પાક વિમો લેવા ખેડૂતોની 35 કિ.મી.ની પદયાત્રા, વીમા કંપનીઓ ઠંડી કચેરીમાં મોજ કરે છે

અછતની સ્થિતિ હોવા છતાં પણ ખેડૂતોને પાકવીમો આપવામાં આવ્યો નથી. આ પાક વીમો ન ચુકવાતા ગુજરાતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પાકવીમો વહેલી તકે આપવામાં આવે તે માટે સુરેન્દ્રનગરના ખેડૂતોએ 35 કિલોમીટર પગપાળા ચાલીને કલેક્ટરને આવેદન પત્ર આપીને વહેલામાં વહેલી તકે પાક વીમો આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામના ખેડૂતો પાણીની અછતના કારણે પાકની વાવણી ન થવાથી ખેડૂતો દ્વારા પાકવીમાની માગણી કરવામાં આવી હતી. ખેડૂતોએ પાકવીમા માટે વારંવાર રજૂઆત કરી છતાં પણ ખેડૂતોની માગણી સ્વીકારવામાં ન આવતા કિસાન સંગઠનના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં એકઠા થઇને પગપાળ યાત્રા કરીને પાકવીમા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું નક્કી કર્યું હતું,

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખરીફ-૨૦૧૬ી અમલી બનેલ છે. પીએમએફબીવાય અંતર્ગત લાભ લેનાર ખેડૂતોને જુદા-જુદા જોખમો સામે વીમાનું રક્ષણ પુરૂ પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધિરાણ લેનાર તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે છે. તા જે ખેડૂતોએ ધિરાણ લીધુ ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમીયમની રકમ ભરી યોજનાનો લાભ લઈ શકે છે.

સુરેન્દ્ર નગર જિલ્લાામાં તા.૫ માર્ચ ૨૦૧૮ના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખરીફ સીઝન માટે તાલુકા પ્રમાણેના પાકો નોટીફાઈડ થયેલા છે. જે આ મુજબ છે. ધ્રાંગધ્રા તાલુકા માટે, બાજરી, મગ, અડદ, મગફળી, એરંડા, તલ, કપાસ પિયત, કપાસ બિન પિયત, દસાડા તાલુકા માટે બાજરી, અડદ, એરંડા, તલ, કપાસપિયત, બિન પિયત, લખતર તાલુકા માટે ડાંગર બિનપિયત, અડદ, એરંડા, તલ, કપાસ પિયત, કપાસ બિન પિયત, વઢવાણ તાલુકા માટે એરંડા, તલ, કપાસ પિયત, બિન પિયત, મુળી તાલુકા માટે મગ, મગફળી, એરંડા, તલ, કપાસ પિયત, કપાસ બિન પિયત, ચોટીલા તાલુકા માટે કપાસ પિયત, બાજરી, મગફળી, કપાસ બિન પિયત, સાયલા તાલુકા માટે, બાજરી, મગફળી, એરંડા, તલ, કપાસ પિયત, કપાસ બિન પિયત, ચુડા તાલુકા માટે કપાસ પિયત, એરંડા, તલ, કપાસ બિન પિયત, લીંબડી તાલુકા માટે બાજરી, એરંડા, તલ, કપાસ પિયત, કપાસ બિન પિયત, થાનગઢ તાલુકા માટે કપાસ પિયત, બાજરી, મગફળી, કપાસ બિન પિયત નોટીફાઈડ થયેલા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના જુદા-જુદા તાલુકા માટે નોટીફાઈડ યેલા પાકો પૈકી મગફળી, ડાંગર બિન પિયત, બાજરી, મગ, અડદ, તલ, એરંડા પાકનો વિમો ઉતારવા ખેડૂતોએ ૨ ટકા અવા ખરેખર પ્રિમીયમ દર (બે માંથી જે ઓછું હોય તે) જયારે કપાસ પિયત, કપાસ બિન પિયત માટે ૫ ટકા અવા ખરેખર પ્રિમીયમ દર (બે માંથી જે ઓછું હોય તે) પ્રિમીયમ ભરવાનું થાય છે. ખરીફ-૨૦૧૮ ઋતુમાં સુરેન્દ્રનગર જિલ્લા માટે યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ્યુંરન્સ કંપની લી. વિમા કંપની તરીકે નકકી યેલ છે. ખરીફ-૨૦૧૮ દરમિયાન પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવા અરજી કરવા માટેની છેલ્લી તારીખ કપાસ પિયત/બિન પિયત, ડાંગર બિન પિયત, બાજરી, મગફળી, મગ, તલ તા અડદ પાક માટે ૧૫ જુલાઈ-૨૦૧૮ તા એરંડા પાક માટે ૩૧ ઓગસ્ટ -૨૦૧૮ નકકી કરવામાં આવી છે. તેમ નાયબ ખેતી નિયામક સુરેન્દ્રેનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

