પર્યાવરણની જાળવણી અને વન્યપ્રાણીઓની સલામતી વનવિભાગ માટે સૌથી મોટો પડકાર

જૂનાગઢ,તા.04
જૂનાગઢમાં જગવિખ્યાત લીલી પરિક્રમાનો આઠથી બાર નવેમ્બર સુધી યોજાનારી છે. તેમાં ભાગ લેવા દેશભરમાંથી સાતથી આઠ લોકો આવે છે અને ગિરનારની પ્રદક્ષિણા કરે છે. વનભ્રમણ દરમિયાન હજારો લોકો જંગલોમાં નદી અને નાળાને પસાર કરીને પરિક્રમા પૂર્ણ કરે છે. જોકે આ દરમિયાન સોંકડો લોકો અવરજવર કરતાં હોવાને કારણે પર્યાવરણ અને વન્યજીવો સામે સૌથી મોટો પડકાર સર્જાય છે. તેમાંય પરિક્રમાવાસીઓ આડેધડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને તેને જેમતેમ જંગલોમાં ફેકતા હોય છે જેને કારણે વન્યજીવો પ્લાસ્ટીકની સુગંધથી આકર્ષાઇને તેને ખાઇને મૃત્યુ નોંતરતા હોય છે. જ્યારે જેમેતેમ આડેધડ પ્લાસ્ટિકનો કચરો ફેંકીને પર્યાવરણને ભારોભાર નુકસાન કરે છે. હજારો ટન પ્લાસ્ટિકનો કચરો ગિરનારના જંગલોમાં ફેંકવામાં આવતાં અનેક મુશ્કેલીઓ સર્જાય છે. ત્યારે આ વખતની પરિક્રમામાં લોકોને પ્લાસ્ટિક નહીં લઇ જવા વનવિભાગે સૂચના આપી છે.

પ્રસિધ્ધ અને ધાર્મિક મહત્વ ધરાવતી લીલી પરિક્રમાને સફળ બનાવવા માટે વનવિભાગ અને સ્થાનિકતંત્ર તેમજ ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. યાત્રાળુઓના ધસમસતા પ્રવાહ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે વિસ્તારમાંથી લોકો પરિક્રમા કરશે તેમાં વનવિભાગ દ્વારા વિસામા તૈયાર કરાયા છે. આ હંગામી વિસામા તૈયાર કરીને તેમની રહેવા જમવાની અને પાણી પિવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરિક્રમા યાજાશે ત્યારે કોઇપણ મુશ્કેલી અથવા તો ઇમરજન્સી સર્જાય તો નજીકની વનવિભાગની રાવટી અથવા તો પોલીસનો સંપર્ક કરવા સૂચના આપી દેવાઇ છે. જ્યારે વનવિભાગ દ્વારા કેટલીક કડક સૂચનાઓ આપવામાં આવી છે અને તેનું ચુસ્ત પણે પાલન કરવા જણાવાયું છે.

દર વર્ષે જૂનાગઢ ગીરનાર પરીક્રમા દરમ્યાન 6 થી 7 લાખ લોકો જંગલ અંદર જાય છે જેમના દ્વારા 20 થી 25 ટન પ્લાસ્ટિક કચરો જંગલ અંદર ઠલવાય છે. જે પ્લાસ્ટિક ના સ્વાદ અને સુગંધથી આકર્ષાયને તેને ખાઈને પ્રાણીઓ કે પક્ષીઓ માંદા કે મૃત્યુ પામે છે. જંગલમાં પણ પ્લાસ્ટિક ચારે બાજુ ઉડી જાય છે અને પ્રકૃતિને નુકશાન થાય છે.

કેટલીક સંસ્થાઓ દ્વારા જૂનાગઢ સાથે રહીને પરિક્રમાર્થીઓના નાસ્તા પ્લાસ્ટિક બેગમાંથી કાગળ કે કાપડની થેલીમાં બદલી આપવામાં આવશે. જેને લીધે પ્લાસ્ટિક કચરો જંગલમાં જતો રોકી શકાય .

અન્નક્ષેત્રો અને ભંડારાની ખૂબ વ્યાપક સેવા આ પરિક્રમામાં ઉપલબ્ધ હોવાથી પ્રતિ વર્ષે મોટી સંખ્યામાં લોકો આ પરિક્રમામાં જોડાય છે.તેઓ જ્યાં જમવા બેસે છે ત્યાં તેમની ડીશો અને પ્લાસ્ટિક એમ ને એમ મૂકીને ચાલ્યા જાય છે .પરિક્રમા બાદ પશુ પંખીઓ તેનો ઉપયોગ કરે છે ને પ્લાસ્ટિક તેમના પેટ સુધી પહોંચી જાય છે ,જે ખૂબ ખતરનાક બની જાય છે .વળી જંગલમાં જઈને આ પ્લાસ્ટિક વીણવું એ ખૂબ અઘરું કામ બની જાય છે તેથી અમે લોકો પરિક્રમા જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ લોકોને પ્લાસ્ટિક બેગો લઈને ઇકો ફ્રેન્ડલી બેગો સ્વૈચ્છક અને પર્યાવરણના જતન માટે કાર્ય કરતી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.