અમદાવાદ,તા.08
સરખેજ પોલીસ ઘ્વારા બે અલગ અલગ કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 4 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો..આ 2 કોલ સેન્ટર ના આરોપીઓ ની પૂછપરછ કરતા આર્થિક પરિસ્થિતી ને પહોંચી વળવા માટે આ કોલ સેન્ટર શરૂ કરી પરિવાર ની પરિસ્થિતિ સારી કરવાના હેતુ થી આ કામ કરતા હોવાનું સામે આવ્યું છે
કહેવાય છે કે પેટ કરાવે વેઠ આ સાબિત થયું છે સરખેજ પોલીસ ઘ્વારા કરવામાં આવેલો કોલ સેન્ટર ની રેડ ના આરોપી ઇમરાન પઠાણ અને અર્શદ મેમેન દ્વારા.પોલીસે રેડ કરી અને 4 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો અને આરોપીની પૂછપરછ કરી તો ઇમરાન પઠાણ એ જણાવ્યું હતું કે પોતે ગાંધીનગર માં રહે છે અને પત્ની અને બાળકો પણ છે પરંતુ મારા પિતા ને હાર્ટ એટેક આવતા તેમની સારવાર માં અને ઘરના ખર્ચમાં વધારે દેવું થતા તેને આ રસ્તો અપનાવ્યો હતો.તેને એમ હતું કે અના ઘ્વારા હું મારું દેવું ઓછું કરી શકીશ.તો બીજી બાજુ અર્શદ મેમણ ના પિતા થોડા સમય પહેલા અવસાન પામ્યા હતા અને પોતે સી.એસ ની ડિગ્રી પૂરું કરવા માટે મહેનત અને ખર્ચો ક્યાં થી નિકાળવો તથા પોતાના પરિવાર નું ગુજરાન ક્યાં થી ચાલવું તેના ટેનશન માં તેને આ ગેરકાયદેસર કામ અપનાવ્યું હતું. પરંતુ આ બે આરોપીઓ પોતાના પરિવાર ની મદદ કરવા જતાં પરિવાર ને મુશ્કેલી માં મૂકી દીધા છે. સરખેજ ના પી.આઈ બી.બી ગોયલ એ જણાવ્યું હતું કે આ આરોપીઓ વિરુધ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે અને વધુ હજી કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે