ૬ સભ્યો આડા ફાટયા
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં બળવો, ભાજપે સત્તા આંચકી લીધી
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોમાં ચાલતા આંતરિક વિખવાદનો લાભ લઇને આજે તક જોઇને ભાજપે જિલ્લા પંચાયતની સત્તા આંચકી લીધી હતી. આજે પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ૬ સભ્યોએ બળવો કરીને ભાજપના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરતા અઢી વર્ષ બાદ અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો હતો. જિલ્લા પંચાયતના કુલ ૩૪ માંથી ૨૨ સભ્યોએ ભાજપ તરફી અને ૧૨ સભ્યોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. આમ કોંગ્રેસે તેના આંતરિક ડખાને કારણે અમદાવાદ જિલ્લા પંચાયત આખરે ગુમાવવાનો વારો આવ્યો હતો.

આંતરિક વિખવાદને લીધે કોંગ્રેસે જિલ્લા પંચાયત ગુમાવવી પડી, કુલ ૩૪ માંથી ૨૨ સભ્યોનું ભાજપ તરફી મતદાન

જિલ્લા પંચાયતમાં ૧૮ સભ્યો કોંગ્રેસના અને ૧૬ સભ્યો ભાજપના હતા. બહુમતીના જોરે કોંગ્રેસ બાકીના અઢી વર્ષ માટેે પણ સત્તા ટકાવી રાખવાની સ્થિતિમાં હતી. પરંતુ કોંગ્રેસના ૬ અસંતુષ્ટોએ બળવો કરી દેતા જિલ્લા પંચાયતના રાજકારણનું આખું ચિત્ર જ બદલાઇ ગયું હતું.

જિ.પં.ની ગત સામાન્ય ચૂંટણીમાં ૧૫ વર્ષ બાદ કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. જે આજે તેણે તેના સભ્યોમાં ચાલતા આંતરિક વિવાદોને લઇને ગુમાવાનો વારો આવ્યો હતો. પ્રમુખપદ માટે એકથી વધુ દાવેદારો હોવા ઉપરાંત ઠાકોર સમાજના સભ્યોમાંં ચાલતી વર્ચસ્વની લડાઇ અને અંદરોઅંદરના વિખવાદને કારણે કોંગ્રેસના સભ્યો તૂટયા હોવાનું જાણવા મળે છે.

આજે સવારે ૧૧:૦૦ વાગ્યે જિલ્લા પંચાયતના સભાગૃહમાં કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ૬ સભ્યોએ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કર્યું હતું. આમ પ્રમુખ પદે ભાજપના બાવળા તાલુકાની કાવીઠા બેઠકના જીતેન્દ્રસિંહ હરિભાઇ ચૌહાણ અને ઉપપ્રમુખ પદે દસક્રોઇની નાંદેજ બેઠકના ભાવિબેન નિખીલકુમાર પટેલ ચૂંટાઇ આવ્યા હતા.

આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ ૬ બળવાખોર સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરાશે. આ માટે વિકાસ કમિશનરને દરખાસ્ત પણ મોકલી અપાઇ છે. કોંગ્રેસ પક્ષે આપેલા મેન્ડેડનો વિરોધ કરનારા ૬ સભ્યોને જિલ્લા પંચાયતના સભ્યપદેથી દુર કરાવવા માટે કાયદાકીય લડત લડીશું.

સત્તા મેળવવા ભાજપે સભ્યદીઠ બે કરોડ ચૂકવ્યાનો કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તગત કરવા માટે ભાજપ દ્વારા મની અને મસલ પાવરનો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે. લોભ, લાલચ આપવા ઉપરાંત તોય ન માને તો વિવિધ કેસોમાં ફસાવી દેવાની ધાક-ધમકી અપાઇ હતી. સભ્ય દીઠ બે કરોડ રૃપિયામાં કોંગ્રેસના સભ્યોને ખરીદાયા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાઇ રહ્યો છે.આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોરે જણાવ્યું હતું કે આ પ્રકારની તમામ શક્યતાઓને જોતા જિ.પં.ના કોંગ્રેસના તમામ સભ્યોને છેલ્લા અઠવાડીયાથી રાજસ્થાનમાં અજ્ઞાાત સ્થળે લઇ જવાયા હતા.

પરંતુ આજે મતદાન વખતે કોંગ્રેસના ૬ સભ્યોએ ભાજપ તરફી કરી દેવામાં ભાજપની રણનીતિ કામ કરી ગઇ હતી.કોંગ્રેસના આવા આક્ષેપો અંગે જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યો કોંગ્રેસમાં જ ચાલી રહેલા અસંતોષ અને વિખવાદોને કારણે તૂટયા છે. કોંગ્રેસના કોઇ સભ્યોને પૈસા, લોભ-લાલચ કે ધાકધમકી અપાઇ નથી. તેઓએ વધુમાં સામે આક્ષેપ કરતા એવું જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ભાજપના બે સભ્યોને તોડવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ ભાજપના આ બે સભ્યોએ ભાજપમાં જ રહેવાનો નિર્ણય લીધો હતો.

