પરિવાર વતન ગયો અને તસ્કરો 2.30 લાખની રોકડ અને દાગીના ચોરી ગયા

પાલનપુરના માધુપુરા રોડ પર આવેલી ગોવિંદાગ્રીન સોસાયટીમાં રહેતો એક પરીવાર શનિવારે સાંજે સામાજીક કારણોસર પોતાના વતને જવા નિકળ્યો હતો.જેને લઇ બંધ મકાનનો લાભ ઉઠાવી રાત્રે તસ્કરો ઘરમાંથી રૂ.2.30 લાખ રોકડ તેમજ 5 તોલા સોનાની ચોરી ગયા હતા ઘટનાની જાણ ઘર માલીકને થતા પરીવારે પરત દોડી આવી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.પોલીસે 2.30 લાખ રોકડ અને 95 હજારના જ દાગીનાની ચોરીની ફરિયાદ નોંધી હતી.

પાલનપુર તાલુકાના લાલાવાડા ગામની સીમ નજીક માધુપુરા રોડ પર આવેલી ગોવંદાગ્રીન સોસાયટીમા 105 નંબરના ઘરમા રહેતા ગૌતમભાઇ અમૃતભાઇ પટેલ શનિવારે સાંજે સામાજીક કારણોસર પોતાના પરીવાર સાથે વડાલી ગામે ગયા હતા. ત્યારે બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યુ હતુ.અને ઘરના દરવાજાના તાળા તોડી ઘરમા ઘુસી કબાટમા પડેલી રોકડ કરમ રૂ.2,30,000 સહીત ઘરમા પડેલા સોના ચાંદીના 5 તોલા જેટલા દાગીનાની ચોરી કરી તસ્કરો પાછળના દરવાજેથી ફરાર થઇ ગયા હતા.જ્યારે રવિવારે સવારે આજુબાજુના સ્થાનીકોને ઘટનાની જાણ થતા ગૌતમભાઇને જાણ કરતા ગૌતમભાઇએ ઘરની તપાસ કરી ચોરી થયાની પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોધી તપાસ હાથધરી હતી.