NCPના ગુજરાતના નેતાઓએ રાજ્ય સભાની અહેમદ પટેલની ચૂંટણી વખતે દગો કર્યો હોવાથી લોકસભામાં કોંગ્રેસે એક પણ બેઠક NCPને આપી નથી. પણ NCPના નેતા શરદ પવારે કોંગ્રેસના એક મજબૂત નેતા પરથી ભટોળને ટિકિટ આપવા માટે ભલામણ કરી હતી અને તે રાષ્ટ્રીય નેતાઓએ માની લીધી છે. આમ કરીને જે બેઠક ભાજપ માટે જીતની માનવામાં આવતી હતી તે હવે શરદ પરાવના કારણે પડકાર જનક બની ગઈ છે.
બનાસકાંઠા પરથી કોને ટિકિટ આપવી તે સોંગ્રેસના નેતાઓએ નક્કી કરી લીધું હતું પણ પરથી ભટોળ માટે કોંગ્રેસના ધારાસભ્યોએ એક મત વ્યક્ત કર્યો હોવા છતાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પર દબાણ કરી રહ્યો હતો કે પાટણ બેઠકની ટિકિટ ન આપી તો કંઈ નહીં પણ બનાસકાંઠાની ટિકિટ તો તેમને મળવી જોઈએ. પણ તે વાત કોંગ્રેસના મોવડીઓ અને ગુજરાતના નેતાઓ માનવા તૈયાર ન થયા.
અહેમદ પટેલને ટિકિટ આપવાની થાય તો તેઓ ગોવાભાઈ દેસાઈને જ ટિકિટ આપત. પણ તેમનું કંઈ ચાલ્યું નથી. જો ભરત સૌલંકીને ટિકિટ આપવાની થાત તો જિલ્લા કોંગ્રેસપ્રમુખ દિનેશ ગઢવી કે તેમના ભાઈ સ્વ.મુકેશના પત્ની ક્રિશ્ના ગઢવીને ટિકિટ આપત પણ તેમનું કંઈ ચાલ્યું નથી.
બ્રાહ્મણ લોબી દ્વારા આર ડી જોષીનું નામ ચલાવાયું હતું પણ તેમાં કારી ફાવી નથી.
પાલનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અમૃત –જોષી દાઢી ભાજપમાં જોડાયા હતા.
આમ પરથી ભટોળ સામે સ્થાનિક લોકો ખાસ કરીને અલ્પેશ ઠાકોરનો વિરોધ હતો તે વિરોધ બાજુ પર મૂકીને દિલ્હી નેતાઓએ શરદ પરાવની ભલામણ માન્ય રાખીને ભાજપને પડકારજનક સ્થિતીમાં મૂકી દીધા છે. તેથી મુખ્ય પ્રધાને બનાસકાંઠા એકાએક દોડી જવું પડ્યું હતું.
પરથીભાઈ ભટોળે પોતાના ગામ રતનપુરમાં મોટી સભાનું આયોજન કર્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તમામ નેતાઓએ મળીને પરથી ભટોળને જીતડવાનું આહવાન કર્યું હતું. જેમાં મોટી સંખ્યા કોંગ્રેસી કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા. ત્યારબાદ પરથી ભટોળ દ્વારા પાલનપુરના માર્ગો ઉપર રોડ શો કરાયો હતો અને નેતાઓની પ્રતિમા ઉપર ફુલહાર કરીને તેવો કોંગ્રેસી ધારાસભ્યો સાથે પોતાનું ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.