પતંગ અને દોરીના ભાવમાં ભડકો

ઉત્તરાયણ પર્વને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યારે પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર છે. આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં ભડકો થયો છે. પતંગ અને દોરીના ભાવમાં 10 ટકાનો ભાવ વધારો નોંધાયો છે.
પતંગ રસિઓ માટે માઠા સમાચાર છે. આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં ભડકો નોંધાયો છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાવ વધારાના કારણે પતંગબાજોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પતંગના ભાવમાં 10 ટકાનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઉત્તરાયણ સોમવારે આવે છે જ્યારે આગલા બે દિવસ એટલે કે શનિવારથી જ પતંગ રસિયાઓ આ તહેવારની ઉજવણીમાં લાગી જશે અને મંગળવાર એટલે કે વાસી ઉતરાણ સુધી ચાર દિવસ આ પર્વની ઉજવણી કરશે.
બજારમાં હજુ ખરીદીનો માહોલ જામ્યો નથી. હાલ હોલસેલર પાસેથી છૂટક વેપારીઓની ખરીદી શરૂ થઈ ગઈ છે. પતંગ બજારના વેપારીઓ-દુકાનદારો આશા સેવી રહ્યા છે. ભાવ વધારાને લઈને વેપારીઓનું કહેવું છે કે કાગળના ભાવમાં વધારો થવાના લીધે પતંગનો ભાવ વધ્યો છે. પરંતુ ચાર દિવસનો રજાઓનો સમય મળતો હોવાથી પતંગ રસિયાઓ ખાસ ભાવની ચિંતા કરતાં નથી.