પાકિસ્તાનના પલાયન હિન્દુઓ હવે ગુજરાતમાં ભાજપની મતબેંક બન્યા

પાકિસ્તાનથી ગુજરાતમાં આવીને વસેલા 600 હિંદુઓ 60 વર્ષ પછી લોકસભામાં પહેલી વખત મતદાન કરશે. વસાહતીઓએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તેમને 2016થી મતદાર ઓળખ કાર્ડ ચૂંટણી પંચે આપ્યા છે. જેમાં અમદાવાદના 490, કચ્છમાં 89, રાજકોટમાં 20 અને ગાંધીનગરમાં 7 મતદારો છે.

પાકિસ્તારમાં થતાં અત્યાચાર સામે લડવાના બદલે ભારતમાં ભાગી આવેલા આ હિંદુઓ 2015 પછી ભારતીય નાગરિકત્વ મેળવી શક્યા છે. તેઓ 60 વર્ષ પહેલા પાકિસ્તાનથી અહીં શરણાર્થી બન્યા હતા. તેઓ પાકિસ્તાનમાં રહેવા માંગતા ન હતી. કારણ કે તેઓ ત્યાં અસલામતી અનુભવિ રહ્યાં હતા. તેઓએ પાકિસ્તાનના લોકો સામે લડવાનું પડતુ મૂકીને ગુજરાત આવી ગયા હતા.

ત્યાર બાદ ભારત સરકારે પણ તેમને પાકિસ્તાનમાં ફરીથી મોકલ્યા હતા. પણ ફરીથી તેઓ હાર માનીને ભારત આવી ગયા હતા. પણ ખરેખર તો તેમણે પાકિસ્તાન સરકાર અને ત્યાંના અત્યાચારી લોકો સામે લડવું જોઈતું હતું એવું મોટાભાગના લોકો માને છે. હિંદુઓ પાકિસ્તાનમાં લડતાં ન હોવાથી તેઓની વસતી ઘટી રહી છે.

1950માં પાકિસ્તાનમાં 50 લાખ હિન્દુ અને 2.75 કરો઼ડ મુસ્લિમની વસતી હતી. આજે મુસ્લિમ વસ્તી 18 કરોડ પહોંચી છે. પાકિસ્તારમાં 2019માં 40 લાખ હિન્દુઓ રહે છે. ભાગલા સમયે ત્યાં હિન્દઉઓની વસતી 15 ટકા હતી જે આજે ઘટીને 2 ટકા રહી છે.

ભારતમાં 1951માં લઘુમતી મુસ્લિમોની વસતી 10.8 ટકા હતી. તે 2006ના અંદાજ અનુસાર વધીને 13.10 ટકા થઈ છે. બળજબરીપૂર્વકના ધર્માંતર અને નાછૂટકે કરેલી હિજરતે પાકિસ્તાનમાં લઘુમતીની આવી દયાજનક સ્થિતિ થઈ છે. કારણ કે હિંદુઓ લડવાના બદલે પલાયન થઈ રહ્યાં છે.

1965 અને 1971ના ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના સમયે પણ હિંદુઓની હિજરત ભારતમાં થઈ હતી. ભાગલા વખતે 11થી 13 લાખ અને 1971ના યુદ્ધની આસપાસ 70 હજાર સોઢા-રજપૂત સિંધીઓ શરણાર્થી તરીકે ભારત આવ્યા હતા. જેમાં 50 હજાર નિર્વાસિતોને રાજસ્થાનમાં અને 20 હજારને કચ્છ-બનાસકાંઠામાં રણ કાંઠે આવીને રહ્યાં છે. પાકિસ્તાનમાં પણ રણકાંધીએ જ તેઓ રહેતા હતા. 1977માં જનતા પાર્ટીની સરકાર વખતે કચ્છમાં રાપર, નખત્રાણા, ભુજ, અબડાસા અને લખપત તાલુકામાં શરણાર્થી વસાહતો સ્થપાઈ હતી. 13 માર્ચ 1996માં ગુજરાતની ભાજપ સરકારે નીતિવિષયક નિર્ણય લઈને દરેક સોઢાકેમ્પને મહેસૂલી ગામ ગણવાની છૂટ આપી. પણ આજ સુધી ભાજપના 5 મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ  20 વર્ષથી એ નિર્ણયનો અમલ કર્યો નથી. છેલ્લાં 800 વર્ષથી સિંઘથી હિંદુઓ હિજરત કરી રહ્યાં છે. તેનું મુખ્ય કારણ હિન્દુની નિષ્ક્રિયતા માનવામાં આવે છે. 1147માં સિંધી હિજરતીઓનું પ્રથમ મોજું લાખો જાડેજાની આગેવાની હેઠળ કચ્છમાં આશ્રય મેળવવા આવ્યું હતું.  લુહાણા, ભાટિયા, પાટીદાર, સોઢા, રજપૂત, ગઢવી, કોળી, ભીલ, હરિજન, સીંઘી ગુજરાતમાં આવ્યા હતા.

