પાલનપુર, તા.૨૧ અંબાજીની યુવતીને ગાંધીધામના સાસરીયાઓ અવારનવાર દહેજની માંગ કરી મારમારી રહ્યા હતા. જ્યારે યુવતી 3 માસનો ગર્ભ રહ્યો હોવાની તેના પતિને જાણ કરી તો તેના પતિએ ઉશ્કેરાઇ જઇ મારમારી કહ્યું તું અને બાળક કઇ નથી જોઇતુ તેવુ કહી છુટાછેડા લેવા દબાણ કરતા યુવતીએ પતિ સહીત સાસરીયાઓ સામે ફરીયાદ નોધાવી હતી.
અંબાજીની યુવતીના લગ્ન ગાંધીધામના આદીપુર ખાતે રહેતા જગદીશભાઇ રૂપશીભાઇ મકવાણા સાથે થયા હતા. સાસરીયાના લોકો અવારનવાર ત્રાસ આપતાં યુવતી તેના માતા પિતા સાથે અંબાજીમાં રહેતી હતી. એક વખત યુવતિનો પતિ જગદીશભાઇ અંબાજી ખાતે લગ્નમા આવ્યો ત્યારે યુવતિએ 3 માસનો ગર્ભ રહ્યો હોવાની વાત કરીતો જગદીશભાઇએ ઉશ્કેરાઇ જઇ યુવતિને મારમારી યુવતિ સહીત બાળક જોઇતુ નથી તેવી ધમકીઓ આપી છુટાછેડા લેવા દબાણ કર્યુ હતુ.
યુવતિના સાસરીયા વાળા દહેજની માંગ કરી માર મારતા હોવાથી યુવતિએ ગુરૂવારે અંબાજી પોલીસ મથકે પતિ જગદીશભાઇ મકવાણા, રૂપશિભાઇ મકવાણા, ભરતભાઇ મકવાણા અને શીતલબેન મકવાણા સામે ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.