પપૈયાનું માથા દીઠ ઉત્પાદન અને આવકમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબર પર છે. રૂ.1022 કરોડનું ઉત્પાદન 2013-14માં થયું હતું. 2019-20માં તે વધીને 1200 કરોડની આસપાસ રહે એવી ધારણા છે. જોકે, 2011-12માં રૂ.915 કરોડનું ઉત્પાદન થયું હતું. મહારાષ્ટ્રમાં રૂ.1117 કરોડનું ઉત્પાદન 2013-14માં હતું. આમ માથાદીઠ ઉત્પાદનમાં ગુજરાત એક નંબરના સ્થાન પર છે. દેશમાં રૂ.5000 કરોડના પપૈયાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ કેન્દ્રના કૃષિ મંત્રાલયનો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં પપૈયાનો હબ ગણાતા રૂપાલ આસપાસ મોટેપાયે પકવતા પપૈયાઓ દિલ્હી અને મુંબઈની બજાર મંડીઓમાં વેચાઈ રહ્યા છે. તાઇવાન-786 પપૈયાની ખેતી ખેડૂતો અપનાવી રહ્યા છે. 10 માસની મુદતના ગાળાના આ પપૈયા પાકમાં વીઘે સરેરાશ 800થી 1500 મણ પપૈયા થાય છે. ડ્રીપ ઈરીગેશન પદ્ધતિથી થતી પપૈયાની ખેતીમાં વેપારીઓ ખેતરમાં ઉભા પાકના સોદા કરી લઈ જતા હોઈ ખેડૂતોને માલ સંગ્રહ કરવાની કે બજારમાં વેચાણ માટે જવું પડતું નથી.
પપૈયાનું માર્ચ કે એપ્રિલ મહિનામાં વાવેતર કરવામાં આવે છે. છ માસ બાદ પાક તૈયાર થતાં પપૈયાંના પાકને ખરીદવા રાજકોટ, ઉદયપુર અને દિલ્હી-મુંબઈના વેપારીઓ ખેતર સુધી આવે છે. ફળ જોઈને ઊભા પાકનો સોદો કરી આ પપૈયાને દિલ્હી અને મુંબઈની બજાર કે અન્ય રાજ્યોની બજારમાં મોકલે છે.
ગયા વર્ષે 20 કિલોનો ભાવ રૂ.100 થી રૂ.200 રહ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે પપૈયા પાકને થયેલા નુકશાનથી અછત સર્જાવાના કારણે પાકની ગુણવત્તા મુજબ રૂ.400થી રૂ.500 છે. જેથી ખેડૂતોને થયેલું નુકસાન વળતર મળી શકે એવી સ્થિતી ઊભી થઈ છે.
19657 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 1207075 ટન ઉત્પાદન થવાની ધારણા હતી. પણ તેને પવન અને વરસાદે મોટું નુકસાન કર્યું છે.
સૌથી વધું પપૈયા કચ્છમાં 2735 હેક્ટરમાં 23 લાખ ટન થાવાના હતા. ત્યાર બાદ બીજા નંબર પર તાપીમાં 2090 હેક્ટરમાં 13 લાખ ટન પેદા થઈ શકે તેવી ધારણા હતી.
2019-20માં ક્યાં કેટલું હેક્ટર વાવેતર અને ટનમાં ઉત્પાદન
જિલ્લો – વાવેતર – ઉત્પાદન
બનાસકાંઠા – 1050 – 63525
મહેસાણા – 1162 – 56938
સાબરકાંઠ – 1253 – 85858
સુરત – 292 – 17082
નર્મદા – 241 – 14460
નવસારી – 427 – 26901
આણંદ – 560 – 44016
ખેડા – 835 – 45925
મહિસાગર – 840 – 42017
વડોદરા 1974 – 112913
છોટાઉદેપુર 958 – 67060
જુનાગઢ – 450 – 24525
વિસ્તાર પ્રમાણે બગીચા
દક્ષિણ ગુજરાત – 4088 – 246470
મધ્ય ગુજરાત – 5832 – 343874
ઉત્તર ગુજરાત – 5202 – 287690
સૌરાષ્ટ્ર-કચ્છ – 4535 – 329041
કુલ – 19657 – 1207075
2005-06માં સૌથી વધું વાવેતર આણંદ અને સુરત જિલ્લામાં થતું હતું. ગુજરાતમાં 7734 હેક્ટરમાં 3.23 લાખ ટન પપૈયાનું ઉત્પાદન થયું હતું. આમ 14 વર્ષમાં વાવેતર અને ઉત્પાદન વધી ગયું છે.