5 વર્ષથી પાકિસ્તાનથી હિંદુ હીજરતીઓ ભારતમાં આવવનું પ્રમાણ વઘ્યું છે. જો આમ જ ચાલશે તો પાકિસ્તાનમાં હિંદુઓ નહીં રહે. તે માટે હીજરત કરતાં હિંદુ અન ભારતમાં હિંદુ માટે કામ કરતા ભાજપ, રાષ્ટ્રીય સ્વંસેવક સંધ, વિશ્વ હિન્દુ પરિષદ તથા ભારત સરકાર અને પાક્સિતાન જવાબદાર રહેશે.

કરાચી શહેરનું સેક્યુલર માળખું અને માનસસિકતા હિન્દુ લઘુમતીને દરેક સ્તરે તક આપતું રહે છે. ક્રિકેટર દાનિશ કનેરિયા, ટોચના ફેશન ડિઝાઇનર દીપક પરવાની અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રાણા ભગવાનદાસ જેવાં ઉદાહરણો સાબિત કરે છે. પાકિસ્તાનમાં હિન્દુ સમાજને વિકાસની તક જરૂર મળે છે. જોકે 1980 પછી સમગ્ર પાકિસ્તાનની જેમ સિંધમાં પણ ઈસ્લામવાદ જોર પકડી રહ્યો છે. હિન્દુ નાગરિક માટે ‘નાપાક-અપવિત્ર’ જેવા સંબોધન જોર પકડતાં જાય છે.

પાકિસ્તાનમાં મોટા ભાગની હિન્દુ વસતિ સિંધ પ્રાંતમાં છે અને કરાચી તેનું મુખ્ય કેન્દ્ર છે. કરાચીમાં ‘હિન્દુ જિમખાના’ દ્વારા પાકિસ્તાની હિન્દુઓને વિકાસ કરી મુખ્ય પ્રવાહમાં ભળવા મદદ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં સ્થાનિક કક્ષાથી રાષ્ટ્રીય સંસદ સુધી દરેક સ્તરે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. ‘પાકિસ્તાન હિન્દુ પંચાયત’ અને ‘પાકિસ્તાની હિન્દુ વેલ્ફેર એસોસિયેશન’ જેવાં સંગઠનો હિન્દુ સમાજનું સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય મુદ્દાઓ પર પ્રતિનિધિત્વ કરે છે. હઝારામાં ‘શિવ મંદિર સોસાયટી’ મંદિર અને સમાજનું રક્ષણ કરે છે. પાકિસ્તાનમાં લઘુમતી પંચ છે અને સરકારમાં લઘુમતી ખાતું પણ છે.

2015ની શરૂઆતથી હિંસક હુમલાઓની ઘટનાઓ વકરી રહી છે. પાકિસ્તાનમાં વસતા તમામ લઘુમતી સમુદાયોને ભયભીત કરી મૂકે છે. એમનો દેશ છોડવાનો ઇરાદો વધુ મક્કમ બનાવે છે. પાકિસ્તાનમાં વકરી રહેલા જ્ઞાતિવાદ અને ધર્માંધતા મોટા ભાગે સરકાર અને લશ્કરી દળો દ્વારા, પોતાના સ્થાનિક અને વિદેશી હેતુ સિદ્ધ કરવા માટે ઉપલા સ્તરેથી પ્રસરાવવામાં આવતી હોવાનું મનાય છે.

