પરેશ ધાનણીનો વિજય પાકો બની જતાં તેમની ધારાસભાની બેઠક પર લડવા લાઈન

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીમાં અમરેલી વિધાનસભાની ધારાસભ્ય પરેશ ધાનાણીનો વિજય નક્કી થઈ જતાં તેમની ઓક્ટોબર-નવેમ્બરમાં થનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે કોંગ્રેસના કાર્યકરો લાઈન લગાવી રહ્યાં છે. મજબૂત કાર્યકરો પરેશ ધાનાણીની જીતાડવા માટે દરેક સ્થળે મહેનત કરી રહ્યાં છે. તેમની ખાલી પડનારી બેઠક પર ચૂંટણી લડવા માટે 10 જેટલા લોકો અત્યારે જ તૈયાર છે.

અહીંના લોકોને યુવા નેતા પર અતુટ વિશ્‍વાસ છે. યુવા નેતાએ રૂપાલા, સંઘાણી, ઉંઘાડ જેવા કદાવર નેતાને પરાજિત કરીને તેઓએ શક્તિશાળી હોવાનું પ્રસ્થાપિત કર્યું છે. 1 લાખ મતથી તેઓ વિજયી બનશે એવું કાર્યકરો ગણીત મૂકી રહ્યાં છે. તેથી નવા ધારાસભ્ય કોણ બનશે તેની ચર્ચા શરૂં થઈ છે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બને તો પરેશ ધાનાણીને કયું મંત્રાલય આપવામાં આવશે તે અંગે પણ સટ્ટો ખેલાવા લાગ્યો છે.

પરેશ ધાનાણી સાંસદ બને તો અમરેલી બેઠક માટે કોંગ્રસ તરફથી જયેશ નાકરાણી, ડી.કે. રૈયાણી, ધર્મેન્‍દ્ર ભાનસુરીયા, જેનીબેન ઠુંમર, ભરત હપાણી, મનિષ ભંડેરી સહિતનાં લોકો ચૂંટણી લડી શકે છે.

અમરેલી સંસદીય મત વિસ્‍તારમાં આવતા 800 જેટલા ગ્રામ્‍ય વિસ્‍તારના 10 લાખ કરતા પણ વધારે મતદારોમાં ભાજપ સરકારની નિષ્‍ફળતા સામે નારાજગીનો માહોલ જોવા મળી રહયો હોય સતા વિરોધી લહેરથી ભાજપના ઉમેદવારને ભયંકરપણે સામનો કરવો પડી શકે તેમ છે.

4 વર્ષ પહેલા યોજાયેલ પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ઘોર પરાજય થયો. બાદમાં દોઢ વર્ષ પહેલા યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને સતા વિરોધી લહેરનો ભોગ બનવું પડયું અને જિલ્‍લાની તમામ પાંચેય બેઠકો પર ભાજપના ઉમેદવારનો ઘોર પરાજય થયો.

ભાજપ સરકારની કથની અને કરણીમાં ફેર હોવાનું ગ્રામ્‍ય મતદારો માની રહયા છે. જિલ્‍લામાં સૌથી વધુ મતદારો ખેડૂતો છે. અને જિલ્‍લામાં ખેડૂતોની હાલતમાં છેલ્‍લા પાંચ વર્ષમાં કોઈ સુધારોથયો નથી. દિન પ્રતિદિન ખેડૂત પાયમાલીમાં ધકેલાઈ રહયો છે. જિલ્‍લામાં ખેતી કરવી એ અતિ મુશ્‍કેલ કાર્ય માનવામાં આવી રહયું છે.

ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી, વીજળી, ખાતર કે બિયારણ સરળતાથી મળતું નથી. ખેતી અને હીરા ઉદ્યોગમાં સતત મંદી છવાતા લાખો શ્રમજીવીઓ એક લાખ યુવાનો બેરોજગાર બન્‍યા હોય ધંધા-નોકરી અર્થે મહાનગર તરફ જવા મજબૂર બન્‍યા છે.

જિલ્‍લામાં ઉદ્યોગોનું સ્‍થાપન થતું નથી. પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. જિલ્‍લાના સેંકડો માર્ગો પર ચાલવું મુશ્‍કેલ બન્‍યું છે. શિક્ષણ, આરોગ્‍ય કે એસ.ટી. સેવા દિન પ્રતિદિન કથળી રહી છે.

તદ્‌ઉપરાંત, વેપાર-ધંધા ઠપ્‍પ થયા છે. સરકારી વિભાગોમાં ભ્રષ્‍ટાચારનું પ્રમાણ વધી રહયું છે. આ પ્રકારની અનેક સમસ્‍યાઓ જોવા મળી રહી છે. જેથી, ગ્રામ્‍ય મતદારોમાં સતા વિરોધી લહેર જોવા મળી રહી હોય ભાજપના ઉમેદવારને વિજેતા થવા માટે ભારે સંઘર્ષ કરવો પડશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.