પરંપરાગત સ્ત્રોતોથી કેપ્ટીવ (સ્વ ઉત્પાદિત) વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી પાંચ પૈસા વિદ્યુત શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી ઔદ્યોગિક એકમોએ માટે વીજ કર યુનિટ દીઠ 55 પૈસાને બદલે 60 પૈસા આપવાનો રહેશે પાંચ પૈસાનો આ નજીવો વધારો પાંચ વર્ષ પછી કરવામાં આવ્યો છે.
રાજ્યમાં મોટા ઉદ્યોગો વીજ વિતરણ કંપનીઓ પાસેથી વીજળી મેળવે છે, જેના ઉપર હાલ 15% વીજ કર લાગે છે અને વર્તમાન ટેરિફ અનુસાર યુનિટ દીઠ તેનો ખર્ચ આશરે રૂ 1.05 રૂપિયા થવા જાય છે, જયારે કેપ્ટીવ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો દ્વારા સરકાર હવેથી પાંચ પૈસાના વધારા પછી પણ 60 પૈસા જ વસૂલી રહી છે.
આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વિદ્યુત શુલ્ક સુધારા વિધેયક રજૂ કરતાં કહ્યુ કે, રાજય સરકાર દ્વારા તારીખ 2 જુલાઈના રોજ રાજ્ય વિધાનસભામાં અંદાજપત્ર પ્રવચનમાં સમાવિષ્ટ અંદાજપત્રીય દરખાસ્તમાં કેપ્ટીવ વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી યુનિટ દીઠ વીજ કર 55 પૈસાને બદલે 70 પૈસા વસુલવાની દરખાસ્તના મામલે રજૂઆતો મળી હતી અને તારીખ 24 જુલાઈના રોજ આ સુધારા દરખાસ્તને અમલમાં લાવવાના ઉદેશ્યને ધ્યાને રાખીને
રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગુજરાત વિદ્યુત શુલ્ક અધિનિયમ, 1958માં સુધારો કરવા માટે આજે
આ સુધારા વિધેયક રજુ કરવામાં આવ્યું હતું.
પરંપરાગત સ્ત્રોતોથી વીજ ઉત્પન કરતાં એકમો પોતાનું મુડી રોકાણ કરતાં હોઈ, વીજળી તેઓને મોંઘી પડતી હતી તેના કારણે તેઓએ આ ઘટાડો કરવા રજૂઆત કરી હતી.