પત્રકારો પરના હુમલા વખોડી વિધઆનસભામાં સુરક્ષા કાયદો લાવો – શંકરસિંહ વાઘેલા

છેલ્લા ઘણાં સમયથી સરકારે કાયદો અને વ્યવસ્થા, એની જે ચિંતા કરવી જોઈએ એના બદલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા  તૂટી પડી હોઈ એવું લાગે છે. લોકશાહીમાં પત્રકારત્વની સ્વતંત્ર દુનિયા એ એનો ચોથો સ્તંભ ગણાય  છે, ચાર સ્તંભ પર ઉભેલી લોકશાહીનો આ મહત્વનો સ્તંભ પર જો લૂણો લાગે તો એની  અસર સીધી લોકશાહી પર પડે છે. એમાં જયારે પત્રકારો ચોવીસ કલાક સુધી પોતાનો પરિવાર મૂકી દેશની પ્રજાને સાચા અને સત્ય આધારીત  સીધા સમાચાર જલ્દી મળે માટે જીવના અને જાનના જોખમે પણ સાહસ કરતા હોય છે આના પરિણામે પત્રકારોને ધાક ધમકી, કયાંક ચિરાગ પટેલ જેવા પત્રકારોને  મૃત્યુના મોંમાં પણ ધકેલી દેવામાં આવે અને સરકાર વિરોધી વાત ક્યાંક આવતી હોય તો બેરહેમીપૂર્વક સરકારને સારું લગાડવા માટે ગૃહ ખાતું પત્રકારો પર તૂટી પડતું હોય છે. તાજેતરમાં જૂનાગઢમાં બનેલો બનાવ, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ એમાં ગૃહ-પોલીસ ખાતાએ દાનવ પક્ષની ભૂમિકા ભજવવાની શું જરૂર હતી?

પત્રકારો સ્વાભાવિક છે કે પોતાની વાતની સાચી માહિતી મેળવવા માટે જ્યાં ક્યાંથી પ્રયત્નો કરતાં હોય છે જેથી
પ્રજાના  લાભની વાત હોય અને સરકારના વિરુદ્ધનીવાત હોય તે છુપાવતી હોય એ આ પ્રેસ અને મીડિયાના મિત્રો દ્વારા ઉજાગર થતી હોય છે તેમને  રોકવા માટેની સરકારની આ પદ્ધતિ નિંદનીય છે તે માટે પ્રેસના મિત્રો સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ.

NCPના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ વધુંમાં જણાવ્યું હતું કે, હું  ગુજરાતની  BJP સરકાર પાસે માંગણી કરું છું કે જે તે  વખતે પાટીદાર આંદોલન વખતે પત્રકારો પર જે હુમલા થયેલા, પત્રકારો ઈજાગ્રસ્ત થયેલા અને તેમના કેમેરા તોડી નાંખેલા એના સિવાય  રાજ્યમાં વીતેલ વર્ષોમાં ઘણા કિસ્સા બહાર આવેલા છે. જેમાં આર્થિક, સામાજિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવાવાળા પત્રકારોને મદદરૂપ થવા માટે સરકારે આગામી વિધાનસભામાં રાજ્યના મુખ્યમંત્રીએ પોતે આ બનાવોને વખોડી કાઢવાનો પ્રસ્તાવ લાવવો જોઈએ એનું પુનરાવર્તન ન થાય એની કાળજી લેવી જોઈએ.

પત્રકારો માટે પત્રકાર સુરક્ષા ધારો વિધાનસભા ગૃહમાં રજૂ કરે જેથી કરીને પત્રકારોની સલામતી વિષે ઉભા થતાં મુદ્દાઓનું નિરાકરણ આવી શકે. આવા પ્રકારનો ધારો, એક કાયદો બને તો પત્રકારોને નિર્ભય રીતે પોતાની વાત કરવાનું એક આશ્વાસન રહેશે.