કોંગ્રેસના કયા સભ્યોએ બળવો કર્યો ?
દ્ધ મનુજી રાજાજી ઠાકોર
– ( દેત્રોજની સુંવાળા બેઠક)
દ્ધ ઠાકરસિંહ સવસીભાઇ રાઠોડ
– ( ધોલેરાની હેબતપુર બેઠક)
દ્ધ દેવકુંવરબેન પ્રવિણસિંહ દાયમા
– ( ધોળકાની કૌકા બેઠક)
દ્ધ ઇચ્છાબેન ભગવાનભાઇ પટેલ
– ( માંડલ બેઠક)
દ્ધ જગદીશભાઇ મનજીભાઇ મેણીયા
– ( વિરમગામની શાહપુર બેઠક)
દ્ધ કાળુજી શકરાજી ડાભી
– ( સાણંદની ચેખલા બેઠક)

બોડેલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના એક સભ્યના ટેકાથી ભાજપનો વિજય
માત્ર એક મત માટે કોંગ્રેસના મહિલા સભ્યના કપડાં ખેંચાયા
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકા પંચાયતની પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી એક મત માટે ઉગ્ર બની હતી. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં ખેંચાખેંચ થતા છેવટે ભાજપે કોંગ્રેસના એક સભ્યને પોતાના તરફ કરી કોંગ્રેસ પાસેથી પ્રમુખ અને ઉપપ્રમુખની બેઠક ભાજપે આંચકી લીધી હતી.ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ સતાની સાઠમારીમાં મહિલાનું સંન્માન ભૂલી ગયા. મત માટે એક મહિલા સભ્યની ખેંચાખેંચ કરાતાં મહિલાનાં કપડા પણ ખેંચાઇ ગયા હતાં.

ભાજપ છાવણીમાં બેઠેલાં પોતાના મહિલા સભ્યને ખેંચી લાવવાના કોંગ્રેસના પ્રયાસ સામે ભાજપના સભ્યોએ તેમને પકડી રાખ્યાં

બોડેલી તાલુકા પંચાયતની કુલ ૨૬ બેઠક માંથી ૧૩ બેઠક કોંગ્રેસ અને ૧૩ બેઠક ભાજપના ફાળે છે. અઢી વર્ષ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ રહ્યા હતા. ત્યાર બાદ આજે ફરી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમા બંન્ને પક્ષની બેઠક એક સરખી હોવાથી એક સભ્ય માટે ખેંચાખેંચ રહી હતી આ વધવા બેઠક પરથી જીતેલાં કોંગ્રેસની સભ્ય વિનિતા બેન પ્રવીણભાઇ રાઠવા કોંગ્રેસને બદલે ભાજપ તરફથી મત આપવા જતાં ઉહાપોહ મચી ગયો હતો. કોંગ્રેસ સભ્યો વિનિતા બેનને પોતાનીં બાજુ લાવવા ભાજપની લાઇનમાંથી હાથ ખેંચીના લાનવતા બાજુ ભાજપના સભ્યો એ વિનિતાબેન ને ખેંચી રાખતા એક સમયે માહોલ ગરમાઇ ગયો હતો. અને ખેંચાખેંચ માં વિનિતાબેનનાં કપડાં પણ ખેંચાઇ ગયા હતાં.

પોલીસે બન્ને પક્ષને છુટા પાડીને પોતાની જગ્યાએ બેસાડયા હતા અને વિનિતાબેન ને પોતાની મરજી મુજબ મત આપવા જણાવ્યું હતું. બન્ને પક્ષની તુતું મેમે બાદ વીડિયો રેકોર્ડિંગ કરી સભ્યોને જેને મત આપવો હોય તે હાથ ઊંચા કરી મત આપે એમ જણાવતાં પ્રમુખ પદ માટે મતદાન થતાં અધિકારીની ભૂલને લીધે બન્ને ઉમેદવારને ૧૩-૧૩ મત જાહેર કરાયા હતા. પરંતુ ભાજપના સભ્યો એ ઉહાપોહ કરતાં જ મતદાન નો વિડિયો તપાસ કરતા ભાજપના જગદીશભાઇ શાંતિલાલ બારી ને ૧૪ મત મળ્યા હતા અને પ્રમુખ પદના વિજેતા જાહેર કર્યા હતા. ઉપપ્રમુખપદે ભાજપના વિજયભાઇ ભીખાભાઇ પટેલને પણ ૧૪ મત મળતા તેઓ ઉપપ્રમુખ પદે વિજયી જાહેર કર્યા હતા. કોંગ્રેસના વિનિતાબેન ના ક્રોસ વોટિંગથી બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ ભાજપે આંચકી લીધા હતા.