પદ્મશ્રી બિમલ પટેલની સાબરમતિ રિવરફ્રંટની ડિઝાઈન ખામી યુક્ત

સાબરમતી રિવરફ્રન્ટના આર્કિટેક્ટ બિમલ પટેલને પદ્મશ્રી તો આપવામાં આવ્યો છે પણ નિષ્ણાંતો માને છે કે રિવરફ્રંટની ડિઝાઈન ખામી ભરેલી છે. ઉપરવાસમાં જ્યારે ભારે પૂર આવશે ત્યારે સાબરમતી નદી શહેરને બરબાદ કરી શકે તેમ છે. કારણ કે પાણીનો પ્રવાહ ઓછો સમાય તે પ્રકારની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ગાંધીનગરમાં સાબરમતિ નદી પર ડેમ બન્યો ત્યારે ત્યાં પાણીનો આવરો વતાવેલો છે તેના કરતાં અમદાવાદમાં પાણીનો આવરો ઓછો બનાવ્યો છે.

ભારત સરકાર દ્વારા જાહેરા કરાયેલા 112 પદ્મ એવોર્ડ વિજેતાઓમાં રાજ્યના 9 મહાનુભાવોને પદ્મશ્રીની જાહેરાત કરાઈ છે. આ એવોર્ડ પ્રાપ્ત કરનારા ગુજરાતીઓમાં અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલનો પણ સમાવેશ થાય છે. તેઓ શહેરી નિર્માણ, અને શિક્ષણ સાથે જોડાયેલા આર્કિટેક્ટ છે. બિમલ પટેલના જાણીતા કામમાં દેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર સાબરમતી રીવર ફ્રન્ટનો સમાવેશ થાય છે.અને આજે તેમને ભારત સરકાર દ્વારા સન્માન એનાયત કરાયું છે.

અમદાવાદના 57 વર્ષીય આર્કિટેક્ટ બિમલ પટેલ અર્બન પ્લાનર છે. હાલમાં તેઓ અમદવાદની સેપ્ટ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. પાછલા 30 વર્ષોથી વ્યાવસાયીક અને શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા પટેલે આર્કિટેક્ચરને લગતા અનેક વિષયોમાં સંશોધન કર્યુ છે. તેઓ સાબરમતી રિવરફ્રન્ટના આર્કિટેક્ટ છે. અને પોતાની પ્રાઇવેટ લી. પેઢી પણ ધરાવે છે.

વર્ષ 1995માં અમેરિકાના કેલિફોર્નિયાની બર્કલી યુનિવર્સિટીમાંથી શહેરી અને ગ્રામિણ આયોજનમાં ડૉક્ટેરટની પદવી મેળવનાર બિમલ પટેલે વર્ષ 1996માં એનવાયર્નમેન્ટ કૉલાબરેટિવ નામની એક નોન-પ્રોફીટ સંસ્થાની શરૂઆત કરી હતી. આ સંસ્થા પ્લાનિંગ રિસર્ચને લગતું કાર્ય કરે છે. તેમના પિતા પણ અમદાવાદ શહેરના ખૂબ જ જાણીતા આર્કિટેક્ટ હતા.ત્યારે આજે તેમને પદ્મશ્રી મળતા રાજ્યનું ગૌરવ વધ્યું છે.