2010માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ચાલુ ધારાસભ્ય તરીકે પાકિસ્તાન છોડીને ભારતમાં હિજરત કરીને મોરબીમાં આવેલા અને હાલમાં કચ્છના નખત્રાણામાં સ્થાયી થયેલા રામસિંહ સોઢા લોકસભાની બેઠક માટે પ્રથમ વખત મતદાન કર્યું હતું. તાજેતરમાં ભારતીય નાગરિકત્વ મળ્યા બાદ તેમને ભારતના મતાધિકાર મળ્યા છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 1985માં મુખ્ય પ્રધાન ગૌસઅલી શાહની સરકારમાં રામસિંહ સોઢા લઘુમતી વિભાગના પ્રધાન હતા. 2010માં તેઓ પાકિસ્તાન છોડીને ગુજરાતના મોરબીમાં આવ્યા હતા, તે સમયે પણ તેઓ ધારાસભ્ય હતા. તેઓ ધારાશાસ્ત્રી હતા. મોરબી આવ્યા બાદ રામસિંહ સોઢાએ ધારાસભ્ય તરીકેનું રાજીનામું મોકલાવ્યું હતું. ધારાસભ્ય તરીકે ફેકસથી રાજીનામું મોકલ્યા બાદ કચ્છના નખત્રાણામાં સ્થાયી થઇને સમાજ સેવા કરવાનો નિર્ધારવ્યક્ત કર્યો હતો.
સિંધની મુસ્લિમ લીગ કાયદે આઝમ નામની રાજકીય પાર્ટીના સભ્ય તરીકે 1985માં રાજકીય કારકીર્દી શરૂ કરનાર 66 વર્ષના આ પ્રતિભાશાળી સોઢા અગ્રણી એક વકીલ હોવા ઉપરાંત પાકિસ્તાનના રાજકારણમાં મોભાનું સ્થાન ધરાવતાં હતા. ઝળહળતી રાજકીય કારકીર્દી અને વર્ષો જૂના ઘર છોડીને ભારત ભાગી આવ્યા હતા.
રામસિંહ સોઢાએ આત્મકથા પણ લખી છે. અમદાવાદ સરદારનગર ખાતે સિંધી સાહિત્ય અકાદમી દ્વારા ચેટીચંડની ઉજવણીના ઉપલક્ષમાં સાહિત્યોત્સવ યોજાયો હતો. જેમાં કચ્છના બે લેખકોના પુસ્તકોનું વિમોચન પણ કરાયું હતું. રામસિંહ સોઢા લિખિત આત્મકથા સિંધ પણ રજૂ કરવામાં આવી હતી.
મોટાભાગના સામાજિક સબંધો ભારતમાં હોવા ઉપરાંત પાકિસ્તાનમાં દિકરીઓના સગા માટે પડતી પારાવાર મુશ્કેલીને ધ્યાનમાં લઇને ભારત આવવાનો નિર્ણય તેઓ પંદર વર્ષ પહેલા જ લીધો હતો.
તેઓ 15 વર્ષ સુધી પાકિસ્તાનમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ શરણાર્થીઓને કનડતા પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સમક્ષ પોતાની માંગણીઓ અવાર નવાર મૂકતા રહે છે.
1971માં સિંધના સોઢા રાજપૂત ક્ષત્રિયો માટે કચ્છમાં જમીન ફાળવાઈ હતી. આ વસાહત ઝુરા કેમ્પના નામે ઓળખાય છે.
પાકિસ્તાનમાં લઘુમતી ખાસ કરીને હિન્દુઓ ઉપર જોર જુલમ કે ત્રાસ ગુજારવામાં આવે છે કે કેમ તેવા પ્રશ્ન જવાબમાં તેમણે વળતો સામે પ્રશ્ન કર્યો હતો કે, તકલીફ ક્યાં નથી ? પાકિસ્તાન છોડવા પાછળ તેમને કોઇ ધમકી કે દબાણ કરવામાં આવ્યું છે, તેવા પ્રશ્નના ઉતરમાં તેમણે ગર્ભીત રીતે એમ જણાવ્યું હતું કે, તેઓ ભારત – પાકિસ્તાનના સબંધો સ્વસ્થ રહે તેવું ઇચ્છે છે. વળી પાકિસ્તાનમાં ખાસ કરીને સિંધ્માં હજુ પણ મોટી સંખ્યામાં હિન્દુઓ વસવાટ કરી રહ્યા છે. આ સંજોગોમાં તેઓ એવું કોઇ પણ સ્ટેટમેન્ટ આપવા માંગતા નથી જેથી કરીને તેઓની જિંદગી જોખમાય.
પંદરેક વર્ષ પહેલા આ સોઢા અગ્રણીએ ધીમે ધીમે કરીને પરિવારના સભ્યોને ભારત મોકલવાનું શરૂ કરી દીધું હતું. નાના દિકરા સાથે પાકિસ્તાનમાં લોંગટર્મ વિઝા ઉપર પહેલા મોરબી અને ત્યાર બાદ નખત્રાણામાં સ્થાઇ થયા હતા. મુશરફના શાસનકાળ દરમિયાન રામસિંહ સોઢાને જિલ્લાના નાયબ નાઝીમ અને કન્વીનર જેવું મોભાનું સ્થાન પણ સોંપવામાં આવ્યું હતું.
આઇએસઆઇનું ખતરનાક કનેકશન
પાકિસ્તાની આર્મી અને તેની ખૂફીયા એજન્સી આઇએસઆઇ દ્વારા હિન્દુઓ ઉપર જુલમ ગુજારાય છે તેવા પ્રશ્નના જવાબમાં સોઢાએ દુનિયાના કોઇપણ કટ્ટરવાદીઓ હંમેશા ઇન્શાનીયતના દુશ્મન રહ્યા છે. કચ્છની સીમાથી માત્ર ચાલીસેક કિમી દૂર પાકિસ્તાનના શહેર દપિલોના રહેવાસી આ અગ્રણીએ આઇએસઆઇ અને કટ્ટરવાદીઓના કનેકશનને ખતરનાક લેખાવ્યું હતું.
કુલ 97 પાકિસ્તાનીઓને નાગરિક બનાવી, મીઠાના અગરના રિન્યૂઅલ ઓર્ડર, વારસાઇ માપણી વધારો, નવી શરતની જૂની શરત ફેરવવાના તથા અન્ય મંજૂરી પત્રો એનાયત કર્યા હતા. સોઢા રામસિંહ રાણસિંહજીએ પ્રતિભાવમાં કેન્દ્ર, રાજ્ય સરકારનો આભાર માનતાં વિલંબિત પ્રક્રિયામાં સવિશેષ ઝડપ આણવા પર ભાર મૂકયો હતો.