ઈમરાન ખાને હિન્દુ અત્યાચારનો મુદ્દો છેડેલોપાકિસ્તાની ક્રિક્રેટર અને પાકિસ્તાની વિપક્ષી રાજકીય પાર્ટી ‘તહેરિક એ ઇન્સાફ’ના નેતા ઈમરાન ખાને ઓક્ટોબર 2014માં પાકિસ્તાની સંસદની બહાર એક વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુઓ પર થતાં અત્યાચારનો મુદ્દો છેડ્યો હતો. ઈમરાન ખાને એવું બયાન આપ્યું હતું કે, ‘પાકિસ્તાનમાં હિન્દુઓની સતામણી કરવામાં આવતાં તેઓ દેશ છોડીને જઈ રહ્યા છે. જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો દેશ છોડી જનારા હિન્દુઓની વાપસી કરાશે.’ ઈમરાન ખાને અલ્પસંખ્યકોને એવો ભરોસો પણ આપ્યો હતો કે, જો તેમની પાર્ટી સરકારમાં આવશે તો લઘુમતીઓ પર અત્યાચાર નહીં થાય અને ધર્મપરિવર્તન માટે પણ દબાણ નહીં કરવામાં આવે.

પાકિસ્તાનમાં વસતા પ્રો. ભગવાન દેવીએ પોતાના વિડીયોમાં વિશ્વના સમગ્ર દેશો અને પાકિસ્તાનની કાયદા વ્યવસ્થાને મદદની અપીલ કરતા જણાવ્યું કે હિન્દુ સમુદાય પાકિસ્તાનમાં અરાજકતા અને કુવ્યવસ્થાનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને સિંધ પ્રદેશના લરકાના વિસ્તારમાં રહેતા હિન્દુઓને ભૂમાફિયાઓ બળજબરી પૂર્વક તેમની સંપત્તિઓમાંથી બરતરફ કરી રહ્યા છે. ચીફ જસ્ટીસ અને વિશ્વના 205 દેશોને પાકિસ્તાનમાં રહેતા લઘુમતી હિન્દુઓની મદદ માટે અપીલ કરી હતી. તેમના મુજબ ભૂમાફિયાઓ ખોટા પાવર ઓફ એટોર્ની બનાવીને હિન્દુઓની જમીન પર કબજો મેળવી રહ્યા છે. તેમને આ મામલે ચુપ રહેવાની ધમકી આપી રહ્યો છે. પરિસ્થિતિ એવી ઊભી થઇ છે કે હવે લઘુમતી હિન્દુઓ તેમની જમીન અને સંપત્તિ વેચવા માટે મજબૂર થઇ રહ્યા છે. તેમને દેશ છોડીને જવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

આ પહેલા પણ પાકિસ્તાનમાં વસતા લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચારના ઘણા મામલાઓ પ્રો. ભગવાન દેવીએ વિશ્વસ્તરે ખુલ્લા પડ્યા હતા. જેમાં તેમના બળજબરીથી ધર્મપરિવર્તન કરવવાના મામલાઓ પણ સામેલ હતા. ભારત સરકાર પણ આ મામલે વિશ્વસ્તરે પગલા લેવા માટે અરજી કરી ચુકી છે. ભારતની શરણે આવેલા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ પણ તેમની પર અત્યાચારની વ્યથા દુનિયા સમક્ષ વ્યક્ત કરી ચુક્યા છે.

પાકિસ્તાનમાં હિંદુઓ પર થતાં અત્યાચારો અંગે ગુજરાતમાં તેનો અવાજ ઉઠાવનાર કોઈ નથી. લડનાર કોઈ નથી. શું સમગ્ર વિશ્વમાંથી હિંદુઓ ભારત આવશે  ? અન્યાય સામે ક્યારે લડશે હિંદુઓ એવો સવાલ કોઈ આરએસએસ કે વિશ્વ હિન્દુ પરિષદ કે ભાજપને પૂછવાની હિંમત હિજરતી હિંદુ કરી શકતા નથી. ભારતમાં રહેલાં હિજરતી હિંદુઓ ભાજપની સૌથી મોટી અને કમિટેડ વોટ બેંક છે. ભાજપના ગુજરાતમમાં છેલ્લાં 22 વર્ષથી બનેલા મુખ્ય પ્રધાન કે દેશના ભાજપના બે વડાપ્રધાને આ બાબતે કોઈ અવાજ ઉઠાવ્યો નથી. નરેન્દ્ર મોદી 2019 સુધી 5 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યાં પણ તેમણે પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલાં અત્યાચાર અંગે અવાજ ઉઠાવ્યો નથી. કારણ કે જે પાકિસ્તાની હિંદુ ભારત પર બોજ બને છે તે ભાજપ માટે મત બેંક બને છે. તેથી તેની મત બેંક મજબૂત બને તેમાં જ ભાજપને રસ હોય તેના ઉકેલ માટે ન હોય. 

પાકિસ્તાનમાં વસતા પ્રો. ભગવાન દેવી, જેણે અવાજ ઉઠાવ્યો