ઈસ્લામાબાદ,તા.17
પાકિસ્તાને ગત શુક્રવારે તબીબી જગતમાં એક ઉપલબ્ધ હાંસલ કરી છે. તે ટાઈફોઇડની નવી રસી શોધનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પાકિસ્તાને આ રસીને ટાઈફોઇડ કોન્ઝુગેટ વેક્સન નામ આપ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંધ પ્રાંતમાં આ બિમારી જીવલેણ સાબિત થઈ છે. આ વિસ્તારમાં આ રસી ખૂબ જ અસરકારક સાબિત થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે નવેમ્બર,૨૦૧૬માં દેશમાં ટાઈફોઇડને લીધે આશરે ૧૧ હજાર લોકોના મોત થયા હતા. તેની સિંધ પ્રાંતમાં સૌથી વધારે અસર થઈ હતી. આ બિમારી સલમોનેલા ટાઈફી બેક્ટેરિયા (જી્મ્)ને લીધે થાય છે. નિષ્ણાતોએ તેને સુપરબગ નામ આપ્યું છે. તેનાથી પીડિત લોકોમાં મૃત્યુ પ્રમાણ વધારે રÌšં હતું. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે પ્રયાસ શરૂ કર્યા હતા.
વર્ષ ૨૦૧૭માં ટાઈફોઇડના ૬૩ ટકા કેસ તેમાંથી ૭૦ ટકા મૃત્યુના કિસ્સામાં ૧૫ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોનો સમાવેશ થતો હતો. આ રસીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યતા આપી હતી. વર્તમાન સમયમાં સિંધના શહેરી વિસ્તારોમાં પ્રતિરક્ષણ કેમ્પેઇન અંતર્ગત આ રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ કરાચીમાં થયેલા કાર્યક્રમમાં આ ટીકાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.