ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રાજકારણનો અખાડો બની ગઈ છે. 20 વર્ષથી ભાજપનાં કબ્જામાં રહેલી રાજૂલા તાલુકા પંચાયત કોંગ્રેસ દ્વારા 19 જૂન 2018માં છીનવી લીધી હતી. કાવાદાવા કરીને ભાજપે ફરી તેના પર શાસન લાદી દીધું છે. અમરેલીમાં ભાજપના એક પણ ધારાસભ્ય ચૂંટાયા ન હતા ત્યાર બાદ અમરેલીની તમામ 11 તાલુકા પંચાયતો પર કોંગ્રેસે કબજો લીધો હતો.
ભાજપનાં ત્રણ બળવાખોર સભ્યોએ બળવો કર્યો હતો અને કોંગ્રેસને ટેકો આપી સત્તા પરિવર્તન કર્યું હતું. તાલુકા પંચાયતમાં 8 બેઠક કોંગ્રેસ પાસે અને 12 બેઠક ભાજપ પાસે હતી. જેમાં ભાજપનાં ૩ સભ્યો સભ્ય ગીતા જગુ ધાખડાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જ્યારે પ્રમુખ તરીકે બચી બળવંત લાડુમોરને બનાવાયા હતા. દયા રમેશને ન્યાય સમિતિનાં અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા તેથી કોંગ્રસે સત્તા મેળવી હતી. પ્રજાએ આપેલા ભાજપની તરફેણના આદેશનો કોંગ્રેસે અહીં ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું હતું. ભાજપના ત્રીજા સભ્ય હુસેન મકવાણાંને કોંગ્રેસ પક્ષ પલટો કરાવ્યો હતો.
ઉપપ્રમુખ સહિત 3 સદસ્યને પંચાયત ગ્રામ ગ્રહ ગ્રામ વિકાસવિભાગે 1 ડિસેમ્બર 2018માં ગીતા જગુ ધાકડા, દયા રમેશ ધાકડા અને હુસેન જમાલ મકવાણાને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખ બન્નેને બરતરફ સરકારી અધિકારીએ અત્યંત ઝડપ રાખીને ગેરલાયક ઠેરવતાં ફરીથી ચૂંટણી થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે માસુમ બારૈયા અને ઉપપ્રમુખ તરીકે અરજન વાઘ ચૂંટાઈ આવ્યા હતા. ભાજપના 9 સભ્યો અને કોંગ્રેસના 3 સભ્યો હાજર રહ્યાં હતા.
અમરેલી જિલલામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો ચૂંટાયેલા છે. જેમાં ભાજપના હીરા સોલંકી હારી ગયા હતા. રાજુલામાં રાજકીય રીતે ખેલ પાડવા માટે હીરા સોલંકી મેદાને આવ્યા હતા.
અમરેલીની 11 તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ત્રીરંગો ફરકતો હતો હવે તેમાં 2 તાલુકા પંચાયત પર ભગવો ફરકી રહ્યો છે. આમ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ફરી એક વખત ગાબડું પડ્યું છે.