અમરેલીનાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આક્રમકતા, ઉત્સાહ અને વિજયી થવાનાં આશા સાથે 20 હજાર લોકોની હાજરી વચ્ચે નાગનાથ મહાદેવ મંદિરે શિશ ઝુંકાવીને ઉમેદવારીપત્રક રજુ કર્યુ ત્યારે તેમની સાથે કનુભાઈ કળસરિયા પણ હતા. કળસરિયા કોંગ્રેસમાં જોડાયા છે અને તેઓ હવે કોંગ્રેસ સાથે છે. તેથી આ વખતે કોંગ્રેસની તાકાત બે ગણી થઈ ગઈ છે.
ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીનાં નામની જાહેરાત થતાં જ યુવાનો, ખેડૂતો, શ્રમજીવીઓ સહિત સૌ કોઈ આનંદથી ઝુમી ઉઠયા હતા. ગજેરાપરામાં યોજાયેલ ભારત બચાવો સંમેલનમાં સંસદીય મત વિસ્તારમાંથી 20 હજાર ઉપરાંતના લોકો હાજર રહ્યાં હતા. તેમણે વિજયનો વિશ્વાસ વ્યકત કરીને તેમના માતાના આશિર્વાદ લીધા હતા.
સંમેલનમાં ધારાસભ્ય વિરજી ઠુંમર, અંબરીશ ડેર, પ્રતાપ દુધાત, જે.વી. કાકડીયા, જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર, તાજી પ્રમુખ રવજીભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ડો. કળસરીયા, વિજયભાઈ ચૌહાણ, જિલ્લાકોંગી પ્રમુખ અર્જુન સોસા, પંકજ કાનાબાર, ઠાકરશીભાઈ મેતલીયા, એડવોકેટ નિશીત પટેલ, ટીકુભાઈ વરૂ, ઉમેદભાઈ ખાચર, રાજન જાની, આકાશ જોષી, સંજયભાઈ ગજેરા, લલિત ઠુંમર, સંદિપ ધાનાણી, વિપુલ શેલડીયા, ધર્મેન્દ્ર પાનસુરીયા, જયેશ નાકરાણી સહિતનાં અનેક કોંગી આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા.
ભારત બચાવ સંમેલનમાં આક્રમક શૈલીમાં જણાવ્યું હતું કે મારા વિશે કોઈપણ પ્રકારની ખોટી અફવા ફેલાવવામાં આવે તો કોઈએ ભરમાવવાનું નથી. ભાજપનાં ઉમેદવારને ઐતિહાસીક મતોથી પરાજિત કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. તેઓએ તેમના પક્ષનાં તમામ કાર્યકર્તાઓને, મિત્રો, શુભેચ્છકોને કોંગી ઉમેદવારને વિજેતાં બનાવવાના કાર્યમાં તન-મન-ધનથી કામે લાગી જવા હાંકલ કરી હતી.