છતાં વીમો મળતો નથી.

એક તરફ ઉનાળાની ગરમી વધી રહી છે. ત્યારે લોકો ગરમીના કારણે પરેશાન છે, તો બીજી તરફ ગુજરાતના કેટલાક ગામડાના લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે. ગુજરાતના ગામડાઓમાં કેટલી જગ્યાએ તો એવી પરિસ્થિતિ છે કે, પાણી મેળવવા માટે ગામડાના લોકોએ દૂર સુધી ચાલીને જવું પડે છે. તો બીજી તરફ પાણીની અછતના કારણે કેટલાક ખેડૂતો પાકનું વાવેતર પણ નથી કરી શક્યા.

ભારે દુષ્કાળ અને પાણીની અછત અનુભવતા સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં કેન્દ્ર સરકારે ખુલ્લા હાથે પાકવિમો મંજુર કર્યો છે. કુલ ર7 અબજમાથી સાડા તેર અબજ જેટલી રકમ સૌરાષ્ટ્રના સાત જિલ્લાના અંદાજે અઢી લાખ ખેડૂતોને ફાળવી છે. એવું સરકાર કહે છે. પણ ખેડૂતોને વળતર મળ્યું નથી.

વીમા કંપનીઓને કમાણી

પાક વીમા કંપનીઓએ 2 વર્ષમાં રૂ.3205 કરોડની કમાણી કરી છે. વર્ષ 2016માં લાગુ કરાયેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફસલ વીમા યોજનામાં ખેડૂતોને માઠી દશાનો ભોગ બનવું પડે છે. રાજ્ય સરકારે તેમજ કેન્દ્ર સરકારે ભરેલા પ્રિમિયમની રકમ રૂ.5573.72 કરોડની છે. જેની સામે વર્ષ 2016 અને 2017માં વીમા કંપનીઓએ ચૂકવેલી ક્લેઇમની રકમ રૂ.2298.97 કરોડ છે. 2018 અને 2019 ગણવામાં આવે તો રૂ.6 હજાર કરોડનો નફો વીમા કંપનીઓ પોતાના ગજવામાં લઈ ગઈ છે.

2016માં પાક વીમા ક્લેઈમની સ્થિતિ જોઇએ તો રવી અને ખરિફ સિઝનમાં કુલ મળીને રાજ્યના 19 લાખ 75 હજાર 139 ખેડૂતોએ પાક વીમો લીધો હતો. જે અંતર્ગત ખેડૂતોએ કુલ મળીને રૂ. 249.38 કરોડનું પ્રીમિયમ ભર્યું હતું. જેની સામે રાજ્ય સરકારે કૂલ મળીને રૂ. 1123.41 કરોડનું પ્રીમિયમ ભર્યું હતું તેમજ કેન્દ્ર સરકારે કૂલ મળીને રૂ. 987.89 કરોડનું પ્રીમિયમ ભર્યું હતું. જેનો કુલ સરવાળો રૂ. 2420.74 કરોડ થાય છે. જેની સામે પાક વીમા કંપનીઓએ 6 લાખ 78 હજાર 693 ખેડૂતોના જ વીમાનો ક્લેઈમ મંજૂર કરીને રૂ. 1261.29 કરોડ પાક વીમા પેટે ચૂકવ્યા હતા. જેથી કંપનીઓને રૂ. 1089.99 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.